ETV Bharat / city

રાજયમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નહિં, તમામ જિલ્લાને સર્વેલન્સની સૂચના: કુંવરજી બાવળીયા

author img

By

Published : Jan 6, 2021, 5:10 PM IST

Updated : Jan 6, 2021, 5:45 PM IST

દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાત સરકારે તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં રાજ્યમાં છેલ્લા બે દિવસથી કુલ 55 જેટલા પક્ષીઓના મોત નોંધાયા છે, જે મોત બાદ પોસ્ટમોર્ટમમાં આ તમામ પક્ષીઓના મોત ફૂડ પોઇઝનિંગના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજયમાં બર્ડ ફલ્યુંનો એક પણ કેસ નહીં
રાજયમાં બર્ડ ફલ્યુંનો એક પણ કેસ નહીં

  • રાજ્યમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નહિં
  • તમામ જિલ્લામાં અપાઈ છે સર્વેલન્સની સૂચના
  • 2 દિવસમાં 55 પક્ષીઓના મોત
  • ફૂડ પોઇઝિંગને કારણે મોત થવાનું સામે આવ્યું કારણ

ગાંધીનગર: દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. ત્યારે સમગ્ર દેશમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આ અંગે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે બાબતે ગુજરાત સરકારે પણ તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. જેમાં છેલ્લા બે દિવસથી કુલ 55 જેટલા પક્ષીઓના મોત નોંધાયા છે, જે મોત બાદ પોસ્ટમોર્ટમમાં આ તમામ પક્ષીઓના મોત ફૂડ પોઇઝનિંગના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજયમાં એક પણ કેસ નહિં: કુંવરજી બાવળિયા

રાજ્યના કેબિનેટ પ્રધાન કુવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે રાજ્યના તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં સર્વલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જૂનાગઢના બાટવા ખાતે 52 જેટલાં પક્ષીઓના મોત નિપજયાં હતા, જે બાબતે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ બાદ પક્ષીઓને ફૂડ પ્રોસેસિંગ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી.

પશુપાલનના અધિકારીઓને સર્વેલન્સની કામગીરી સોંપાઈ

કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકારે પશુપાલનના તમામ અધિકારીઓને ફ્લુ અંગે સર્વેલન્સની કામગીરી સોંપવામાં આવી છે. તમામ તાલુકા અને જિલ્લામાં સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો બર્ડ ફ્લૂનો કેસ સામે આવે તો તેને રોકવા માટેની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે અને તે માટેની રસીનો પણ સ્ટોક કરી દેવામાં આવ્યું હોવાનું નિવેદન રાજ્યના પશુપાલન કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.

તમામ જિલ્લા કલેક્ટરોને બર્ડ ફ્લૂ બાબતની સૂચના આપાઈ

ગુજરાત સરકાર દ્વારા બર્ડ ફ્લૂને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે તમામ જિલ્લા કલેક્ટરોને પણ બર્ડ ફ્લૂ બાબતની સૂચના આપી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એક પણ બર્ડ ફ્લુનો કેસ નોંધાયો નથી.

રાજયમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નહિં
Last Updated : Jan 6, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.