ETV Bharat / city

Corona Cases Surge in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 કોરોના પોઝિટિવ કેસ, કયા શહેરમાં કેટલા છે તે જાણો

author img

By

Published : Jun 9, 2022, 6:25 PM IST

Updated : Jun 9, 2022, 7:15 PM IST

Corona Cases Surge in Gujarat :  રાજ્યમાં છેલ્લા 24 કલાક 117 કોરોના પોઝિટિવ કેસ, કયા શહેરમાં કેટલા છે તે જાણો
Corona Cases Surge in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાક 117 કોરોના પોઝિટિવ કેસ, કયા શહેરમાં કેટલા છે તે જાણો

રાજ્યમાં છેલ્લા ત્રણેક માસથી કોરોના કેસો તળીયે બેઠાં હતાં. તેમાં તાજેતરમાં એકાએક વધી રહેલો આંકડો (Corona Cases Surge in Gujarat) સામે આવ્યો છે. આજ રોજ રાજ્યમાં કોરોનાના 117 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં (Corona Update in Ahmedabad) કોરોના પોઝિટિવ કેસ આવ્યાં છે.

ગાંધીનગર : રાજ્યના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હતી અને ત્યારબાદ ફેબ્રુઆરી અંત અને માર્ચની શરૂઆતમાં ત્રીજી લહેર શાંત થઇ હતી. પરંતુ હવે આ કેસમાં રોજ પ્રતિદિન વધારો (Corona Cases Surge in Gujarat) થઇ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 117 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં સૌથી વધુ અમદાવાદમાં 65 જેટલા કોરોના પોઝિટિવ કેસ (Corona Update in Ahmedabad) સામે આવ્યા છે. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.

કયા કોર્પોરેશન વિસ્તારમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં - અમદાવાદમાં 1970, રાજકોટ 1009, સુરત 828, વડોદરા 852, જામનગર 843, ભાવનગર 158, જૂનાગઢ 782, ગાંધીનગર 380 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના રિટર્ન્સ : આવતીકાલથી આ જગ્યાએ શરુ થશે ટેસ્ટિંગ

આજના પોઝિટિવ કેસ - અમદાવાદમાં 64, વડોદરા 22, ગાંધીનગર 04 , રાજકોટ 03, સુરત 09 , સુરેન્દ્રનગર, વલસાડ, મહેસાણા, અમરેલી જિલ્લામાં 02 , જામનગર કોર્પોરેશન, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ 01-01 કેસ નોંધાયા છે.

20,557 ટેસ્ટિંગ થયા -જ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કક્ષાના આરોગ્ય વિભાગના અધિકારીઓને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રેલ્વે સ્ટેશન અને એસ.ટી. બસ સ્ટેશનમાં કોરોના ટેસ્ટિંગ ડોમ (Cororna Testing Dome in Ahmedabad) પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,627 જેટલા ટેસ્ટ RT-PCR ટેસ્ટ અને ANTIGEN TEST 2947 સાથે કુલ 20,557 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં 117 દર્દીઓ પોઝિટિવ મળ્યાં છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ 0.57 ટકા છે.

આ પણ વાંચો- હવે બસ અને રેલવે સ્ટેશન પર શંકાસ્પદ પ્રવાસીઓનો થશે કોરોના ટેસ્ટ, AMC આવ્યું હરકતમાં

રિકવરી રેટ યથાવત - કોરોનામાં રિકવરી રેટની વાત કરવામા આવે તો બીજી લહેરમાં રિકવરી રેટ ખૂબ જ નીચો ગયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરની શરૂઆત અને ત્રીજી લહેરની શરૂઆત અને અંત સુધીમાં રિકવરી રેટ 70 ટકા સુધી પહોંચ્યો હતો. પરંતુ અત્યારે વર્તમાન સમયની વાત કરવામાં આવતા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે મળતી માહિતી પ્રમાણે રાજ્યના કોરોનાથી સાજા થવાનો દર 99 ટકાની ઉપર છે.

Last Updated :Jun 9, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.