ETV Bharat / city

પીએમ મોદી મોદીસમાજના કાર્યક્રમમાં પહેલીવાર હાજર રહ્યાં, કહી મહત્ત્વની વાત

author img

By

Published : Oct 10, 2022, 8:21 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ( PM Modi in Ahmedabad ) છારોડી પાસે પોતાના સમાજના એક કાર્યક્રમમાં હાજરી ( PM Modi attended program of Modi Community ) આપી હતી. પોતાના સમાજમાં પહેલીવાર હાજરી ( first time in Ahmedabad ) આપતાં તેમણે શૈક્ષણિક સ્કૂલનું લોકાર્પણ કરી સમાજના બાળકોને શિક્ષણ અને સ્કિલ ડેવલપ પર વધુ ધ્યાન આપવાની વાત કરી હતી.

પીએમ મોદી મોદીસમાજના કાર્યક્રમમાં પહેલીવાર હાજર રહ્યાં, કહી મહત્ત્વની વાત
પીએમ મોદી મોદીસમાજના કાર્યક્રમમાં પહેલીવાર હાજર રહ્યાં, કહી મહત્ત્વની વાત

અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસ પ્રવાસે ( PM Modi Gujarat Visit ) આવ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં ( PM Modi in Ahmedabad ) તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ પહેલીવાર ( first time in Ahmedabad ) સમાજના મોદીસમાજના શૈક્ષણિક સંકુલ લોકાર્પણમાં ટૂંકી હાજરી ( PM Modi attended program of Modi Community ) આપી હતી. ત્યાં તેમણેે પોતાના સમાજના વડીલો અને આગેવાનોને સંબોધ્યા હતાં. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતનો મોદીસમાજ એક જગ્યા પર એકત્રિત થયો હતો.

મારો સમાજ કે મારો પરિવાર મારી પાસે કોઈ નાનું કામ લઈને પણ આવ્યો નથી

મારો સમાજ મારા માટે ગૌરવની વાત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મારો સમાજ અન્ય સમાજ કરતા ઘણો નાનો છે પણ મારા માટે આ સમાજ ગૌરવની વાત છે. હું ગુજરાતમાં સૌથી વધુ મુખ્યપ્રધાન પદ પર રહ્યો હતો અને હવે બીજી વખત દેશના વડાપ્રધાન પદ પર ચૂંટાઈ આવ્યો છું. તેમ છતાં મારો સમાજ કે મારો પરિવાર મારી પાસે કોઈ નાનું કામ લઈને પણ ( PM Modi attended program of Modi Community ) આવ્યો નથી. કારણ કે કોઈ સમાજનો વ્યક્તિ આટલા મોટા પદ હોય તો કોઈ વસ્તુ માંગ કરી શકે છે પણ આટલા વર્ષ સુધી આટલા મોટા પદ પર હોવા છતાં કોઈ માંગ કરી નથી જેથી આજ મને મારા સમાજ પર ગૌરવ છે.

શિક્ષણને પ્રાથમિકતા આપવી જરૂરી વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે જે સમાજ શિક્ષણને પ્રાથમિકતા આપે છે તે સમાજ આગળ આવે છે.ત્યાર આજે મારા સમાજે ( PM Modi attended program of Modi Community )સમાજના બાળકોના અભ્યાસ માટે નવા શિક્ષણ સંકુલ શરૂઆત કરી છે.જેથી હવે આપણા સમાજનો દીકરો કે દીકરી પણ ડોકટર, એન્જીનીયર બનશે. આજ એક નાના સમાજે મોટું કામ કર્યું છે. આ કામ કરવું અન્ય સમાજ સમૃદ્ધ હોવાથી કામ કરવું ડાબા હાથનું કામ છે પણ આપણા માટે આ નાનું કામ બહુ મોટું કામ કહી શકાય.

આ સમાજ કોઈને નડ્યો નથી વધુમાં જણાવ્યું હતું કે આ સમાજ સમગ્ર રાજ્યમાં ફેલાયેલો છે પણ બહુ ઓછી સંખ્યામાં છે. પણ નવાઈની વાત છે મોદી સમાજ અત્યાર સુધી કોઈને નડ્યો નથી. કોઈને હેરાન કે પરેશાન કર્યો ( PM Modi attended program of Modi Community )નથી.આ સમાજ અનેક અપમાન સહન કરી અહીંયા પહોંચ્યો છે. સાથે સમાજના લોકોને કહ્યું હતું કે જો તમારો બાળક અભ્યાસમાં નબળો હોય તો એની સ્કિલ ડેવલપ કરજો જેથી ભવિષ્યમાં તેને પાછળ જોવું નહીં પડે.

સમાજની માફી માંગી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સમાજની માફી ( PM Modi attended program of Modi Community )માંગતા જણાવ્યું હતું કે આજ સમાજના કાર્યક્રમમાં સમાજના વડીલો અહીંયા સ્ટેજ પર હોવા જોઈએ પણ સરકારી નિયમ અને પ્રોટોકોલ ( PM Modi Gujarat Visit ) મુજબ તમે અહીંયા કે હું ત્યાં આવી શકતો નથી. તમે પણ આ કાર્યક્રમમાં પણ વહેલા આવી હેરાન થયાં હશો જેથી હું સમાજના તમામ વડીલો અને આગેવાનોની માફી માંગુ છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.