ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસે 6 આરોપીની અટક કરી, હજુ 4ની તપાસ જારી

author img

By

Published : Dec 17, 2021, 2:09 PM IST

Updated : Dec 17, 2021, 4:02 PM IST

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે કુલ 11 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ (Sabarkantha police investigation) દાખલ કરી છે. જે પૈકી 6ની અટકાયત થઈ ચૂકી છે તેમજ અન્ય 4 ની તપાસ હજુ યથાવત છે. જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આગામી સમયમાં તમામ ગુનાનો ભેદ ઉકેલવામાં આવશે તેમ જ આરોપીઓના મૂળ સુધી પહોંચવામાં આવશે.

GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસે 6 આરોપીની અટક કરી, હજુ 4ની તપાસ જારી
GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસે 6 આરોપીની અટક કરી, હજુ 4ની તપાસ જારી

સાબરકાંઠા: ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની 189 જગ્યાઓ માટે 80,000થી વધારે વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં પરીક્ષા આપી હતી. જોકે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા યુવરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરી પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયાના વિવિધ પુરાવાઓ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળને આપતા તેમની સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને મેઇલ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી (Sabarkantha police investigation) કરવાની સુચના આપવામાં આવી હતી.

3 દિવસથી હતો તપાસનો દોર

સમગ્ર મામલે ગણતરીની મિનિટોમાં જ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આ મામલે 11 જેટલા આરોપીઓ (GSSSB Head Clerk Paper Leak 2021) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે પૈકી છની અટકાયત થઈ ચૂકી છે તેમ જ અન્ય જિલ્લાભરની પોલીસ કામે લાગી છે. આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળની પરીક્ષા ગાંધીનગર કક્ષાએ અપાયેલા પુરાવાઓના આધારે જિલ્લા પોલીસે (Sabarkantha police investigation) ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ આદર્યો હતો.

ભેદ ઉકેલવામાં આવશે તેમ જ આરોપીઓના મૂળ સુધી પહોંચવામાં આવશે

નામજોગ 11 લોકો સામે ફરિયાદ દાખલ

હાલના તબક્કે 11 જેટલા વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ (Sabarkantha police investigation) દાખલ કરી છે તેમ જ છ આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે. આગામી સમયમાં આ તમામ આરોપીઓ સામે પૂછપરછ હાથ ધરી સમગ્ર કૌભાંડનો (GSSSB Head Clerk Paper Leak 2021) પર્દાફાશ કરવામાં આવશે. બાકીનાને તાત્કાલિક ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્ક પેપર લીક મામલે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લામાં ફફડાટ સર્જાયો છે. પેપર લીક કૌભાંડ મામલે જોડાયેલા આરોપીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. જિલ્લા પોલીસ વડાએ આપેલા નિવેદન બાદ આગામી સમયમાં હજુ વધુ નામ ખૂલે તેવી સંપૂર્ણ સંભાવનાઓ છે.

આ પણ વાંચોઃ Head Clerk's Exam Paper Leaked : હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલે વીરોધ પક્ષના નેતાએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: પ્રાંતિજ પોલીસે 10 આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધી, 6ની ધરપકડ

Last Updated : Dec 17, 2021, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.