ETV Bharat / state

GSSSB Head Clerk Paper Leak 2021: પ્રાંતિજ પોલીસે 10 આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધી, 6ની ધરપકડ

author img

By

Published : Dec 17, 2021, 12:14 PM IST

રાજ્યમાં બિનસચિવાલય હેડ ક્લાર્ક માટે લેવાયેલી પરીક્ષાનું પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) થયું છે. ત્યારે આ મામલે સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં (A police complaint was registered against the accused in Sabarkantha) ગુનો નોંધાયો (Prantij police registered a complaint against the accused) છે. તેમ જ જિલ્લા પોલીસે આ મામલે 6 લોકોની અટકાયત કરી છે. જ્યારે અન્ય 4 લોકોની તપાસ ચાલી રહી છે. તપાસનો ધમધમાટ તેજ થતા જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.

GSSSB Head Clerk Paper Leak 2021: પ્રાંતિજ પોલીસે 10 આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધી, 6ની ધરપકડ
GSSSB Head Clerk Paper Leak 2021: પ્રાંતિજ પોલીસે 10 આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધી, 6ની ધરપકડ

સાબરકાંઠાઃ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળે બિનસચિવાલય હેડ ક્લાર્કની (GSSSB Head Clerk Paper Leak 2021) 189 જગ્યાઓ માટે રવિવારે પરીક્ષા લીધી હતી. જ્યારે 80,000થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. તો આ પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં (Prantij police registered a complaint against the accused) 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પોલીસે અત્યારે 6 લોકોની (Sabarkantha police investigation) ધરપકડ કરી છે. તો અન્ય 4 આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે.

આરોપીઓની ધરપકડ

પ્રાંતિજના ખાનગી ફાર્મમાં પેપર લીક થયું હોવાનો આક્ષેપ

આપને જણાવી દઈએ કે, પ્રાંતિજ નજીક આવેલા ખાનગી ફાર્મ હાઉસમાં પેપર લીક થયું (Paper leak at a private farmhouse near the Prantij) હોવાનો આક્ષેપ યુવા નેતા યુવરાજ સિંહે કર્યો હતો. યુવરાજ સિંહે ગાંધીનગરમાં આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારબાદ મામલો વધુ ગરમાયો હતો. તો હવે આ પેપર લીક કૌભાંડમાં વધુ મોટા નામ સામે આવે તેવી સંભાવના છે.

પોલીસની ટીમ ત્રણ દિવસથી કરી રહી હતી તપાસ

છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠા જિલ્લા પોલીસની વિવિધ ટીમ તપાસ (Sabarkantha police investigation) કરી રહી હતી. હવે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 10 લોકોની નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. જોકે, પોલીસ અત્યારે મુખ્ય આરોપીની તપાસ કરી રહી છે અને ગુજરાતમાં આવી ઘટના ફરી વાર ન બને તે માટે તંત્ર કડકમાં કડક સજા કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.