ETV Bharat / state

Bin Sachivalay Paper Leak Case: સાબરકાંઠામાંથી મળેલી બિનવારસી કારનો ઉપયોગ પેપર લીકમાં થયો હોવાનો આક્ષેપ

author img

By

Published : Dec 16, 2021, 10:09 AM IST

Updated : Dec 16, 2021, 3:55 PM IST

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાએ સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજ્યમાં બહુચર્ચિત બિનસચિવાલય કારકૂનની પરીક્ષા મામલે (Bin Sachivalay Paper Leak Case) દિનપ્રતિદિન નવા નવા ખુલાસા (Various disclosures in non-secretariat examinations) થઈ રહ્યાં છે. આ કેસમાં 4 વાહનનો સંડોવણી હોવાની ચર્ચા બાદ તેમાંથી એક કાર સાબરકાંઠાના હિંમતનગરમાંથી મળી આવતા ખળભળાટ (Unoccupied car found from Himmatnagar of Sabarkantha) મચ્યો છે.

Bin Sachivalay Paper Leak Case: સાબરકાંઠામાંથી મળેલી બિનવારસી કારનો ઉપયોગ પેપર લીકમાં થયો હોવાનો આક્ષેપ
Bin Sachivalay Paper Leak Case: સાબરકાંઠામાંથી મળેલી બિનવારસી કારનો ઉપયોગ પેપર લીકમાં થયો હોવાનો આક્ષેપ

  • ગુજરાતમાં હવે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવા બની સામાન્ય બાબત
  • બહુચર્ચિત બિનસચિવાલય કારકુનની પરીક્ષા મામલે થઈ રહ્યા છે નવા ખુલાસા
  • ગાંધીનગરમાં અપાયેલા 4 વાહનોમાંથી એક કાર સાબરકાંઠામાંથી બિનવારસી હાલતમાં મળી

સાબરકાંઠાઃ રાજ્યમાં બહુચર્ચિત બિન સચિવાલય કારકુનની પરીક્ષામાં દિન-પ્રતિદિન (Bin Sachivalay Paper Leak Case) નવા ખુલાસા થઈ રહ્યાં છે ત્યારે ગાંધીનગર ખાતે 4 વાહનના નંબર અપાયા હતા, જે પૈકી એક કાર હિંમતનગરમાંથી મળી આવતા જિલ્લામાં ભારે (Unoccupied car found from Himmatnagar of Sabarkantha ) ખળભળાટ મચ્યો છે. આગામી સમયમાં મામલે અનેક ખુલાસા થવાની (Various disclosures in non-secretariat examinations) સંભાવના પ્રબળ બની છે.

આ પણ વાંચો- GSSSB Head Clerk Paper Leak: રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ અને આપે ભાજપ સરકારને ઘેરી

બાયપાસ રોડ પરથી મળી આવી કાર

પેપર લીક મામલે હોબાળો (Bin Sachivalay Paper Leak Case) અને વિરોધ કરનારા આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે 4 નંબર જાહેર કર્યા હતા, જેમાં એક ઈનોવા સાબરકાંઠામાં હિંમતનગરના બાયપાસ રોડ પર પાવર ટેક શો રૂમ બાજુમાં ખુલ્લી જગ્યામાંથી મળી આવી હતી, જેનો ઉપયોગ બહુચર્ચિત બિનસચિવાલય કારકુન ક્લાર્કની પરીક્ષામાં (Bin Sachivalay Paper Leak Case) કરાયો હોવાનો આક્ષેપ છે. આ કાર હિંમતનગરના અમી ઓટો ગેરેજમાંથી મળી આવી હતી.

આ પણ વાંચો- Exam Paper Leak In Gujarat: ગૌણ સેવા હેડ ક્લાર્ક પેપર લીક મુદ્દે અસિત વોરા કરશે મહત્વની જાહેરાત

80,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

આ મામલે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ (Aam Aadmi Party Press Conference) કરી માહિતી આપી હતી. આપને જણાવી દઈએ કે, બિનસચિવાલય ક્લાર્ક માટે 80,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે છેલ્લા 2 દિવસથી ગાંધીનગર ખાતેથી આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ (Yuvraj Singh Leader of Aam Aadmi Party) પ્રેસ કોન્ફરન્સથી રજૂઆતો કરી રહ્યા છે. તેમણે ગાંધીનગરમાં ચાર ગાડીઓના પણ નંબર આપ્યા હતા, જે પૈકી એક ગાડી હિંમતનગર બાયપાસ રોડ ઉપર મળી આવતા વહીવટીતંત્ર પણ તાત્કાલિક ધોરણે દોડતું થયું છે

વધુ ખુલાસા થવાની સંભાવના

હવે આ મામલે આગામી સમયમાં હજી પણ વધારે ખુલાસા થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. જોકે, આગામી સમયમાં પોલીસ તંત્ર સહિત રાજકીય અગ્રણીઓની પણ નામ ખૂલવાની સંભાવના છે. ત્યારે જરૂરી છે કે, આ મામલે આગામી સમયમાં રાજકીય પક્ષે કેવા અને કયા લોકોના નામ ખૂલે છે સાથે સાથે થઈ રહેલા આક્ષેપોમાં કેટલી શક્યતા છે. તે પણ સમય ઉપર આધારિત રહે છે. જોકે, એક તરફ દિન-પ્રતિદિન ખુલાસાઓ વધી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આરોપીઓ સામે ઠોસ પગલાં લેવાય તે જરૂરી બન્યું છે ત્યારે આ મામલે આગામી સમયમાં કેટલા અને કયા પગલા લેવાય છે.

Last Updated :Dec 16, 2021, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.