ETV Bharat / city

Gujarat Assembly 2022: વીજ જોડાણ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી, બનાસકાંઠામાં વીજ જોડાણની સૌથી વધુ અરજીઓ પડતર

author img

By

Published : Mar 8, 2022, 10:06 PM IST

Gujarat Assembly 2022: વીજ જોડાણ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી, બનાસકાંઠામાં વીજ જોડાણની સૌથી વધુ અરજીઓ પડતર
Gujarat Assembly 2022: વીજ જોડાણ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી, બનાસકાંઠામાં વીજ જોડાણની સૌથી વધુ અરજીઓ પડતર

વિધાનસભામાં કોંગ્રેસે વીજ જોડાણ (Electricity Connection In Gujarat)ને લઇને ભાજપ સરકારને ઘેરી હતી. કોંગ્રેસે કહ્યું કે દર વર્ષે વાયદા કરવામાં આવે છે કે આ વર્ષે દરેક ગામે વીજ જોડાણ આપી દેવામાં આવશે પરંતુ સ્થિતિ તેનાથી અલગ છે. રાજ્યમાં બનાસકાંઠામાં સૌથી વધુ વીજ જોડાણની અરજી પડતર છે તો આણંદ જિલ્લામાં સૌથી ઓછી અરજી પડતર છે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022) સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા કૃષિ વિષયક વીજ જોડાણ (Electricity Connection In Gujarat) અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વાયદાઓ કરવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં દરેક ગામે વીજ જોડાણ (Electricity Connection In Villages Of Gujarat) આપી દેવામાં આવશે, પરંતુ તેનાથી અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: મહિલા ધારાસભ્યોને 1.25 કરોડની વધુ ગ્રાન્ટ મળશે, CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત

સૌથી વધુ પડતર અરજી બનાસકાંઠામાં

ગુજરાતના દરેક જિલ્લા (Electricity In Gujarat)ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા (Electricity In Banaskantha)માં સૌથી વધુ અરજી પડતર છે. જેમાં આખા વર્ષમાં 10,913 કુલ અરજી કૃષિ વીજ જોડાણ (electricity connection for agriculture in gujarat) માટે કરવામાં આવી હતી. જેમાંથી 2,749 જેટલી અરજીઓ પડતર પડી રહી છે. આ ઉપરાંત સૌથી ઓછી પડતર અરજી આણંદ જિલ્લામાં છે. આણંદમાં આખા વર્ષમાં 589 અરજી આવી હતી, જેમાંથી માત્ર 2 જ અરજી પડતર પડી છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: વિધાનસભા સત્રમાં કોંગ્રેસે સરકારને પૂછ્યાં મહત્વના સવાલ, મળ્યાં ચોંકાવનારા જવાબ

અદાણી સાથે એગ્રીમેન્ટ કર્યું હોવા છતાં વધારે રકમ આપવામાં આવે છે : કોંગ્રેસ

મહત્વની વાત એ સામે આવી રહી છે કે, ગુજરાતના ગૃહપ્રધાનના સુરત જિલ્લા (electricity connection in surat) માં એકપણ અરજી પડતર જોવા મળી રહી નથી. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 82,984 અરજીઓ વીજ જોડાણ માટે મળી હતી. જેમાંથી 14,698 અરજીઓ પડતર છે. અદાણી પાવર પાસે 2.89 અને 2.35 રૂપિયે યુનિટ ખરીદવાના એગ્રીમેન્ટ (adani electricity power supply agreement) હોવા છતાં 4.38 રુપિયા સુધી યુનિટ લેવલાઈઝ ટેરીફે વીજળીની ખરીદી કરવામાં આવે છે. રાજ્ય સરકાર નાગરિકોના ટેક્સના રુપિયા અદાણી પવારની ચિંતા કરીને ચૂકવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.