ETV Bharat / city

બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાંથી ITને મળી મોટી રકમ, હજી મોટા ખૂલાસા થવાની શક્યતા

author img

By

Published : Jun 9, 2022, 1:16 PM IST

બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાંથી ITને મળી મોટી રકમ, હજી મોટા ખૂલાસા થવાની શક્યતા
બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાંથી ITને મળી મોટી રકમ, હજી મોટા ખૂલાસા થવાની શક્યતા

વડોદરામાં બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમ તપાસ કરી રહી છે. જોકે, ITની ટીમને તપાસ કરતા સમયે 5 કરોડથી વધુની રોકડ રકમ (IT raids at Bankers Heart Hospital) મળી આવી (Income Tax raids at Vadodara) હતી. આ હોસ્પિટલે કોરોના કાળમાં કરોડો રૂપિયાની કમાણી કરી હોવાની વિગતો પણ સામે આવી છે.

વડોદરાઃ અમદાવાદ પછી ઈન્કમટેક્સ વિભાગની ટીમે વડોદરામાં દરોડા (Income Tax raids at Vadodara) પાડ્યા હતા. આ વખતે ITની ટીમ બેન્કર્સ હાર્ટ હોસ્પિટલમાં (IT raids at Bankers Heart Hospital) ત્રાટકી હતી. ટીમને તપાસ દરમિયાન 5 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી હતી. ITની ટીમે બેન્કર્સ હોસ્પિટલ્સ અને ડો. દર્શન બેન્કર્સના નિવાસસ્થાને દરોડા પાડતાં આ રોકડ રકમ મળી આવી હતી. સાથે જ તેમણે વડોદરામાં કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હોવાની પણ વિગતો બહાર આવી હતી. તો ITના આ દરોડામાં 200થી વધુ અધિકારીઓ જોડાયા હતા.

હોસ્પિટલના PRO-એકાઉન્ટન્ટની થશે તપાસ

હોસ્પિટલના PRO-એકાઉન્ટન્ટની થશે તપાસ - આવકવેરા વિભાગે બેન્કર્સ હોસ્પિટલ્સ અને ડો. દર્શન બેન્કર્સના નિવાસસ્થાને (Income Tax raids at Vadodara) દરોડા પાડ્યા હતા. તે દરમિયાન 5 કરોડ રૂપિયા કરતાં વધુની રોકડ મળી આવી હતી. આ કેસમાં હવે હોસ્પિટલના PRO તથા એકાઉન્ટન્ટની પણ તપાસ કરવામાં આવશે. ગઈકાલે (બુધવારે) વડોદરા અને સુરતમાં બેન્કર્સ હોસ્પિટલ ગૃપને ત્યાં આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો- મોરબીની 2 સિરામિક ફેક્ટરી પર ઈન્કમટેક્સના દરોડા

કોરોના કાળમાં હોસ્પિટલે કરી અધધ કમાણી - બેન્કર્સ હાર્ટ હોસ્પિટલે કોરોનાના કપરા કાળમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી (Bankers Hospital earnings during the Corona period) હોવાની વિગતો સામે આવી છે. આ કમાણીમાંથી 45 કરોડ રૂપિયાનું સોનું ખરીદવામાં આવ્યું હતું. સાથે જ વડોદરામાં કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હોવાની વિગતો બહાર આવી હતી. આ ઉપરાંત સહજાનંદ ગૃપના 10 સ્થળોની પણ આવકવેરા વિભાગે તપાસ હાથ (Income Tax raids at Vadodara) ધરી છે. વડોદરા જિલ્લાના પાદરામાં આવેલા બેન્કર્સ હાર્ટના ટ્રેનિંગ સેન્ટર તથા સુરત અને અમદાવાદના ગોતામાં આવેલા ઈન્સ્ટિટ્યૂટ ખાતે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો- IT Raids In Ahmedabad: અમદાવાદમાં બે બિલ્ડર્સ પર IT વિભાગની તવાઈ

અહીં પાડવામાં આવ્યા દરોડા - IT વિભાગે કુલ 35 સ્થળો પર પાડેલા દરોડામાં (Income Tax raids at Vadodara) 200થી વધુ અધિકારીઓ, SRP બંદોબસ્ત સાથે જોડાયા હતા. વડોદરામાં બેન્કર્સ હોસ્પિટલ ગૃપની જૂના પાદરા રોડ અને 2 હોસ્પિટલ્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સાથે જ અલકાપુરી વિસ્તારમાં આવેલી ડૉ. દર્શન બેન્કર અને ડૉ. પારૂલ બેન્કરના નિવાસસ્થાને તેમ જ સુરતમાં આવેલી એક હોસ્પિટલ, ઓફિસ અને ઘરે પણ દરોડા (Income Tax raids at Vadodara) પાડવામાં આવ્યા હતા. IT વિભાગની કાર્યવાહીમાં 10 જેટલા બેન્કર લોકર સિલ કરવામાં આવ્યા છે. જ્યારે લોકર્સમાં કાળું નાણું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી.

કરચોરીના વાંધાજનક દસ્તાવેજો કરાયા કબજે - કોરોના કાળમાં હોસ્પિટલના સંચાલકોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. ITના આ દરોડા (Income Tax raids at Vadodara) દરમિયાન મોટી માત્રામાં કરચોરી અંગેના વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વડોદરા અને સુરતમાંથી 5 કરોડ રૂપિયા જેટલી બિનહિસાબી રોકડ મળી આવી છે. આવકવેરા વિભાગના અધિકારીઓએ હોસ્પિટલના હિસાબી ચોપડા કબજે કરીને એકાઉન્ટ વિભાગના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી કે કેવી રીતે દર્દીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી ઉપરાંત પેનડ્રાઈવ, હાર્ડડિસ્ક અને અન્ય ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે.

હવે અન્ય રાજ્યમાં થશે તપાસ - આવકવેરા વિભાગને મની લોન્ડરિંગ થયાનું પણ જાણવા મળ્યું છે. વડોદરાના સહજાનંદ ગૃપના દસ્તાવેજોની ચકાસણી બાદ આ દરોડાની (Income Tax raids at Vadodara) કામગીરી કરવામાં આવી છે. આ દરોડાની કામગીરીમાં હવે વડોદરા, સુરત ઉપરાંત બેંગલુરુ અને મુંબઈમાં પણ બેન્કર્સની સંપત્તિ હોવા અંગેની તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.