ETV Bharat / city

AMC Rathyatra Operation : રથયાત્રાને લઈને શહેરના મકાનમાલિકોને AMCની નોટીસ

author img

By

Published : Jun 25, 2022, 10:16 AM IST

Updated : Jun 25, 2022, 11:25 AM IST

AMC Rathyatra Operation : રથયાત્રાને લઈને શહેરના મકાન માલિકોને AMCની નોટીસ
AMC Rathyatra Operation : રથયાત્રાને લઈને શહેરના મકાન માલિકોને AMCની નોટીસ

અમદાવાદ શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન (Jagannath Rathyatra 2022) જગન્નાથ રથયાત્રા પહેલા કોર્પોરેશની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં રથયાત્રામાં આવતા તમામ રૂટ પર સઘન ચેકિંગ કરી જરૂરી મકાન (AMC Rathyatra Operation) માલિકોને કોર્પોરેશને નોટિસ પાઠવી છે.

અમદાવાદ : દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ (Jagannath Rathyatra 2022) શહેર માંથી નીકળે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને જે રૂટ પર ભયજનક મકાનો હતા. તેવા કુલ 326 મકાનોને નોટિસ (AMC Rathyatra Operation) પાઠવવામાં આવી છે. જ્યારે બીજા 20 જેટલા મકાનો પાડી દેવામાં આવ્યા છે.

રથયાત્રાના રુટ પર આવેલા મકામ માલિકોને AMCની નોટીસ

પોળના મકાનો વધારે ભયજનક - અમદાવાદમાં રથયાત્રા મોટાભાગનો રૂટ પોળમાંથી નીકળે છે. ત્યારે તે રસ્તા સાંકડા હોવાને કારણે સમસ્યા ઉભી થાય છે. જ્યારે બીજી બાજુ અમદાવાદ શહેર હેરિટેજ તો છે. પરંતુ, પોળની અંદર આવેલા મકાનોના માલિક અહીંયા રહેતા ન હોવાને કારણે મકાનનું યોગ્ય રીનોવેશન થતું ન હોવાને કારણે (Ahmedabad Rathyatra 2022) મકાનો હાલત ખરાબ જોવા મળી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન સર્જાય તે માટે 326 જેટલા મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે.

મકાન
મકાન

આ પણ વાંચો : ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવાની અનોખી રસમ, 5 દિવસ સુધી ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે

કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો - રથયાત્રા 1 જુલાઈના રોજ નીકળવાની છે. હજુ પણ આ રૂટ પર કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે તે માટે કમિશનર અધ્યક્ષતામાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ નાગરિક આ રથયાત્રાના રૂટ પર અડચણ રૂપ (Ahmedabad Rathyatra Route) હોય તેની ફરિયાદ દાખલ કરી શકાશે. જેનું નિરાકરણ 24 કલાકની અંદર લાવવામાં આવશે.

AMCની નોટીસ
AMCની નોટીસ

આ પણ વાંચો : ભગવાન જગન્નાથજીના વાઘા થયા તૈયાર, જાણો શું છે ખાસ વિશેષતા

ખડિયામાં 173 મકાનો જર્જરિત મકાનો - રથયાત્રામાં કુલ 326 મકાનો ભયજનક છે. પરંતુ, જેમાં સૌથી વધુ મકાનો ખડિયામાં 173 મકાનો ભયજનક છે. આ ઉપરાંત જમાલપુરમાં 10 મકાન, દરિયાપુરમાં 78, શાહપુરમાં 4 શાહીબાગમાં 8 મકાન જર્જરિત છે. તે તમામ મકાન માલિકોને નોટિસ (AMC Regarding Rathyatra Notice) આપવામાં આવી છે. જ્યારે વધુ ભયજનક મકાન પાડી દેવામાં આવ્યા છે.

Last Updated :Jun 25, 2022, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.