ETV Bharat / state

ઈંધણ માટે ગુજરાતમાં આવે છે રાજસ્થાનના વાહન ચાલકો, જાણો કેમ...

author img

By

Published : Nov 9, 2021, 5:16 PM IST

ઈંધણ માટે ગુજરાતમાં આવે છે રાજસ્થાનના વાહન ચાલકો
ઈંધણ માટે ગુજરાતમાં આવે છે રાજસ્થાનના વાહન ચાલકો

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 અને ડીઝલ (Petrol Diesel Price) પર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ ગુજરાત સરકારે પણ પેટ્રોલ-ડીઝલના (Petrol Price IN Gujarat) ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો હોત, જેથી બન્નેના ભાવ 100 રૂપિયાની નીચે આવી ગયા હતા, પરંતુ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હજુ પણ 100 ઉપર ભાવ હોવાથી ત્યાના વાહન ચાલકો ગુજરાતમાં પેટ્રોલ પુરાવવા આવે છે.

  • કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો
  • ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો
  • ગુજરતામાં ભાવ ઓછો હોવાથી રાજસ્થાનના લોકો ઈંધણ ભરાવવા આવી રહ્યા છે

અરવલ્લી : તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price) પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે. આ બાદ, ગુજરાત સરકાર દ્વારા પણ બન્નેના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાતના પાડોશી રાજ્યોમાં હજૂ સુધી પેટ્રોલ-ડીઝલની (Petrol Price IN Gujarat) કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી, ત્યાના વાહન ચાલકો ગુજરતા બોર્ડ પાસે પેટ્રોલ ભારવવા આવે છે.

ઈંધણ માટે ગુજરાતમાં આવે છે રાજસ્થાનના વાહન ચાલકો

બન્ને રાજ્યોમાં પેટ્રોલમાં 16.90 રૂપિયાનો ફર્ક

ગુજરાતમાં રાજસ્થાન કરતા પેટ્રોલ-ડીઝલનો ભાવ ઓછો હોવાથી રાજસ્થાનના લોકો ગુજરાતમાં પેટ્રોલ ભરાવવા આવે છે. ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલા બન્ને જિલ્લા અરવલ્લીમાં 96.10 (પેટ્રોલ), 90.09 (ડીઝલ)નો ભાવ છે અને ડુંગરપુરમાં 113.00 (પેટ્રોલ), 97.48 (ડીઝલ)નો ભાવ છે, આથી બન્ને રાજ્યોમાં પેટ્રોલમાં 16.90 રૂપિયા અને ડીઝલમાં 7.39 રૂપિયા ભાવ છે.

રાજસ્થાન અને ગુજરાતમાં ઇંધણના ભાવ મોટો તફાવત

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો હતો, ત્યારબાદ કેટલીક રાજ્ય સરકારોએ વેટમાં ભાવમાં ઘટાડો કરી પેટ્રોલ ડીઝલનો ભાવ ઓછો કર્યો હતો. ગુજરાતમાં પણ વેટમાં સાત રૂપિયાનો ઘટાડો થતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકંદરે રૂપિયા 12 નો ઘટાડો થયો છે. જોકે રાજસ્થાનની સરકારે વેટમાં ઘટાડો ન કરતા ત્યાં ગુજરાત કરતા ડીઝલ 7 અને પેટ્રોલ 16.90 રૂપિયાની આસપાસ મોંઘું છે. જેથી રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના શામળાજીમાંથી રાજસ્થાનના વાહનચાલકો પેટ્રોલ અને ડીઝલ ભરાવી ભાવમાં ઘટાડાનો લાભ લઇ રહ્યા છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.