ETV Bharat / state

પાટણમાં જૈન સમાજના લોકોએ 'જ્ઞાનપંચમી'ની કરી ઉજવણી

author img

By

Published : Nov 9, 2021, 5:43 PM IST

પાટણમાં જૈન સમાજના લોકોએ 'જ્ઞાનપંચમી'ની કરી ઉજવણી
પાટણમાં જૈન સમાજના લોકોએ 'જ્ઞાનપંચમી'ની કરી ઉજવણી

પાટણનાં હેમચંદ્રયચાર્ય જ્ઞાન ભંડાર(Hemchandrayacharya Gyan Bhandar) સહિત વિવિધ જૈન ઉપાશ્રયોમાં આજે લાભ પાંચમ(Labh Pancham)નાં દિવસે જૈન સમાજ(Jain society)નાં લોકોએ જુના પૌરાણિક ગ્રંથો, પુસ્તકો અને સોનાનાં વરખની સહીથી લખાયેલા હસ્તપ્રતોનાં દર્શન કરી પૂજા કરી હતી.

  • જ્ઞાન ભંડારમાં મોટી સંખ્યામાં જૈનોએ વિવિધ ગ્રંથોનું કર્યું પૂજન
  • હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારમાં જૈનોએ જ્ઞાન જારવાની વિધિ કરી
  • જ્ઞાનભંડારમાં 22,000 હસ્તલિખિત ગ્રંથો સંગ્રહાયેલા છે
  • જૈન સમાજમાં જ્ઞાનનું વિશેષ મહત્વ રહેલું છે
  • જૈનોએ જ્ઞાન જારવાની વર્ષોની પરંપરા જાળવી

પાટણ : ગુજરાતમાં સોલંકી કાળને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી કાળનાં રાજા સિદ્ધરાજ જયસિંહે(King Siddharraj Jaysingh) હાથીની અંબાડી પર "સિદ્ધહેમ"(Siddhhem) વ્યાકરણ ગ્રંથની સવારી કાઢી હતી. ત્યારથી લઈને આજદિન સુધી આ ભૂમિ પર જ્ઞાનની પૂજા થતી રહી છે. હિન્દૂ સંસ્કૃતિમાં કારતક સુદ પાંચમને 'લાભ પાંચમ'(Labh pancham) તરીકે ઉજવણી કરવામાં આવે છે. જયારે જૈન સમાજ આજનાં દિવસને 'જ્ઞાન પાંચમ'(Gyan Pancham) તરીકે ઉજવે છે. આજનાં દિવસે જૈન સમાજનાં લોકો જુના ગ્રંથોની પૂજા કરે છે. શહેરના પંચાસર દેરાસર નજીક આવેલ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર(Hemchandracharya Gyan Bhandar)માં સવારથી જૈન સમાજનાં લોકો જ્ઞાનભંડારમાં સચવાયેલા વિવિધ ગ્રંથોનું પૂજન કરવા માટે આવ્યા હતા અને ભક્તિભાવપૂર્વક આ અમૂલ્ય ગ્રંથોની પૂજા-અર્ચના કરી વર્ષોની પરંપરાને જાળવી રાખી હતી.

પાટણમાં જૈન સમાજના લોકોએ 'જ્ઞાનપંચમી'ની કરી ઉજવણી

હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની સ્થાપના કનૈયાલાલ મુનશીનાં હસ્તે કરવામાં આવી હતી

હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં છેલ્લા 29 વર્ષથી માનદ સેવા આપતા મેનેજીંગ ટ્રસ્ટી યતીન શાહે જણાવ્યું હતું કે, પાટણના પંચાસર દેરાસર વિસ્તારમાં આવેલા હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની સ્થાપના 7 એપ્રિલ 1939માં તત્કાલિન મુંબઈ રાજ્યનાં ગૃહપ્રધાન અને પ્રખ્યાત સાહિત્યકાર કનૈયાલાલ મુનશીનાં હસ્તે કરવામાં આવી હતી. મુનિ પુણ્યવિજયજી મહારાજના ભગીરથ પ્રયાસોથી પાટણનાં 19 ગ્રંથ ભંડારોને એકત્ર કરી જ્ઞાન ભંડારમાં સમાવવામાં આવ્યા હતાં. જૈન જ્ઞાન ભંડારમાં જૈન ધર્મના, બૌદ્ધ ધર્મના અને આયુર્વેદના મળી કુલ 22,000 હસ્તલિખિત ગ્રંથો સંગ્રહાયેલા છે. જેમાં 21,000 કાગળ પર લખેલા 1,000 થી વધુ તાડપત્રો પર લખેલા અને બે દુર્લભ હસ્તપ્રતો આ જ્ઞાન ભંડારમાં સચવાયેલા જોવા મળે છે.

બાળકો જોડે પણ જૂનાં ગ્રંથોની પૂજા કરાવી

જૈન સમાજમાં જ્ઞાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ત્યારે લાભ પાંચમનાં દિવસે પાટણમાં વિવિધ ઉપાશ્રયો અને ગ્રંથ ભંડારોમાં જૈનોએ પરંપરાગત રીતે જ્ઞાન જારવાની વિધિ કરી હતી અને ખાસ કરીને બાળકો જોડે પણ જૂનાં ગ્રંથોની પૂજા કરાવી હતી જેથી કરીને આ સંસ્કૃતિ જળવાઈ રહે.

આ પણ વાંચો : Paytmનો IPO બીજા દિવસના શરૂઆતી 2 જ કલાકમાં ફૂલ સબસ્ક્રાઈબ થયો, હજી 10 નવેમ્બર સુધી ભરી શકાશે

આ પણ વાંચો : 1835થી લઈને આજદીન સુધીના સેંકડો સિક્કા, પ્રાચીન ખજાનો જોશો તો તમે પણ ચોંકી ઉઠશો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.