ETV Bharat / city

મંગળવારે દમણમાં 11, સેલવાસમાં 5 અને વલસાડમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

author img

By

Published : Jul 14, 2020, 10:21 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારે કોરોનાના 5 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે દમણમાં 11 કેસ નોંધાયા હતા. તેમજ વલસાડમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. વલસાડમાં 2 સરકારી કર્મચારીઓના મૃત્યું પણ નિપજ્યા હતા, તેના મૃત્યુ ચોક્કસ ક્યાં કારણોથી થયા છે. તે ડેથ ઓડિટ રિપોર્ટમાં નક્કી થશે.

corona positive
મંગળવારે દમણમાં 11, સેલવાસમાં 5 અને વલસાડમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

મંગળવારે દમણમાં 11, સેલવાસમાં 5 અને વલસાડમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

  • દમણમાં 17 દર્દીઓ રિકવર થયા, હાલ 106 એક્ટિવ દર્દીઓ
  • દાદરાનગર હવેલીમાં 15 દર્દીઓ સ્વસ્થ થયા, હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 77
  • વલસાડમાં કુલ કેસની સંખ્યા 378 થઈ, જેમાંથી હાલ 186 દર્દીઓ સારવાર હેઠળ

દમણઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મંગળવારે કોરોનાના 5 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જ્યારે દમણમાં 11 કેસ નોંધાયા હતા. તેમજ વલસાડમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. વલસાડમાં 2 સરકારી કર્મચારીઓના મૃત્યું પણ નિપજ્યા હતા, તેના મૃત્યુ ચોક્કસ ક્યાં કારણોથી થયા છે. તે ડેથ ઓડિટ રિપોર્ટમાં નક્કી થશે.

મંગળવારે દમણમાં 11, સેલવાસમાં 5 અને વલસાડમાં 14 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

મંગળવારે દમણમાં 11 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, તેમજ 17 દર્દીઓ રિકવર થયા છે. દમણમાં 106 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે સ્વસ્થ થઈ ઘરે જનાર દર્દીઓની અત્યાર સુધીની કુલ સંખ્યા 168 થઈ છે. મંગળવારે નોંધાયેલ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ બાદ બે નવા કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ કન્ટેન્મેન્ટ ઝોન 56 થયા છે.

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં મંગળવારે નવા 5 કેસ નોંધાયા હતા. જ્યારે 15 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 77 થઈ છે. જ્યારે 160 દર્દીઓ રિકવર થયા છે. ત્રણ નવા કન્ટેન્મેન્ટ ઝોન સાથે કુલ 73 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલ નવા આવેલા તમામ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી સઘન સારવાર આપવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. મંગળવારે વલસાડ જિલ્લામાં વધુ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વલસાડ તાલુકાના 3, વાપીના 7, ઉમરગામના 2, ધરમપુર-કપરાડાના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં મંગળવાર સુધીના કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 378 થઈ છે. જેમાંથી 186 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 172 દર્દીઓને રજા આપવામાં આવી છે.

વલસાડમાં મંગળવારે બે દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. જેઓનો ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ કોરોનાથી મૃત્યુ પામ્યા છે કે અન્ય કારણોસર તે નક્કી કરાશે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓ 7 નોંધાયા છે. જ્યારે કોરોના પોઝિટિવ આવ્યાં બાદ અન્ય કારણોસર મૃત્યું પામનારાઓની સંખ્યા 15 થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.