ETV Bharat / city

Cattle Control Law : 31 માલધારીઓએ ઈચ્છા મૃત્યુની કરી અરજી, આપી આંદોલનની ચીમકી

author img

By

Published : Apr 4, 2022, 2:32 PM IST

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઢોર નિયંત્રણ કાયદાને કાળો કાયદો ગણાવીને આજે માલધારીઓએ (Opposition to the Cattle Control Act) વિરોધ કર્યો છે.  માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદાને (Cattle Control Law) લઈને ભગતસિંહનો માર્ગ પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Cattle Control Law : 31 માલધારીઓ ઈચ્છા મૃત્યુની અરજી કરી ભગતસિંહ માર્ગ આંદોલનની ઉચ્ચારી ચીમકી
Cattle Control Law : 31 માલધારીઓ ઈચ્છા મૃત્યુની અરજી કરી ભગતસિંહ માર્ગ આંદોલનની ઉચ્ચારી ચીમકી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ભાજપ સરકારે ઢોર નિયંત્રણ કાયદો પસાર (Cattle Control Act Passed) કર્યો છે. તેને લઈને તેના વિરોધમાં અનેક જગ્યાએ માલધારીઓ દ્વારા બેઠકો શરૂ કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે માલધારીઓએ નિયંત્રણ કાયદાનો વિરોધ કર્યો હતો. અને આ કાયદાને કાળા કાયદા (Opposition to Cattle Control Act) તરીકે પણ દર્શાવ્યો હતો. સાથે જ રાજ્ય સરકારે આ કાયદો પરત નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ

31 માલધારીઓ કરી ઈચ્છા મૃત્યુની અરજી - ગુજરાત વિધાનસભામાં કાયદાના વિરોધમાં (Cattle Control Law) ગાંધીનગર જીલ્લા કલેક્ટરનું 31 માલધારીઓ દ્વારા ઇચ્છા મૃત્યુની અરજી કરવામાં આવી છે. જો રાજ્ય સરકાર કાળો કાયદો પર જ નહીં ખેંચે તો રાજ્ય સરકાર અને ગાંધીનગર જિલ્લા કલેકટર 31 માલધારીઓની ઈચ્છા મૃત્યુ બાબતની પરવાનગી આપે તેવી માંગ પણ માલધારી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Cattle control bill: ઢોર નિયંત્રણ બિલ બાબતે માલધારીઓ મેદાને, કોંગી ધારાસભ્યો સહિતના લોકો દ્વારા આંદોલનની ચીમકી

કાયદો બનાવ્યો તો માલધારીઓને સગવડ આપવામાં આવે - રઘુ રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે જે કાયદો પસાર કર્યો છે. તેનાથી લાખો માલધારીઓ બેરોજગાર થઇ જશે. અમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. પરંતુ આગામી સમયમાં જ રાજ્ય સરકારનો કાયદો (Opposition of Maldharis in Gandhinagar) પાછો નહીં ખેંચે તો ભગતસિંહનો માર્ગ પર આંદોલન કરવામાં આવશે. સાથે જો સરકાર શહેરથી 10 કિલોમીટર દૂર અમને આ માટે ખાસ જગ્યા આપે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Gujarat Assembly 2022: કોંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભા ગૃહમાં છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ બિલ પસાર

અનેક જગ્યાએ વિરોધ - ગુજરાત ઢોર નિયંત્રણ કાયદા બાબતે રાજ્યના તમામ જિલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ માલધારી સમાજ દ્વારા કાયદાનો વિરોધ (Opposition of Satyagraha Camp Maldharis) કરવામાં આવ્યો હતો. અને શહેરની દૂર 10 કિલોમીટર દૂર માલધારીઓ માટે ખાસ જમીનની ફાળવણી કરવામાં આવે છે. જેથી આવા કાયદાની જરૂર ન પડે તેવી માંગ પણ માલધારીઓ દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.