ETV Bharat / city

LRD ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, 12 નવેમ્બર સુધી ફી ભરી શકાસે

author img

By

Published : Nov 9, 2021, 6:08 PM IST

Updated : Nov 9, 2021, 11:03 PM IST

LRDની ભરતીમા આજે ઓનલાઇન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, 12 નવેમ્બર સુધી ફી સ્વીકારવામાં આવશે
LRDની ભરતીમા આજે ઓનલાઇન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, 12 નવેમ્બર સુધી ફી સ્વીકારવામાં આવશે

LRD ની 10,459 જગ્યાઓ(10,459 seats of LRD) માટે ભરતી પ્રક્રિયામાં શરૂ કરવામાં આવી હતી અને જેમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ(Today is the last day to fill out the online form) છે. અત્યાર સુધીમાં ભરતી માટે 11.75 અરજીઓ આવી(11.75 applications were received) છે. ભરતી જાહેર કરતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. એટલે કે 1 હજાર ઉમેદવારો સામે 1 લાખ ફોર્મ ભરાયા છે. જો કે આ પહેલાની ભરતીમાં પણ 10 લાખથી વધુ ફોર્મ આવ્યાં હતા.

  • 6.35 લાખ પુરુષ અને 2.33 લાખ મહિલા ઉમેદવારોનાં ફોર્મ ભરાયા
  • છેલ્લી ત્રણ ભરતીમાં સૌથી વધુ ફોર્મ આ વર્ષે ભરાયા
  • LRDમાં અરજી કરવાનો માટેનો આજે છેલ્લો દિવસ
  • 12 નવેમ્બર સુધીમાં ફી સ્વીકારવામાં આવશે

ગાંધીનગર : LRD ની ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રકિયા આજે મધ્યરાત્રીથી પૂર્ણ થશે(process of filling up the LRD online form will be completed by midnight today). તેમજ છેલ્લા 6 દિવસમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. LRD ની આ વખતે 10,459 જગ્યા માટે ભરતી જાહેર કરાઇ(10,459 seats of LRD) હતી જેમાં 6.35 લાખ પુરુષ અને 2.33 લાખ મહિલા ઉમેદવારોની અરજીઓ આવી છે. જેમાં બિન હથિયારી કોન્સ્ટેબલની 5,212 જગ્યાઓ, હથિયારી કોન્સ્ટેબલની 797 અને SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.

LRD ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, 12 નવેમ્બર સુધી ફી ભરી શકાસે

12 નવેમ્બર સુધીમાં ફી સ્વીકારવામાં આવશે

ADPG હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ભરતી માટે ફોર્મ ભરાયા બાદ ફી ભરવાની અંતિમ તારીખ 12 નવેમ્બર છે. ઉમેદવારોના 20 નવેમ્બર આસપાસ કોલ લેટર ઇસ્યુ થશે. 98,000 લોકોએ ઓનલાઇન ફી ભરી છે તેમજ હજુ પણ ફી ભરવાની બાકી હોય તેઓ 12 તારીખ સુધી ફી ભરી શકશે. તેમજ ફોર્મ કન્ફર્મ થયા બાદ તારીખ 1 થી 10 ડિસેમ્બર દરમિયાન શારીરિક કસોટી શરૂ થશે. 2 મહિના સુધી આ પ્રક્રિયા ચાલશે. એટલે કે 10 ફેબ્રુઆરીની આસપાસ આ પ્રક્રિયા પૂર્ણ થશે. માર્ચ 2022ના પહેલા અઠવાડિયામાં લેખિત પરીક્ષા લેવાશે. જો કે આ તારીખમાં ફેરફાર પણ થઈ શકે છે, પરંતુ આ ટાઈમ પીરીયડ પ્રમાણે ઉમેદવારોએ ચાલવાનું રહેશે. જનરલ કેટેગરીનાં ઉમેદવાર સિવાય ફી તમામને ફી ભરવા માંથી રાહત આપવામાં આવી હતી.

2017માં લોકરક્ષક ભરતીમાં પેપર લીક થવાનો બનાવ બન્યો

2017માં ગુજરાત પોલીસની લોકરક્ષક ભરતીમાં પેપર લીક થવાનો બનાવ બન્યો હતો. સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગુજરાત એટીએસ અને ગાંધીનગર પોલીસનાં 140 પોલીસ કર્મીઓની ટીમ પણ કામે લાગી હતી અને પેપર લીક કરનારનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો હતો. જ્યાં આરોપીઓના દિલ્હી સુધી છેડા હતા. જો કે તેને લઈને વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પણ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : પાટણમાં જૈન સમાજના લોકોએ 'જ્ઞાનપંચમી'ની કરી ઉજવણી

આ પણ વાંચો : ઈંધણ માટે ગુજરાતમાં આવે છે રાજસ્થાનના વાહન ચાલકો, જાણો કેમ...

Last Updated :Nov 9, 2021, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.