ETV Bharat / city

NSUI will calls for Gujarat Bandh : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ રદ નહીં થાય તો ગુજરાત બંધનું એલાન અપાશે

author img

By

Published : Dec 17, 2021, 8:19 PM IST

ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષા યોજાયા બાદ પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થવાનું સામે આવ્યું હતું. પેપર લીક મામલે વિવિધ સંગઠનોએ વિરોધ કર્યો હતો ત્યારે NSUI Gujaratએ પણ પરીક્ષા રદ (NSUI will calls for Gujarat Bandh ) કરવાની માગણી કરી છે.

NSUI will calls for Gujarat Bandh : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ રદ નહીં થાય તો ગુજરાત બંધનું એલાન અપાશે
NSUI will calls for Gujarat Bandh : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ રદ નહીં થાય તો ગુજરાત બંધનું એલાન અપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પાસે NSUI Gujarat દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે (GSSSB Head Clerk Paper Leak 2021) વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ સુત્રોચાર અને બેનરો સાથે વિરોધ કર્યો હતો. NSUIએ માંગણી કરી હતી કે સરકાર પરીક્ષા રદ કરે નહીં તો આગામી દિવસમાં બંધનું એલાન (NSUI will calls for Gujarat Bandh) આપીને વિરોધ કરવામાં આવશે. યુનિવર્સીટી પાસે વિરોધ કરી રહેલા NSUIના તમામ નેતા અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

સરકાર 2014થી પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે

NSUI ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે સરકાર 2014થી પરીક્ષા લેવામાં નિષ્ફળ ગઈ છે. પરીક્ષામાં મર્યાદિત જગ્યા માટે લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે અને સરકાર પોતાના મળતીયાઓને પાસ કરાવીને ભરતી કરે છે. પેપર લીક થતા હવે હેડ કલાર્કની પરીક્ષા રદ કરી (GSSSB Head Clerk Paper Leak 2021) નવેસરથી પરીક્ષા યોજવી જોઈએ. આમ નહીં થાય તો આગામી દિવસમાં સમગ્ર ગુજરાત બંધ (NSUI will calls for Gujarat Bandh) કરીને રસ્તા પર ઉતરીને આંદોલન કરવામાં આવશે.

NSUI ગુજરાત બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે

પેપર લીક મામલે ગાજવીજ

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા લીક થયું (GSSSB Head Clerk Paper Leak 2021) તેનો મામલો ખૂબ જ ગરમાયો છે. આ અંગે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાને પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, મીડિયા અને સોશિયલ મીડિયા પરથી અમને પેપર લીક થયું હોવાનું (State Home Minister Harsh Sanghvi on Paper Leak Case) જાણવા મળ્યું હતું. સાથે જ પ્રધાને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું હતું. બીજી તરફ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારને એક અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 72 કલાકમાં અસિત વોરાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પદ પરથી (Demand for removal of Asit Vora from the post of Gujarat Secondary Service Selection Board) હટાવવામાં નહીં આવે તો અમે આંદોલન (Young leader threatens to agitate) કરીશું.

વધુ ખુલાસા થવાની સંભાવના

આપને જણાવી દઈએ કે, બિનસચિવાલય ક્લાર્ક માટે 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે છેલ્લા 2 દિવસથી ગાંધીનગર ખાતેથી આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ (Yuvraj Singh Leader of Aam Aadmi Party) પ્રેસ કોન્ફરન્સથી રજૂઆતો કરી રહ્યા છે. તેમણે ગાંધીનગરમાં ચાર ગાડીઓના પણ નંબર આપ્યા હતાં. જે પૈકી એક ગાડી હિંમતનગર બાયપાસ રોડ ઉપર મળતા વહીવટીતંત્ર પણ દોડતું થયું છે. આ મામલે આગામી સમયમાં હજી પણ વધારે ખુલાસા થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે.

સાબરકાંઠા પોલીસનું નિવેદન

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે કુલ 11 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ (Sabarkantha police investigation) દાખલ કરી છે. જે પૈકી 6ની અટકાયત થઈ ચૂકી છે તેમજ અન્ય 4 ની તપાસ હજુ યથાવત છે. જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આગામી સમયમાં તમામ ગુનાનો ભેદ ઉકેલવામાં આવશે તેમ જ આરોપીઓના મૂળ સુધી પહોંચવામાં આવશે.

આમ સમગ્ર મામલાએ લઇને રાજકીય તુલ પકડ્યો છે અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે તીખા તેવર બતાવતાં બંધની (NSUI will calls for Gujarat Bandh)ચીમકી આપી છે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસે 6 આરોપીની અટક કરી, હજુ 4ની તપાસ જારી

આ પણ વાંચોઃ Bin Sachivalay Paper Leak Case: સાબરકાંઠામાંથી મળેલી બિનવારસી કારનો ઉપયોગ પેપર લીકમાં થયો હોવાનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.