ETV Bharat / city

Vegetables Pulses Prices: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શાકભાજી-કઠોળના ભાવ આસમાને પહોંચ્યા

author img

By

Published : Apr 27, 2022, 7:41 AM IST

Updated : Apr 27, 2022, 8:50 AM IST

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત (Shakbhaji Kathod Price) વધારો થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોને લઈને (Vegetables Pulses Prices) સામાન્ય વર્ગને કાળી થપ્પડ પડી રહી છે. સાથે લીંબુના ભાવમાં પણ આ વર્ષે ધરખમ વધારો જોવા મળ્યો છે.

Vegetables Pulses Prices: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શાકભાજી-કઠોળના ભાવ આસમાને પહોંચ્યા
Vegetables Pulses Prices: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, શાકભાજી-કઠોળના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં સોના-ચાંદી તેમજ પેટ્રોલ-ડીઝલનો તો કાળો માર પડી રહ્યો છે. ત્યારે હવે મહત્વ પૂર્ણ જીવન જરૂરિયાત કઠોળ - શાકભાજીના ભાવમાં પણ કાળો કિક્યાટો જોવા મળી રહ્યો છે. ત્યારે શાકભાજીના આ ભાવો સામાન્ય વર્ગના લોકોને પણ દઝાડી રહ્યા છે. એક તરફ રાજ્યમાં ગરમીનું ભારે પ્રમાણ અને આ ગરમી વચ્ચે શાકભાજીના ભાવોમાં (Shakbhaji Kathod Price) ધરખમ વધારો સામાન્ય નાગરિકો માટે પડ્યા પર પાટું મારવા સમાન સાબિત થઈ રહ્યું છે. જેની પાછળના પરિબળો કમોસમી વરસાદ, વાવાઝોડું અને પાણીની તંગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે શાકભાજીના વધેલા ભાવોના કારણે (Vegetables Pulses Prices) સામાન્ય ગૃહિણીઓના બજેટ પર ભાર મૂકી દીધો છે.

આ પણ વાંચો : Prices of vegetables and pulses in Gujarat: સુરતમાં શાકભાજી અને કઠોળના ભાવ આસમાને, ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)

ક્રમકઠોળભાવ
1ઘઉં 496446-537
2ગુજરી299-355
3એરંડા1358-1370
4રાયડો1115-1195
5જીરૂં3866
6ટુકડા ઘઉં452-468
7ટુકડા દેશી470-521
8એરંડા1325-1402

આ પણ વાંચોઃ World Women's Day: જૂનાગઢના મહિલા જેઓ દેશી બિયારણોને સાચવી કરી રહ્યાં છે ઉપયોગી સેવા

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું ? - સામાન્ય દિવસોમાં સાંભળવા મળતા શાકભાજીના ભાવો આજે ચોથા (Prices of pulses Today) આસમાને પહોંચી ગયા છે. ખાસ કરીને મહિલાઓ પોતાના બજેટ પ્રમાણે રસોડું સંભાળતી હોય છે. પરંતુ શાકભાજીના ભાવમાં (Prices of vegetables and pulses in Gujarat) વધારાને લઈને હાલ મહિલાઓના પોકેટમની પર પણ મોટો ભાર પડ્યો છે. જેના કારણે હવે મહિલાઓએ પોતાના બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. શાકભાજીના ભાવોમાં થયેલા ધરખમ ભાવ વધારાના કારણે સામાન્ય અને ગરીબ વર્ગની મહિલાઓએ કમરે પાટા બાંધી ગુજરાન ચલાવવાનો વારો આવ્યો છે. માત્ર શાકભાજી જ નહીં પરંતુ કઠોળના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

Last Updated :Apr 27, 2022, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.