ETV Bharat / city

અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવો નિયમ, નાઈટ કરફ્યુમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે

author img

By

Published : Apr 27, 2021, 11:00 PM IST

અમદાવાદમાં કોરોના કેસોને નિયંત્રણમાં લાવવા ચુસ્ત નિયમો લાદવામાં આવી રહ્યા છે. લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમોના પાલન વડે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે જેમાં નાઇટ કરફ્યુમાં લોકોને બહાર નીકળવું હશે તો તેમને વાહન પર સ્ટીકર લગાડવું પડશે, નહિ તો તેઓ બહાર નહિ નીકળી શકે.

અમદાવાદ
અમદાવાદ

  • અમદાવાદ શહેર પોલીસની પહેલ, વાહનો પર સ્ટીકર ફરજીયાત
  • મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરનું સ્ટીકર લગાવશે
  • ખાદ્ય સામગ્રી , સાકભાજી , ફ્રૂટ, ફળફળાદી, દૂધ પેકિંગ ફૂડ માટે લીલા કલરનું સ્ટીકર લગાવવામાં આવશે
    અમદાવાદ

અમદાવાદ: શહેર પોલીસ દ્વારા નાઈટ કરફ્યુના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેથી હવે નાઈટ કરફ્યુમાં કારણ વગર હેરાફેરી કરી નહિ શકાય. નાઈટ કરફ્યુમાં આવશ્યક સેવા ધરાવનારા તમામ વાહનો પર સ્ટીકર લગાવવા આવશે. અલગ અલગ પ્રકારની સેવા આપતા લોકોને અલગ અલગ રંગના સ્ટીકર આપવામાં આવશે. આ સ્ટીકર પરથી પોલીસ સરળતાથી સર્વિસ આપનારા અને સર્વિસ ન આપનારા લોકોની ઓળખ કરી શકશે.

અમદાવાદ
અમદાવાદ
અમદાવાદ
અમદાવાદ

AMCના કર્મચારી, ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા માટે પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે

અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં આ સ્ટીકરો આપવામાં આવ્યા છે. રાત્રિ કરફ્યુ દરમ્યાન આ ત્રણ સ્ટીકર ધરાવનાર લોકોને અવરજવરમાં આસાની રહે તે માટે પોલીસ દ્વારા આ નવો નિર્ણય બહાર પાડવામાં આવ્યો છે. તેમજ કારણ વગર ફરતા લોકો પર લગામ મૂકાશે.

અમદાવાદ
અમદાવાદ

આ પણ વાંચો: અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલને રેમડેસીવીર આપવાના બંધ કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.