ETV Bharat / city

ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 107 પક્ષી ઈજાગ્રસ્ત, 12ના મોત

author img

By

Published : Jan 15, 2021, 2:55 PM IST

ભાવનગરમાં પતંગરસિયાઓએ તો પતંગ ચગાવીને મજા માણી લીધી પણ આ પતંગની દોરીના કારણે પક્ષીઓએ સજા ભોગવવી પડી છે. કારણ કે, ભાવનગરમાં ઉત્તરાયણ દરમિયાન 107 પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા તો 12 પક્ષીઓના મોત થયા છે. શહેરમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવા માટે ચાર કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યા છે.

ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 107 પક્ષી ઘાયલ થયા, 12ના મોત
ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 107 પક્ષી ઘાયલ થયા, 12ના મોત

  • ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે 107 પક્ષી ઈજાગ્રસ્ત, 12ના મોત
  • પક્ષીઓની સારવાર માટે શહેરમાં ઊભા કરાયા ચાર કેન્દ્ર
  • શહેરમાં પતંગરસિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા

ભાવનગરઃ શહેરમાં ઉત્તરાયણનો આનંદ લેનારા ધાબા પર હતા અને આઝાદ પંછીઓ ધાબા પર મજા લેનારાની સજા ભોગવી રહ્યા હતા. ભાવનગરમાં પક્ષીઓ દોરીનો ભોગ બનતા હોવાથી ચાર સેન્ટર એટલે સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. આ સારવાર કેન્દ્ર પર પશુ ડૉક્ટરો દ્વારા સારવાર પૂરી પાડવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર કરાઈ હતી.

ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 107 પક્ષી ઘાયલ થયા, 12ના મોત
ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 107 પક્ષી ઘાયલ થયા, 12ના મોત

દોરીમાં ફસાયેલા પક્ષીઓ માટે કેટલા રેસ્ક્યૂ

ભાવનગરમાં પક્ષીને બચાવવા માટે રેસ્ક્યૂ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના પોળ ગાર્ડનમાં આવેલા વૃક્ષ પર ઊંચાઈએ દોરીમાં ફસાઈને લટકાઈ ગયેલા પક્ષીનું રેસ્ક્યૂ કરીને નીચે ઉતારીને સારવારમાં ચકાસવા માટે મોકલવામાં આવ્યું હતું. ઊંચા વૃક્ષ પર ફાયરના શખસ દ્વારા ચડીને મહામહેનતે ઉતારવામાં આવ્યું હતું.

ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 107 પક્ષી ઘાયલ થયા, 12ના મોત
ભાવનગરમાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી 107 પક્ષી ઘાયલ થયા, 12ના મોત

ઉત્તરાયણમાં કેટલા પક્ષીઓ ઈજાગ્રસ્ત અને મોત

ભાવનગરમાં મજા લૂંટતા પતંગ રસિયાઓને ખબર નથી કે, એક દિવસની મજામાં પક્ષીઓની જિંદગી એક પળમાં ખતમ થઈ જાય છે. જો કે, તંત્ર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાર સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં આશરે 107 જેટલા પક્ષીઓ આવ્યા હતા અને તેમાંથી 12 પક્ષીઓના મૃત્યુ થયા છે. એટલે કે મૃત્યુ દર ગત વર્ષ કરતા ખૂબ જ ઘટી ગયો છે, જ્યારે 95 જેટલા પક્ષીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ભાવનગરમાં કેવા પક્ષીઓ વધુ ઈજાગ્રસ્ત થયા?

ભાવનગર શહેર પેન્ટર્ડ સ્ટોક એટલે ઢોક બગલાની એક વસાહત છે. શહેરમાં ખાસ કરીને ગંગાજળિયા વિસ્તારમાં સૌથી વધુ વૃક્ષમાં માળા એટલે નેસ્ટિંગ કરતા હોય છે, ત્યારે હાલમાં ઘાયલ પક્ષીઓમાં તેની સંખ્યા પણ 30થી 40 ટકા હોવાનું અધિકારીએ જણાવ્યું છે, જ્યારે અન્ય પક્ષીઓ કબૂતર, કાગડો જેવા અલગ અલગ સામાન્ય લોકોની વચ્ચે રહેતા પક્ષીઓ હોવાનું જાણવા મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.