ETV Bharat / city

કોરોનાની માઠી અસર, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી

author img

By

Published : Apr 26, 2021, 8:06 PM IST

કોરોનાની અસર સમગ્ર ધંધા ઉપર પડી રહી છે, ત્યારે એક પણ ઇન્ડસ્ટ્રીઝ બાકી નથી રહી કે, જેને કોરોનાની અસર ન થઈ હોય. વાત છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝની છેલ્લા એક વર્ષથી આ ધંધો બિલકુલ પડી ભાંગ્યો છે અને લગભગ એક વર્ષની અંદર કરોડો રૂપિયાનું નુકસાન ટ્રાવેલ એજન્ટો ભોગવી ચૂક્યા છે.

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર કોરોનાની માઠી અસર
ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર કોરોનાની માઠી અસર

  • ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પર કોરોનાની માઠી અસર
  • ધંધા પડ્યા છે મંદ, નથી મળી રહ્યા પેસેન્જર
  • એક વર્ષમાં ભોગવી ચૂક્યા છે કોરોનાની માઠી અસર

અમદાવાદ: કોરોનાના કારણે લોકો હાલ તો સ્વૈચ્છિક લોકડાઉનનો ઓપ્શન પસંદ કરી રહ્યા છે, પરંતુ જે રીતે વાત કરીએ તો છેલ્લા ઇલેક્શન પત્યા બાદ તરત કોરોનાકેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વેકેશનનો સમય પણ નજીક આવતા જ લોકો બહાર જવાનું વિચારતા હોય છે, પરંતુ કોરોનાનો જે રીતે સમગ્ર ગુજરાતમાં રાફડો ફાટ્યો છે, તેને ધ્યાનમાં રાખીને લોકો પોતાની ટુર કેન્સલ કરી રહ્યા છે અને ઘરે રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

એક વર્ષમાં ભોગવી ચૂક્યા છે કોરોનાની માઠી અસર

આ પણ વાંચો: કોરોનાની મહામારીમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ખાડે પડ્યું, લોકો થયા બેરોજગાર

આંતરરાષ્ટ્રીય ટૂર પર લાગ્યું પૂર્ણ વિરામ

અમદાવાદના જાણીતા ટ્રાવેલ ઓપરેટર સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, છેલ્લા એક વર્ષથી જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ધ્યાનમાં રાખીને લોકો ટુર પર જવાનું ટાળી રહ્યા છે. થોડા સમય માટે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો, ત્યારે લોકો બહાર જવા માટેનું વિચારતા હતા અને ત્યારે થોડુંક કામ ધંધા પાટા પર ચડતા હોય તેવું લાગતું હતું. જે રીતે ફેબ્રુઆરી મહિનામાં ઇલેક્શન પત્યા બાદ તરત જ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે હાલ પ્રવાસીઓ પોતે બૂક કરાવેલી ટ્રીપ પણ કેન્સલ કરાવી રહ્યા છે.

આ પણ વાંચો: કોરોનાની અસરઃ મહામારીનાં કારણે ટ્રાવેલ્સનાં ધંધામાં ખોટ થતા બસ વહેંચવાનો વારો આવ્યો

કોરોના કેસના કારણે પ્રવાસીઓને પર માઠી અસર

જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને લોકો પોતાની સુરક્ષા માટે હાલ તો સ્વૈચ્છિક લોકડાઉનનો ઓપ્શન જ પસંદ કરી રહ્યા છે, ત્યારે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ પણ પોતાનું કાર્ય થોડા સમય માટે સ્થગિત કર્યું છે અને ટ્રાવેલિંગ માટેની જો વાત કરીએ તો, જે ઉનાળાના સમયમાં ઠંડા પ્રદેશોમાં જોવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ આ વર્ષે પણ કોરોનાની માઠી અસર છે. તેના કારણે લોકો પોતાનું વેકેશનનો સમય છે તે મનગમતા સ્થળ પર ન જઈ શકવાના કારણે વ્યર્થ થઇ શકે છે. કોરોનાની પરિસ્થિતિ હાલ તો ગુજરાતમાં એટલી હદે ગંભીર છે કે, હવે જોવાનું રહે છે કે ક્યારે કોરોનાના કેસ ઓછા થાય છે અને ગુજરાતીઓનું જીવન પાટે ચડે છે તે માટે તમામ લોકો આશા સેવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.