ETV Bharat / state

ભગવાન જગન્નાથજીના વાઘા થયા તૈયાર, જાણો શું છે ખાસ વિશેષતા

author img

By

Published : Jun 24, 2022, 4:20 PM IST

ભગવાન જગન્નાથજીના વાઘા તૈયાર, શું છે ખાસ વિશેષતા, જૂઓ....
ભગવાન જગન્નાથજીના વાઘા તૈયાર, શું છે ખાસ વિશેષતા, જૂઓ....

ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો (Jagannath Rathyatra Ahmedabad)બાકી છે. ભગવાન જગન્નાથ લગભગ બે વર્ષ પછી નગરચર્યાએ (Wagha of Lord Jagannath)નીકળશે. આ વખતે ભગવાન જગન્નાથના ખાસ રજવાડી થીમ પર વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. તો કપડાની વિશેષતા શું છે અને કેવા પ્રકારનું વર્ક અને આ વખતે શું ખાસ અલગ તૈયારી કરવામાં આવી છે.આવો જાણીએ ભગવાન જગન્નાથના વાઘા વિશે.

અમદવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો (Rathyatra 2022)બાકી છે ત્યારે, ભગવાન જગન્નાથ લગભગ બે વર્ષ પછી નગરચર્યાએ નીકળશે. આ વખતે ભગવાને રથયાત્રા માટે ભગવાન જગન્નાથના (Jagannath Rathyatra Ahmedabad)ખાસ રજવાડી થીમ પર વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. તો કપડાની વિશેષતા શું છે અને કેવા પ્રકારનું વર્ક અને આ વખતે શું ખાસ અલગ તૈયારી કરવામાં આવી છે તેની ખાસ વાતચીત સુનિલ સોનીએ ETV Bharat સાથે કરી હતી. આવો જાણીએ ભગવાન જગન્નાથના વાઘા વિશે.

વાઘા

આ પણ વાંચોઃ Jagannath Rathyatra 2022 : કોર્પોરેશન પદાધિકારીઓ સ્થળ પર જઇ કર્યું આ કામ

રથયાત્રામાં સૌ પ્રથમ વખત ભગવાન માટે બખતર તૈયાર - ભગવાન જગન્નાથજીના વાઘા સુનિલ સોની 19 વર્ષથી બનાવી રહ્યા છે. ત્યારે તેમણે આ વર્ષે જે ભગવાન માટે ખાસ રજવાડીથી પર તૈયાર (145 Jagannath Rathyatra)કરવામાં આવ્યા છે. તેની વિશે ઊંડાણપૂર્વક વાત કરતા જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સૌ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર કરાયું છે. પહેલાના યુગમાં રાજા-મહારાજાઓ યુદ્ધ વખતે પહેરતા હતા. જ્યારે ભગવાન જગન્નાથતો સૌના રાજા છે તેવા વિશેષ ભાવ સાથે રાખીને ભગવાન માટે વખતે બખ્તર તૈયાર કરાયું છે.

વાઘા
વાઘા

પીળા રંગના વાઘા ધારણ કરશે - આ બખ્તરની વિશેષતા એ છે કે આખું મોતીથી ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક, તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડા વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. એકમના દિવસે ભગવાન સોનાવેશ જેવા પીળા રંગના વાઘા ધારણ કરશે. આ ઉપરાંત ભાઈ બલરામ અને માતા સુભદ્રાજી માટેનું પણ શણગાર તૈયાર કરી દેવામાં આવ્યો છે.

વાઘા
વાઘા

આખી થીમ રજવાડી અને રાજાશાહી - આ વખતના વસ્ત્રોમાંએ વિશેષતા છે કે ભગવાનના જે વાઘા તૈયાર કરવામાં આવ્યા છે તેની આખી થીમ રજવાડી અને રાજાશાહી ઉપર તૈયાર કરવામાં આવી છે. ભગવાનના સોનેરી કલરના વસ્ત્રોની વાત કરીએ તો, એવામાં ટિકી વર્ક, રેશમ વર્ક સાથે સાથે ભગવાનને પ્રિય એવા મોરલાની બોર્ડર પણ કરવામાં આવી છે. ભગવાનના મુગટની વાત કરીએ તો આ વખતે ભગવાનના મુગટમાં ઓરીજનલ જરદોશી વર્કના છે. જે રીતે રાજા-મહારાજા પહેરતા હતાબલ તેવી રીતે પણ આ મુકુટને સજાવવામાં આવ્યા છે, મુકુટને ડાયમંડ હેન્ડ વર્ક રેશમ અને કસવ વર્કથી શણગારવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 145 Jagannath Rathyatra : ભગવાન જગન્નાથ મોસાળમાં માણી રહ્યાં છે આવી મહેમાનગતિ

મુકુટમાં ખાસ વિશેષતા - મુકુટમાં ખાસ વિશેષતા એ છે કે મુકુંટનું ખૂબ જ સુંદર અને બારીક થઈ વર્ક કરવામાં આવ્યું છે. સાથે સાથે બહેન સુભદ્રાજી માટે વિશેષ એવું પર્સ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ વખતેના વાઘા માટેનું કપડું મથુરા વૃંદાવન, સુરત જેવા શહેરોમાંથી લાવવામાં આવ્યું છે. જેમાં ગોટા પટ્ટી ખાટલી વર્ક કસાબ અને ડાયમંડ મોતી અને રેશમ જેવા વિવિધ વર્કનો સુભગ સમન્વય જોવા મળે છે.

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા - સુનિલભાઈએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 19 વર્ષથી ભગવાનના વાઘા બનાવી રહ્યા છે. જેમાં તેમની સાથે તેમનો પરિવાર પણ તેમણે સંપૂર્ણપણે મદદ કરે છે.અખાત્રીજથી લઈને ભગવાનના વાઘા બનાવવાની શરૂઆત થાય છે જે જેઠ વદ અગિયારસ સુધી ચાલે છે. ભગવાન જગન્નાથના વાઘા બનાવીને તેઓ પ્રભુના સાંનિધ્યમાં હોય તેવું અનુભવ કરતા હોય છે. ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની જઈ રહી છે ત્યારે આ વખતે ભગવાન બખ્તર સાથે નગરચર્યાએ નીકળશે. લોકોને પોતાના આર્શિવાદ આપશે.જય જગન્નાથ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.