ETV Bharat / city

Assam Police Arrested Jignesh Mevani : આસામ પોલીસે શા માટે જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી, જૂઓ

author img

By

Published : Apr 21, 2022, 12:05 PM IST

Updated : Apr 21, 2022, 1:59 PM IST

જિગ્નેશ મેવાણીની ગઈકાલે આસામ પોલીસે (Assam Police Arrested Jignesh Mevani) ધરપકડ કરી છે. ત્યારે જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. પરંતુ મેવાણી ધરપકડને લઈને કેટલાક સવાલો ઉભા થાય. તેમજ શા માટે મેવાણી ધરપકડ (Jignesh Mevani Assam Case) કરવામાં આવી હતી જાણો...

Assam Police Arrested Jignesh Mevani : આસામ પોલીસે શા માટે જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી, જૂઓ
Assam Police Arrested Jignesh Mevani : આસામ પોલીસે શા માટે જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી, જૂઓ

અમદાવાદ : વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ગઈકાલે રાતે સર્કિટ હાઉસ ખાતેથી આસામ (Assam Police Arrested Jignesh Mevani) પોલીસે ટ્વીટના સંદર્ભ પર ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આસામમાં જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો છે. તેને લઈને આસામ પોલીસે મેવાણીની ધરપકડ કરી છે. જિગ્નેશ મેવાણીની ધરપકડ કરીને આસામ પોલીસ તેમને પાલનપુર સિટી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાંથી ટીમ મેવાણીને લઈને અમદાવાદ રવાના થઈ છે. જિગ્નેશ મેવાણીની ધરપકડને પગલે તેના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ એરપોર્ટ પર હોબાળો મચાવવામાં આવ્યો હતો.

આ પણ વાચો : કનૈયા કુમારના કોંગ્રેસમાં જોડાયા પહેલા રાહુલ ગાંધી, જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓએ ભગતસિંહને અર્પી શ્રદ્ધાંજલિ

'વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથુરામ ગોડસેને ભગવાન માને છે' - આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની (Jignesh Mevani Assam Case) ધરપકડ કરી હતી. જિગ્નેશ મેવાણી ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથુરામ ગોડસેને ભગવાન માને છે. તેમણે ગુજરાતમાં કોમી અથડામણો સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ. આવા ટ્વીટને લઈને જિગ્નેશ મેવાણી સામે ગુનાહિત કાવતરું કલમ 120B, કલમ 153(A), 295(A), તેમજ શાંતિનો ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન 504 અને ITની કલમો હેઠળ કેસ (Jignesh Mevani Tweet) દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાચો : Assam Police Arrested Jignesh Mevani: ભાજપ સરકાર ખોટા કેસો કરે છે, જીગ્નેશ મેવાણીની ધરપકડ થતા કોંગ્રેસ વિફર્યુ

મેવાણીની ધરપકડને લઈને કેટલાક સવાલ - જિગ્નેશ મેવાણીની ધરપકડને લઈને કેટલાક સવાલો (Why the Arrest of Jignesh Mevani) પણ ઉભા થાય છે કે, શું આરોપ એટલો ગંભીર છે કે રાત્રે ધારાસભ્યને ઉભા કરવા જરૂરી બની ગયા ?, આસામ પોલીસે(Jignesh Mevani Assam Police) ક્યારે સંપર્ક કર્યો ?. આ ઉપરાંત મેવાણીની ધરપકડ મામલે ગુજરાત પોલીસ પાસેથી પરવાનગી લેવામાં આવી હતી જેવું હજુ જાણવા મળી રહ્યું નથી. તેમજ આસામમાં જે રીતે કેસ નોંધાયા છે તે જ સ્તરના કેસ ગુજરાતમાં પણ નોંધાયા છે. ધરપકડ મામલે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. હું મારી લડત ચાલુ રાખીશ.

Last Updated : Apr 21, 2022, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.