ETV Bharat / city

Emergency meeting on Corona issue : સરકાર અને સંગઠનમાં કોરોના મુદ્દો છવાયો, કોરોના નિયમો થઈ શકે છે વધુ કડક

author img

By

Published : Jan 12, 2022, 7:41 PM IST

Updated : Jan 12, 2022, 8:37 PM IST

ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં વધુ કડક નિયંત્રણો લાદવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક બેઠક (Emergency meeting on Corona issue) મળી હતી. વીકેન્ડ કરફ્યૂની સંભાવના (Covid19 Update in Gujarat 2022 ) પણ છે.

Emergency meeting on Corona issue : સરકાર અને સંગઠનની કોરોના મુદ્દો છવાયો, કોરોના નિયમો થઈ શકે છે વધુ કડક
Emergency meeting on Corona issue : સરકાર અને સંગઠનની કોરોના મુદ્દો છવાયો, કોરોના નિયમો થઈ શકે છે વધુ કડક

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ વિકટ બનતી જાય છે. રોજના સાત હજારની આસપાસ કેસ (Emergency meeting on Corona issue) સામે આવી રહ્યા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનો પણ હાજર થયાં હતાં.

રાજ્યમાં થઈ શકે છે નિયંત્રણો વધુ કડક

સરકાર અને સંગઠન દ્વારા પ્રથમ વખત કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે બેઠકનું (Emergency meeting on Corona issue)આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા દિવસોમાં જ કેસની સંખ્યા હજુ પણ સત્તાવાર રીતે વધારો થશે તો વધુ નિયંત્રણો કડક કરવામાં આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કેબિનેટ બેઠકમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તમામ વ્યવસ્થા અંગેની સમીક્ષા (Covid19 Update in Gujarat 2022 )કરી હતી આ ઉપરાંત જે જિલ્લાઓમાં વ્યવસ્થા નથી તે જિલ્લાઓમાં પણ તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

રાજ્યમાં પોઝિટિવ રેટ 8 ટકાની આસપાસ

રાજ્યમાં પોઝિટિવિટી રેટની વાત કરવામાં આવે તો અત્યારે 8 ટકાની આસપાસ છે અને જો કેન્દ્ર સરકારના નિયમોની વાત કરવામાં આવે તો 10 ટકાની આસપાસ પોઝિટિવ કેસો આવે તો અનેક નિયંત્રણો (corona rules may become more strict in Gujarat) લાગુ થઈ શકે છે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 8 ટકાની આસપાસ થયો હોવાના કારણે અનેક નિયંત્રણ રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં (Covid19 Update in Gujarat 2022 ) આવશે જેમાં વિકેન્ડ કરફ્યુ સંભાવનાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Corona Guidelines Gujarat: વધતા કોરોના કેસોને જોતા રાજ્ય સરકારે જાહેર કર્યા નવા નિયમો, લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા

લગ્નમાં મહેમાનોની સંખ્યા ઓછી કરાઇ છે

11 જાન્યુઆરીના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લગ્નમાં મહેમાનોની સંખ્યા વિશે ખૂબ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાર દિવસ પહેલા રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન્સ 400ની જાહેરાત કરી હતી પરંતુ જે રીતે કેસમાં સતત વધારો થયો તેને ધ્યાનમાં લઈને 11 જાન્યુઆરીની કોર કમિટીની બેઠકમાં (Emergency meeting on Corona issue) 150 માણસોની પરવાનગી આપી છે. આમ આવનારા સમયમાં (Covid19 Update in Gujarat 2022 ) હજુ પણ વધુ નિયમો કડક (corona rules may become more strict in Gujarat) કરવામાં આવશે.

તમામ પ્રધાનોને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

મહત્વની વાત કરવા માટે રાજ્ય સરકારે તમામ કેબિનેટ કક્ષાના અને રાજ્યકક્ષાના પ્રધાન અને અનેક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે અને જિલ્લા પ્રભારી તરીકેની જાહેરાત કરાઈ છે. ત્યારે અનેક પ્રધાનોએ પોતાના જિલ્લામાં જઈને સમીક્ષા બેઠક (Emergency meeting on Corona issue) અને તૈયારીઓ બાબતે પણ જિલ્લા કલેકટર સાથે અને વહીવટી તંત્ર સાથે બેઠકનું (Covid19 Update in Gujarat 2022 ) પણ આયોજન કરીને પરિસ્થિતિ અંગે માહિતગાર થયાં હતાં.

આ પણ વાંચોઃ Jetha Bharwad Illegal Construction : વિધાનસભા ઉપાધ્યક્ષે વનવિભાગની જમીન પર બંગલો બાંધ્યાની વિગતો RTIમાં ખુલી

Last Updated : Jan 12, 2022, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.