ETV Bharat / city

સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા હાઇકોર્ટમાં પિટિશન, રાહુલ ગાંધી કેસ મામલો

author img

By

Published : Aug 20, 2021, 4:50 PM IST

Updated : Aug 22, 2021, 9:18 AM IST

સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા હાઇકોર્ટમાં પિટિશન, રાહુલ ગાંધી કેસ મામલો
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા હાઇકોર્ટમાં પિટિશન, રાહુલ ગાંધી કેસ મામલો

સુરતની કોર્ટમાં શહેરના પશ્ચિમના ધારાસભ્ય પૂણેશ મોદી દ્વારા લોકસભા ચૂંટણી દરમિયાન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં જનસભામાં મોદી સમાજ ઉપર કટાક્ષ થયો હતો અને મોદી સમાજને ચોર કહ્યો હતો. તે વખતે ધારાસભ્ય દ્વારા સુરતની કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટ દ્વારા સાક્ષીમાં મૂકેલ વિડિઓ અને સીડી માન્ય રાખેલી નહી. જેથી ધારાસભ્યે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે.

  • ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પિટિશન કરવામાં આવી
  • રાહુલ ગાંધી સામે મોદી સમાજને અપશબ્દ કહ્યાંનો કેસ
  • પુરાવાની સીડી, વિડીયોને મામલે પિટિશન કરી

    સુરતઃ શહેરની કોર્ટમાં શહેરના પશ્ચિમના ધારાસભ્ય પૂણેશ મોદી દ્વારા કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના પોલાર ખાતે ચૂંટણી જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોદી સમાજ અને ચોર જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી તે વાતને લઈને ધારાસભ્ય દ્વારા સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીના ફરિયાદ નોંધાવી હતી.જોકે ત્યાર બાદ ધારાસભ્ય દ્વારા સાક્ષી તરીકે રજૂ કરાયેલી સીડીને સુરતની ચીફ જ્યુડીશિયલ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ ધારાસભ્ય પૂણેશ મોદી તથા તેમના વકીલ દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા આ કેસમાં તમામ બાબતોને ધ્યાનમાં લેતા સાક્ષીઓની તપાસ માટેની મંજૂરી આપી દીધી છે.
    રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં જનસભામાં મોદી સમાજ ઉપર કટાક્ષ થયો હતો અને મોદી સમાજને ચોર કહ્યો હતો

નીચલી કોર્ટમાં પિટિશન નામંજૂર

2019ના લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા જે નિવેદનો કરવમાં આવ્યા હતાં. "સભી ચોરો કા ઉપનામ મોદી ક્યું" શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બધા ચોરની અટક મોદી કેમ જેને કારણે સમગ્ર મોદી સમાજ, મોદી જ્ઞાતિ, મોદીનામ ધારી બધા વિશે વાત કરીયે તો 13 કરોડ આખા દેશમાં તેની સમાજમાં સૌ મોદી સમાજનું અપમાન થયું છે. તે કારણેે નામદાર કોર્ટમાં સુરતની કોર્ટની અંદર બદનક્ષીનો દાવો રજૂ કર્યો હતો.પરંતુ એ દાવા દરમિયાન બોલાવનાર ચૂંટણી અધિકારીને તપાસતા એવું માલુમ થયું કે આ રેકોર્ડિંગ કરનાર સીડી રેકોડિઁગ કરનારથી લઈને જે આખી સિસ્ટમ છે. તો અને સાક્ષી તરીકે જોડીને એને તપાસવાનું ખૂબ જ અગત્યનું હતું. એટલા માટે અમે નામદાર સુરતની કોર્ટમાં અરજી કરી પરંતુ એ અરજી રિજેક્ટ થઇ હતી. જેને કારણેે અમે નારાજ થઇ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી. મહત્વનો સાક્ષી તપાસવા અમારી પિટિશન એલાઉ થઇ છે.નીચલી કોર્ટને ઓર્ડર જશે અને ફરીથી બીજા સાક્ષી તપાસવાની અમને તક મળશે.

ચૂંટણી અધિકારીઓની સાથે આખી એક સિસ્ટમ છે. ચૂંટણી અધિકારી, નામદાર કલેક્ટર, નાયબ અધિકારી, વિડિઓ રેકોડિઁગ કરનારની એક આખી ટીમ એની અંદર કેમેરામેન આખી સિસ્ટમ છે. એટલે સાક્ષી તપાસવાની અમારી માટે ખૂબ જરૂરિયાત હોવાથી નીચલી કોર્ટમાં નામંજૂર થઇ તો અમે હાઇકોર્ટ ગયાં ત્યાં અમારી પિટિશન એલાઉ થઇ.

અમારી પાસે ત્રણ સીડી-એક પેનડ્રાઈવ

પૂણેશ મોદીના વકીલ દ્વારા એમ કહેવામાં આવ્યુે છે કે આ કેસનો જે સ્ટેટ્સ છે તે સ્ટેટ્સ જોવામાં આવે તો એ પ્રમાણે જયારે પુરાવો શરૂ થયો ત્યારથી અમુક હકીકતો નામદાર અદાલત તરફથી એ પ્રકારે પૂણેશભાઈની જુબાની નિર્ણય કે અમારે જે ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે.જેમાં ત્રણ સીડી અને એક પેનડ્રાઈવ એનો ઉદભવ ક્યાંથી થયો અને એની ઓથેન્ટિસિટી શું છે.આ બે મુદ્દાઓ ઉપર અમારે પુરાવો આપવો એવો નામદાર કોર્ટમાં પૂણેશ મોદીની જુબાનીમાં જ ઓબ્ઝરવેશન હતું અને એ આધારે અમે અરજી કરી હતી.પરંતુ નામદાર અદાલતને અમારી અરજી યોગ્ય ન લાગી એટલે નામદાર અદાલતે અમારી અરજી નામંજૂર કરી. એટલે અમે હાઇકોર્ટમાં ગયાં ત્યાં અમારી અરજીને યોગ્ય જોઈ ફરી તક અમને આપી છે.

આ પણ વાંચોઃ મોદી સમાજ વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું જ નથી - સુરત ચીફ કોર્ટમાં રાહુલ ગાંધીએ રજૂ કર્યું 4 પેજનું સ્ટેટમેન્ટ

આ પણ વાંચોઃ ભાજપ MLA પૂર્ણેશ મોદીએ કહ્યું- 'કોંગી MLAને બે અઠવાડીયા સુધી આઇસોલેશન વોર્ડમાં રાખવા જોઈએ'

Last Updated :Aug 22, 2021, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.