ETV Bharat / city

7માં યોગ દિવસની ઓનલાઇન થશે ઉજવણી

author img

By

Published : May 31, 2021, 6:54 PM IST

Updated : Aug 10, 2022, 6:19 PM IST

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં 7માં યોગ દિવસની ઉજવણીનું આયોજન થશે. આ અભિયાનનું સૂત્ર અપાયું છે હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત એક મહિના સુધી રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ અભિયાન ચાલશે.

7માં યોગ દિવસની ઓનલાઇન થશે ઉજવણી, તંત્ર દ્વારા કરાયું આયોજન
7માં યોગ દિવસની ઓનલાઇન થશે ઉજવણી, તંત્ર દ્વારા કરાયું આયોજન

અમદાવાદઃ યોગને આખા વિશ્વમાં પહોચાડવા માટે 21 જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરવવામાં આવ્યો છે. ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપવા 1 જૂન થી 21 જૂન સુધીનું વર્ચ્યુઅલ યોગ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં નાગરિકો સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને યોગ થકી લોકોના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય સુધારો કરવાનો આ ઝૂંબેશનો હેતુ છે.

આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતભરના સમુદાયો અને પરિવારોમાં યોગની શક્તિઓ ફેલાવવા માટે આ મેગા કેમ્પેઇન હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પેઇન દરમિયાન યોગ સાધના થી ઇમ્યુનિટી વધારવા માટે યોગ, સૂર્યનમસ્કાર, શ્વસનતંત્ર ફેફસાને સ્વસ્થ રાખવા માટે યોગ, ઓક્સિજન લેવલ વધારવા માટે યોગ, યોગની સાથે કોરોના સામે લડત જેવા અનેક જીવનદાયી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મેડિકલ સાયન્સે પણ સ્વીકારી લીધું છે કે યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નહી સંપુર્ણ ચિકિત્સાવિજ્ઞાન છે. હવે દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે, જીવનમાં સારૂં સ્વાસ્થ્ય, સફળતા અને સંપૂર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ છે.

આ પણ વાંચોઃ 25થી વધુ ગંભીર ગુનાઓનો રીઢો આરોપી અઝહર કીટલી ગુજરાત એટીએસે પકડ્યો

યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ સતત કાર્યશીલ રહે છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં યોગ કોચ નીમી, તેમજ યોગ કોચને તાલીમ આપી તાલીમબદ્ધ યોગ કોચ બનાવવા અને દરેક યોગ કોચ હેઠળ 100 જેટલાં યોગ ટ્રેનરો તૈયાર કરવા અંગેની કામગીરીઓ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખી આ યોગ ટ્રેનરો દ્વારા યોગ વર્ગો તેમના વિસ્તારમાં યોગ બોર્ડ અંતર્ગત શરૂ કરાવવાની કામગીરી બોર્ડ દ્રારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સંસ્થા આરોગ્યપ્રદ જીવનશૈલીને જીવનના દરેક ક્ષેત્રના લોકોને સુલભ બનાવવા માટે કાર્યરત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાલમાં 1 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવા અને 25,000 યોગ વર્ગો શરૂ કરવાનું લક્ષ્ય પૂર્ણ કરવાની વિચારણા પર છે.

1 જૂનથી 21 જૂન સુધી જીવંત કાર્યક્રમ સાતમાં વિશ્વ યોગ દિવસ -2021 ના સંદર્ભમાં 1 જૂનથી 21 જૂન સુધી સવારના 6.30થી 8.00 દરમિયાન ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેનના માર્ગદર્શન હેઠળ અલગ અલગ વિષય ઉપર યોગના જીવંત કાર્યક્રમ સરકારની VANDE Gujarat 1 DTH TV ચેનલ પર બતાવવામાં આવશે.

આ પણ વાંચોઃ No Tobacco Day 2021 પર પ્રફુલ પટેલ ટ્વિટ કરતા થયા ટ્રોલ, લોકોએ કહ્યું " પહેલા તમે તમાકુ ખાવાનું બંધ કરો "

Last Updated : Aug 10, 2022, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.