ETV Bharat / city

MLA Jignesh Mevani in Ahmedabad : એરપોર્ટ પર જિગ્નેશ મેવાણીએ પીએમ મોદીની ટીકા કરતાં શું કહ્યું?

author img

By

Published : May 3, 2022, 8:18 PM IST

આસામ જેલમાંથી છુટકારા બાદ જિગ્નેશ મેવાણી અમદાવાદ (MLA Jignesh Mevani in Ahmedabad )પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport ) પર મેવાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે મેવાણીએ ધકપકડની ઘટનાને લઇને આકરા શબ્દ પ્રહાર કર્યાં હતાં.

MLA Jignesh Mevani in Ahmedabad : એરપોર્ટ પર જિગ્નેશ મેવાણીએ પીએમ મોદીની ટીકા કરતાં શું કહ્યું?
MLA Jignesh Mevani in Ahmedabad : એરપોર્ટ પર જિગ્નેશ મેવાણીએ પીએમ મોદીની ટીકા કરતાં શું કહ્યું?

અમદાવાદ- આસામ જેલમાંથી છુટકારા બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અમદાવાદ (MLA Jignesh Mevani in Ahmedabad )પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર (Ahmedabad Airport ) જિગ્નેશ મેવાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ બે કેસમાં જિગ્નેશ મેવાણીને 9 દિવસ જેલમાં રાખવામાં આવ્યા હતાં. આસામ પોલીસે 20 એપ્રિલ મોડી રાત્રે જિગ્નેશ મેવાણીની ગુજરાતમાંથી ધરપકડ (Jignesh Mevani Arrested by Assan Police) કરી હતી. ગઈ કાલે જિગ્નેશ મેવાણી દિલ્હી પહોંચ્યા હતાં અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હવે તેઓ આજે અમદાવાદ પહોંચ્યા છે.

મેવાણીએ ધકપકડની ઘટનાને લઇને આકરા શબ્દ પ્રહાર કર્યાં

આ પણ વાંચોઃ Jignesh Mevani Ganted Bail : જિગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ પણ શા માટે ફરીથી કરવામાં આવી ધરપકડ

પીએમ મોદી પર કર્યાં શબ્દપ્રહાર - ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતાં કહ્યું કે જ્યારે મને જામીન મળી ગયા ત્યાર બાદ તરત જ એક મહિલા દ્વારા મારા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે. આ 56 ઈંચની કાયરતા છે. આસામ કોર્ટે આ FIRને ખોટી ગણાવી હતી અને પોલીસ ઉપર ગંભીર સવાલ કર્યા હતાં. 19 તારીખે મારી સામે ફરિયાદ દાખલ કરાઈ અને તરત જ આસામ પોલીસ 2500 કિમી દૂરથી મને ધરપકડ કરવા માટે ગુજરાત પહોંચી ગઈ હતી. મારી ધરપકડ કરતી વખતે આતંકવાદીની ધરપકડ કરાય એવો માહોલ બનાવામાં આવ્યો હતો. મારી અને મારી ટીમના કોમ્પ્યુટર, મોબાઈલ જપ્ત કરવામાં આવ્યાં. મને શંકા છે કે તેમાં જાસૂસી સોફ્ટવેર નાખી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ હીરો કે ઝીરો? ધરપકડ પછી રાજકીય ક્ષેત્રે જિગ્નેશ મેવાણીનું રાજકીય વજન કેવું થશે? ETV Bharatનો વિશેષ અહેવાલ

આસામ લઇ જવાયા હતાં મેવાણી - 18મી એપ્રિલના એક ટ્વીટ પર આસામ પોલીસ દ્વારા 20મી એપ્રિલની મધરાતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને બાય પ્લેન આસામ લઈ જવામાં આવ્યા હતાં. જેમાં તેમને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ આપી જામીન આપવામાં આવ્યા હતાં. આ દરમિયાન પોલીસ દ્વારા મહિલા પોલીસને ફરિયાદી બનાવી અન્ય એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી હતી અને આ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે પોલીસને ઠપકો આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.