ETV Bharat / city

EXCLUSIVE : કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોની વ્હારે આવી સરકાર, 7 જુલાઈથી અપાશે આર્થિક સહાય

author img

By

Published : Jul 6, 2021, 3:39 PM IST

Updated : Jul 6, 2021, 4:23 PM IST

કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનારા બાળકોને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. “મુખ્યમંત્રી બાલ સેવા યોજના” ( MukhyaMantri Bal Seva Yojana ) હેઠળ અનાથ બાળકો ( Orphan Children)ને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani ) 7 જુલાઈના રોજથી 4,000ની આર્થિક સહાય ( Financial Assistance For Orphans ) આપવાની શરૂઆત કરશે. રાજ્ય સરકારના સર્વેમાં કોરોના કાળ દરમિયાન પોતાના માતાપિતા ગુમાવ્યા હોય તેવા 776 બાળકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, કોરોના જ નહીં પરંતુ કોરોના કાળમાં ગમે તે બીમારીથી બાળકે પોતાના માતા પિતા ગુમાવ્યા હશે, તેવા તમામ બાળકોને આર્થિક સહાય આપવામાં આવશે.

કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનારા બાળકોને આર્થિક સહાય
કોરોનાકાળમાં માતાપિતા ગુમાવનારા બાળકોને આર્થિક સહાય

  • રાજ્યમાં કોરોના કાળ દરમિયાન અનાથ થયેલા બાળકોને મળશે આર્થિક સહાય
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7 જુલાઈથી સહાય આપવાની શરૂઆત કરશે
  • રાજ્યમાં હાલ સુધીમાં રાજ્યમાં 750 જેટલા બાળકોનું થયું રજીસ્ટ્રેશન

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાકાળ ( Corona Period ) દરમિયાન અનેક બાળકોને પોતાના માતાપિતાની છત્રછાંયા ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani )એ આવા અનાથ ( Orphan Children) બાળકો માટે 'મુખ્યમંત્રી બાલ સેવા યોજના' ( MukhyaMantri Bal Seva Yojana )ની જાહેરાત કરી હતી. જેમાં અત્યાર સુધીમાં કુલ 776 બાળકોની નોંધણી કરવામાં આવી છે. જેઓએ કોરોનાકાળ દરમિયાન પોતાના માતાપિતા ગુમાવ્યા છે. આવા બાળકોને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7 જુલાઈના રોજ 4000ની આર્થિક સહાય ( Financial Assistance For Orphans ) આપવાની શરૂઆત કરશે.

7 જુલાઈથી આપવામાં આવશે બાળકોને સહાય

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી 7 જુલાઈના રોજ કેબિનેટ બેઠક બાદ કોરોનામાં પોતાના માતાપિતા ગુમાવ્યા હોય તેવા 776 બાળકોને 4,000 રૂપિયાની પ્રતિમાસ સહાય આપવાની શરૂઆત કરશે. શરૂઆતના પ્રથમ તબક્કામાં, માતા-પિતા ગુમાવી બેઠેલા બાળકોની સંખ્યા 50 જેટલી જ થઇ હતી, પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા સર્વે બાદ કુલ 776 જેટલા બાળકોની નોંધણી કરવામાં આવી છે. જ્યારે, આવનારા સમયમાં હજુ પણ સર્વે ચાલુ રાખવાની સૂચના રાજ્ય સરકાર તરફથી વિભાગને પ્રાપ્ત થઇ છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ “મુખ્યમંત્રી બાલ સેવા યોજના”ની જાહેરાત કરી

31 લાખ રૂપિયાની સહાય પ્રથમ દિવસે આપવામાં આવશે

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ( CM Vijay Rupani ) કેબિનેટની બેઠક બાદ ગુજરાતમાં કોરોના કાળમાં ( Gujarat Corona ) માતા-પિતાની છત્રછાંયા ગુમાવી બેઠેલા 776 જેટલાં બાળકોને 4,000 રૂપિયાની પ્રતિ માસ સહાય ચૂકવશે. જેમાં, પ્રથમ દિવસે કુલ 31 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા બાળકોને ચૂકવવામાં આવશે. આ સહાય બાળકોને બેંક ખાતા મારફતે આપવામાં આવશે. જે બાળકના ગાર્ડિયનના ખાતામાં જમાં કરવામાં આવશે.

બાળક જ્યારથી અનાથ થયું હશે ત્યારથી મળશે લાભ

રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે, કોરોના કાળમાં બાળકે જ્યારથી માતા-પિતાની છત્રછાંયા ગુમાવી હશે, ત્યારથી તેઓને રાજ્ય સરકાર દ્વારા મળતી સહાયનો લાભ મળશે, જ્યારે ગુજરાત સરકારે માર્ચ 2020થી અત્યાર સુધીના કોરોનાનો સમય જ ગણ્યો છે. એટલે કે માર્ચ 2020 પછી માતાપિતા ગુમાવનાર બાળકોને જે તે મહીનાથી સહાય આપવામાં આવશે.

બાળકોને 18 વર્ષ સુધી મળશે સહાય

રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે જે બાળકોએ કોરોના કાળમાં પોતાના માતાપિતા ગુમાવ્યા હોય તેઓને 18 વર્ષ સુધી દર મહિને 4000ની આર્થિક સહાય પ્રાપ્ત થશે, આમ રાજ્ય સરકાર જ્યાં સુધી બાળક 18 વર્ષ પૂર્ણ ન કરે ત્યાં સુધી 4,000 પ્રતિ માસની આર્થિક સહાય આપવામાં આવશે. આ માટે હવે આવનારા બજેટમાં પણ રાજ્ય સરકાર દ્વારા અલગથી જોગવાઇ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: કોરોના સંકટ વચ્ચે અપાયેલી સરકારની આર્થિક સહાય પણ અપૂરતી સાબિત થઈ

આંગણવાડીની બહેનો દ્વારા સર્વે કરાયો

સામાજિક ન્યાય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડીની સુવિધા છે, ત્યારે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાંયા ગુમાવી બેઠેલા બાળકોને શોધવા માટે આંગણવાડી બહેનોને પણ સર્વેમાં મુકવામાં આવ્યા હતા. ત્યારે 6 જુલાઇ સુધીમાં કુલ 776 જેટલા બાળકોએ કોરોના કાળમાં માતા-પિતા ગુમાવ્યા છે. આવનારા દિવસોમાં આ 776થી પણ સંખ્યા વધે તેવી પણ શક્યતાઓ વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. હાલ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં સર્વે યથાવત્ રાખવામાં આવ્યો છે.

કોરોના કાળમાં કોઈ પણ બિમારીથી મૃત્યુ પામેલા માતાપિતાના બાળકોને સહાય

રાજ્યમાં અનેક લોકોને એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જે માતા-પિતાનું મૃત્યુ કોરોનામા થયું હોય તેવા જ બાળકને રાજ્ય સરકાર આર્થિક સહાય ચૂકવશે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે કે, કોરોના નહીં પરંતુ કોરોના કાળમાં ગમે તે બીમારીથી બાળકે પોતાના માતા પિતા ગુમાવ્યા હશે, તેવા તમામ બાળકોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે.

Last Updated : Jul 6, 2021, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.