ETV Bharat / city

જેમણે મને ધારાસભ્ય બનાવ્યો મેં તેમની જ સરકાર પાડી: રાઘવજી પટેલ

author img

By

Published : Mar 1, 2021, 8:52 PM IST

જેમણે મને ધારાસભ્ય બનાવ્યો જેમના માટે હું સભામાં અને સરઘસમાં જતો હતો પ્રચાર કરતો હતો અને તેઓ મુખ્યપ્રધાન બને તે માટે અનેક પ્રચાર કાર્યક્રમમાં પણ આગળ પડતો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલની સરકાર પાડવામાં પણ હું જ આગળ પડતો હતો અને મેં જ કેશુભાઇ પટેલની સરકાર પાડી હતી તે બાબતનો મને આજ સુધી રંજ છે. આ શબ્દ છે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલના કે જેમણે આજે સોમવારે વિધાનસભાગૃહમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા સમયે પોતાની ભૂલ વિધાનસભા ગૃહમાં કબૂલી હતી.

જેમણે મને ધારાસભ્ય બનાવ્યો મેં તેમની જ સરકાર પાડી
જેમણે મને ધારાસભ્ય બનાવ્યો મેં તેમની જ સરકાર પાડી

  • જેમને મને ધારાસભ્ય બનાવ્યો એમની જોડે મેં દગો કર્યો: રાઘવજી પટેલ
  • મેં જ કેશુભાઈની સરકાર પાડી હતી: રાઘવજી પટેલ
  • મને આજ સુધી એ વાતનો રંજ, હવે હું હળવો થયો: રાઘવજી પટેલ

ગાંધીનગર: જેમણે મને ધારાસભ્ય બનાવ્યો જેમના માટે હું સભામાં અને સરઘસમાં જતો હતો પ્રચાર કરતો હતો અને તેઓ મુખ્યપ્રધાન બને તે માટે અનેક પ્રચાર કાર્યક્રમમાં પણ આગળ પડતો હતો. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલની સરકાર પાડવામાં પણ હું જ આગળ પડતો હતો અને મેં જ કેશુભાઇ પટેલની સરકાર પાડી હતી તે બાબતનો મને આજ સુધી રંજ છે. આ શબ્દ છે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલના કે જેમણે આજે સોમવારે વિધાનસભા ગૃહમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા સમયે પોતાની ભૂલ વિધાનસભાગૃહમાં કબૂલી હતી.

જેમણે મને ધારાસભ્ય બનાવ્યો મેં તેમની જ સરકાર પાડી

24 વર્ષથી ભૂલ મગજમાં હતી, હવે હું હળવો થયો

વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ દરમિયાન જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે તેમના ભૂતકાળને વાગોળ્યો હતો અને કેશુભાઈની સરકાર પાડવામાં તેઓ અગ્રણી ભૂમિકા ભજવી હોવાની વાત પણ વિધાનસભા ગૃહમાં સ્વીકારી હતી. આ બાબતે રાઘવજી પટેલે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મને મારી ભૂલ હજી યાદ છે અને જે તે સમયે જે કર્યું તે સંપૂર્ણ ખોટું હતું. હું અમુક લોકોની વાતમાં આવી ગયો હતો અને આ કાર્ય કરી ગયો. આ ઘટનાને 24 વર્ષ પૂર્ણ થયા છે, આમ છતાં પણ હું હજુ ભૂલી શકયો નથી. આજે મને વિધાનસભા ગૃહમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતી વખતે જે મોકો મળ્યો તેનાથી મેં મારી ભૂલ સ્વીકારી અને હવે હું હળવોફૂલ થયો છું.

બીમારી પણ કદાચ આ વિચારોને કારણે જ હશે

રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગ્રુહમાં સંબોધન કર્યું હતું કે, કેશુભાઈ પટેલે મને ટિકિટ આપી હતી અને મેં જ તેમની સરકારને ઉથલાવી છે અને આજે પણ રંજ છે કે હું એ વખતે એમની સરકાર પાડવામાં આગળ હતો અને કદાચ એના કારણે જ મને ડાયાબિટીસ અને બીપી જેવા રોગ થયા છે.

કેશુભાઈ પટેલ જ મને રાજનીતિમાં લાવ્યા

વર્ષ 1990ની વાત કરતાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, 1990માં પ્રથમ વખત કેશુભાઈ પટેલે મને વિધાનસભા માટેની ટિકિટ આપી હતી. હું બે વખત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે રહ્યો અને બન્ને વખત તેમણે મને ટિકિટ આપી હતી. આ સાથે જ તેમને જીતાડવા માટે હું હંમેશા તેમની સાથે હતો, પરંતુ અમુક વ્યક્તિઓ સાથે વાતચીતમાં આવ્યા બાદ તેમનો જ વિરોધી થઈ ગયો હતો અને અંતે 1996માં તેમની સરકાર પાડવામાં મેં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

ગાંધીનગરથી પાર્થ જાનીનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.