ETV Bharat / city

ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા

author img

By

Published : Feb 17, 2021, 8:01 PM IST

રાજ્યમાં વાહનોમાં સાઇલેન્સર મોડીફાઇડ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનચાલકો વિરૂદ્ધ રાજ્યના વાહન- વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ ગૃહવિભાગ અને ગૃહપ્રધાનને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ત્યારે ગાંધીનગરમાં પોલીસ દ્વારા કુલ 38 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 15 જેટલા બુલેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Gandhinagar
Gandhinagar

  • ગાંધીનગર પોલીસની કામગીરી
  • ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 38 જેટલા વાહનો કરાયા જપ્ત
  • 15 જેટલા બુલેટ જપ્ત કરાયા
    ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા

ગાંધીનગર: રાજ્યમાં બુલેટ અને અન્ય વાહનોમાં સાઇલેન્સર મોડીફાઇડ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનચાલકો વિરૂદ્ધ રાજ્યના વાહન- વ્યવહાર પ્રધાન આર. સી. ફળદુએ ગૃહવિભાગ અને ગૃહપ્રધાનને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી જેને ધ્યાનમાં લઇને હવે તમામ જિલ્લાઓમાં બુલેટ ચાલકો તથા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરમાં પોલીસ દ્વારા કુલ 38 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જેમાં 15 જેટલા બુલેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા
ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા
ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા
ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા

બુલેટને કરવામાં આવે છે મોડીફાઇડ

રસ્તા પર લોકોને આકર્ષવા અને પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે વાહન ચાલકો દ્વારા બુલેટ અથવા તો અન્ય વાહનોને મોડીફાઇડ કરવામાં આવે છે અથવા તો નવા સાઇલેન્સર મૂકવામાં આવે છે. જેથી વાહન એક્સીલેટર દરમિયાન વધુ અવાજ કરી શકે આમ આવા મોડીફાઇડ કરેલા બુલેટને પકડવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 15 મોડિફાઈડ બુલેટ અને 5 બાઈક ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરાયા છે. જ્યારે 38 વાહન ચાલકોને રૂપિયા 1 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા
ગાંધીનગરમાં ધ્વનિ પ્રદુષણ કરતા 15 બુલેટ જપ્ત કરાયા
ગાંધીનગર
ગાંધીનગર

કઈ જગ્યાએ કરવામાં આવી કાર્યવાહી

ગાંધીનગરના જો વિસ્તારની વાત કરવામાં આવે તો રીલાયન્સ ચાર રસ્તા રોડ તેમ જ સેન્ટ્રલ વિસ્ટા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં બુલેટમાં અને અન્ય ટુ વ્હીલર વાહનોમાં મોડીફાઇડ કર્યા બાદ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે હવે આ કાર્યવાહી સતત કાર્યરત રાખવામાં આવશે.

ગાંધીનગર
ગાંધીનગર
ગાંધીનગર
ગાંધીનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.