ETV Bharat / city

વિધાનસભાના ઈતિહાસમાં 20 વર્ષ બાદ અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના સદસ્ય બેઠા

author img

By

Published : Mar 26, 2021, 7:41 PM IST

20 વર્ષ બાદ વિધાનસભા ગૃહમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના સભ્ય જોવા મળ્યાં હતાં. જેમણે ગૃહમાં થોડો સમય કાર્યવાહી આગળ ધપાવી હતી.

વિધાનસભાના ઈતિહાસમાં 20 વર્ષ બાદ અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના સદસ્ય બેઠા
વિધાનસભાના ઈતિહાસમાં 20 વર્ષ બાદ અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના સદસ્ય બેઠા

  • વિધાનસભા ગૃહમાં જોવા મળ્યો અનોખો નજારો
  • અધ્યક્ષની ખુરશી પર કોંગ્રેસના સભ્ય બેઠા
  • અનિલ જોષિયારાને અધ્યક્ષની ખુરશી પર બેસવાની તક મળી

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં રાજેન્દ્ર ત્રિવેદીના સ્થાને કોંગ્રેસના ભીલોડા ધારાસભ્ય અનિલ જોષિયારાને વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર થોડા સમય માટે બેસવાની તક મળી હતી. પ્રશ્નોતરી કાળમાં તેમને થોડો સમય ગૃહની કાર્યવાહી આગળ વધારી હતી અને ધારાસભ્યોના પ્રશ્નો સાંભળ્યા હતા.

આ પણ વાંચોઃ રાજ્યની 3065 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 7098 શિક્ષક લાયકાત વિનાના

અધ્યક્ષ સહિત 5 સભ્યોની સ્પીકર પેનલ હોય છે

પેનલમાં કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષિયારાનો સમાવેશ થાય છે, અધ્યક્ષ સહિત 5 સભ્યોની સ્પીકર પેનલ હોય છે. કોંગ્રેસના સભ્યને અધ્યક્ષની ખુરશી પર બેસવાની તક મળતાં કોંગ્રેસી ધારાસભ્યો આનંદીત થઈ ગયા હતા. આ સાથે જ વિધાનસભાની બહાર આ વાત ચર્ચામાં રહી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષિયારાએ યોગ્ય રીતે કામગીરી સંભાળી હતી.

અનિલ જોષિયારાને અધ્યક્ષની ખુરશી પર બેસવાની તક મળી
અનિલ જોષિયારાને અધ્યક્ષની ખુરશી પર બેસવાની તક મળી

પ્રથમવાર પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા

ડો. અનિલ જોશીયારાને પ્રથમવાર પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે વિપક્ષના સભ્યને સ્થાન આપવામાં આવતું હોય છે ત્યારે 20 વર્ષમાં પહેલીવાર પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્ય બેઠા છે. આ પહેલા વિધાનસભાના અધ્યક્ષે કરતા કોંગ્રેસના ધારાસભ્યોમાં આનંદની લાગણી છવાઈ હતી.

આ પણ વાંચોઃ વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં વેન્ટિલેટર ખરીદી અંગે સરકારે કર્યા ખુલાસા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.