ETV Bharat / city

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનું IITE કોન્વોકેશનમાં શાળાઓ ખોલવા બાબતે નિવેદન

author img

By

Published : Dec 24, 2020, 7:48 PM IST

રાજ્યમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યા બાદ ફરીથી નિર્ણય બદલ્યો હતો અને શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ત્યારે બુધવારના રોજ ગાંધીનગર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ યુનિવર્સિટીના કોન્વોકેશન દરમિયાન રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું કે, રાજ્યમાં શાળાઓ ખુલસે, પરંતુ તબક્કાવાર ખોલવામાં આવશે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનું IITE કોન્વોકેશનમાં શાળાઓ ખોલવા બાબતે નિવેદન
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનું IITE કોન્વોકેશનમાં શાળાઓ ખોલવા બાબતે નિવેદન

  • રાજ્યમાં શાળાઓ ખોલવા મુદ્દે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન
  • શાળાઓ તબક્કાવાર ખોલવામાં આવશે
  • ક્યારે ખોલવામાં આવશે તે હજુ નક્કી નહીં
  • હાઈ પાવર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય

ગાંધીનગર: શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ કોન્વોકેશન દરમિયાન પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, રાજ્યમાં શાળાઓ તબક્કાવાર ખોલવામાં આવશે, પરંતુ હજી સુધી આ અંગે રાજ્ય સરકારે કોઇ જ પ્રકારનો નિર્ણય કર્યો નથી. એ સાથે જ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સત્રના અંત સુધી એક પણ શાળાઓ ખોલવામાં આવશે નહીં. નવા સત્રથી જ શાળાઓ ખોલવામાં આવશે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનું IITE કોન્વોકેશનમાં શાળાઓ ખોલવા બાબતે નિવેદન

હાઈપાવર કમિટીમાં લેવામાં આવશે નિર્ણય

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં શાળાઓ ક્યારે શરુ કરવી તે અંગેનો નિર્ણય હવે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળનારી હાઈ પાવર કમિટીમાં જ કરવામાં આવશે, હાઈપાવર કમિટીનીમાં ચર્ચા કર્યા બાદ તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવશે. શાળાઓ ક્યારે અને કેવી રીતે શરૂ થશે તે બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન સેવ્યું હતું.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનું IITE કોન્વોકેશનમાં શાળાઓ ખોલવા બાબતે નિવેદન
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહનું IITE કોન્વોકેશનમાં શાળાઓ ખોલવા બાબતે નિવેદન

140 જેટલા વિધાર્થીઓને આપવામાં આવી ડીગ્રી

ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ યુનિવર્સિટીના લોકેશન દરમિયાન કુલ 140 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ડિજિટલ માધ્યમથી કોન્વોકેશન કાર્યક્રમમાં જોડાયા હતા અને તેઓને ભારતના ભવિષ્યને વધુ સારું ભણતર મળી રહે તે માટે શિક્ષકોનું મહત્વ સમજાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.