ETV Bharat / city

વિધાનસભા બહાર વિરોધ કરતા પહેલા જ જીગ્નેશ મેવાણી સહિત 100થી વધુ કાર્યકરોની અટકાયત

author img

By

Published : Mar 23, 2021, 1:46 PM IST

Updated : Mar 23, 2021, 3:35 PM IST

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ ચાલી રહ્યો છે. ઘોઘા હત્યા કેસ મામલે વિધાનસભાના ગેટ બહાર પ્રદર્શન કરવા પહોંચેલા વડનગરના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 100 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણીએ અગાઉથી જ વિધાનસભા ગૃહ બહાર 23 માર્ચના રોજ સવારે 11 કલાકે પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઈને સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

વિધાનસભા બહાર વિરોધ કરતા પહેલા જ જીગ્નેશ મેવાણી સહિત 100થી વધુ કાર્યકરોની અટકાયત
વિધાનસભા બહાર વિરોધ કરતા પહેલા જ જીગ્નેશ મેવાણી સહિત 100થી વધુ કાર્યકરોની અટકાયત

  • વિધાનસભાના ગેટ બહાર પ્રદર્શન કરતા જિગ્નેશ મેવાણીની અટકાયત
  • 100થી વધુ કાર્યકરોની કરવામાં આવી અટકાયત
  • વિધાનસભાનો ઘેરાવો કરે તે પહેલા જ કરાઈ અટકાયત

ગાંધીનગર: ઘોઘા હત્યા કેસને મામલે વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિધાનસભાનો ઘેરાવો કરે તે પહેલા જ તેમની અને 100 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. જીગ્નેશ મેવાણી દ્વારા આ વિરોધ પ્રદર્શન અંગે અગાઉથી જાહેરાત કરવામાં આવી હોવાથી દલિત આંદોલનકારીઓ ગાંધીનગર ન પહોચે તે માટે સમગ્ર ગુજરાતમાં નાકાબંધી કરવામાં આવી હતી. વોટર કેનન સાથે પોલીસનો કાફલો પણ વિધાનસભાની આસપાસ ખડકી દેવામાં આવ્યો હતો. આ સિવાય MLA ક્વૉર્ટર્સની બહાર પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દલિત યુવાન હત્યા કેસ: જિગ્નેશ મેવાણીએ ભાવનગરના કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

મેવાણીને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા

સૌરાષ્ટ્રમાં ઘોઘા ખાતે બનેલી ઘટનામાં ગૃહપ્રધાન દ્વારા PSIની ધરપકડ કેમ નથી કરવામાં આવતી? તેવો પ્રશ્ન પૂછતા જિગ્નેશ મેવાણીને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં સામાન્ય વહીવટી વિભાગ પર ગાંધીનગર ઉત્તર કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી.જે.ચાવડાનું માંગણીઓ બાબતેનું વક્તવ્ય ચાલુ હતુ. તે દરમિયાન અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વચ્ચે ઉભા થઈને હાથ ઊંચો કરીને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો હતો અને વારંવાર ગૃહમાં ખલેલ પહોંચાડતા હોવાથી વિધાનસભાના અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા.

આ પણ વાંચો: દલિત યુવાનના હત્યા કેસમાં ન્યાયિક તપાસની માગ સાથે કલેક્ટરને આવેદન આપ્યુ

ગૃહપ્રધાન સાવરકરમાં માને છે, એટલે ધરપકડ નથી કરતા

જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, મેં વિધાનસભાગૃહમાં ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો કે ઘોઘાના PSIની કેમ ધરપકડ કરતા નથી. તેમની સાથે કોને સુવાળા સંબધ છે? જોકે મારા આ પ્રશ્નનો કોઈ જવાબ આપી ન શક્તા મને એક દિવસ માટે ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. વધુમાં તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, દલિત વિરોધી માનસિકતા ધરાવતા ગૃહપ્રધાન સાવરકરમાં માને છે. જેથી તેઓ ધરપકડ કરતા નથી અને હું આંબેડકરમાં માનુ છું એટલે ધરપકડની માગ કરુ છું.

વિધાનસભા બહાર વિરોધ કરતા પહેલા જ જીગ્નેશ મેવાણી સહિત 100થી વધુ કાર્યકરોની અટકાયત
Last Updated : Mar 23, 2021, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.