ETV Bharat / city

Jignesh Mevani Arrested : પોલીસ કોઇપણ MLAની ધરપકડ કરે તો શું છે નિયમ, મેવાણીની ધરપકડની સ્પીકરને જાણ કરાઇ?

author img

By

Published : Apr 21, 2022, 7:23 PM IST

ગુજરાતની વડગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ગત મોડીરાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ (Jignesh Mevani Arrested ) કરવામાં આવી હતી. ધારાસભ્યની ધરપકડ અંગે (What is the rule if police arrests any MLA) અમુક નિયમો છે. તેનું પાલન થયું છે કે નહીં તે વિશે જાણવાનો ETVBharatની ટીમે પ્રયત્ન કર્યો હતો.

Jignesh Mevani Arrested : પોલીસ કોઇપણ MLAની ધરપકડ કરે તો શું છે નિયમ, મેવાણીની ધરપકડની સ્પીકરને જાણ કરાઇ?
Jignesh Mevani Arrested : પોલીસ કોઇપણ MLAની ધરપકડ કરે તો શું છે નિયમ, મેવાણીની ધરપકડની સ્પીકરને જાણ કરાઇ?

અમદાવાદઃ ગત સપ્ટેમ્બર 2021માં કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી ચૂકેલા ગુજરાતની વડગામ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ગત મોડીરાત્રે આસામ પોલીસ દ્વારા ધરપકડ (Jignesh Mevani Arrested )કરવામાં આવી હતી. જોકે ધરપકડ અંગે વિધાનસભા અધ્યક્ષને કોઈ જાણ કરવામાં આવી છે કે નહીં તે અંગે ETVBharatની ટીમે પ્રયત્ન કર્યો હતો. પરંતુ અધ્યક્ષ નીમાબેન આચાર્યનો સંપર્ક થયો ન હતો.

જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા

વિધાનસભા અધ્યક્ષને જાણ કરવાનો નિયમ- ગત મોડીરાત્રે આસામ પોલીસ (Assam Police Arrest Jignesh Mevani)દ્વારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ (Jignesh Mevani Arrested )કરવામાં આવી હતી. જોકે ધારાસભ્યની ધરપકડ કરતા પહેલાં વિધાનસભા અધ્યક્ષને મેઈલ અથવા લેખિત જાણ કરવી પડતી હોય (What is the rule if police arrests any MLA) છે. જ્યારે આ અંગે વિધાનસભા અધ્યક્ષનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓનો સંપર્ક થયો ન હતો. તો બીજી તરફ અધ્યક્ષને જાણ કરવાના નિયમ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર - તેઓએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીને કાયદાઓ નિયમો બંધારણમાં બક્ષેલા પ્રજાના અધિકારોનું કોઈ માઈનો રાખવામાં આવતો નથી. ભારતીય જનતા પાર્ટી બોલે તે કાયદો ભારતીય જનતા પાર્ટી બોલે તે ન્યાય અને ભારતીય જનતા પાર્ટી બોલે તે જ નિયમ જેને લઇને ભાજપ આગળ વધી રહી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને FIRની નકલ પણ આપવામાં ન આવે.

શું છે વિધાનસભાના નિયમોમાં નિયમ 264 - વિધાનસભામાં કોંગ્રેસના દંડક સી. જે. ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે વિધાનસભાના નિયમોના નિયમ 264 મુજબ કોઇ એમએલએ સામે આ પ્રકારની કાર્યવાહી થાય તો તે માટેના કારણો અને સ્થળ જણાવીને વિધાનસભા અધ્યક્ષને જાણ કરવાની હોય છે.આમાં ધારાસભ્યને કયા અધિનિયમની કઇ કલમો હેઠળ કોના દ્વારા પકડ કે અટક કરવામાં આવી લઇ જઇને કયા સ્થળે રાખ્યાં છે કે કોના તાબામાં છે કે જેલમાં છે તે અંગેની જાણ કરવી પડતી હોય છે.

સી જે ચાવડાએ લખ્યો વિધાનસભા અધ્યક્ષને પત્ર
સી જે ચાવડાએ લખ્યો વિધાનસભા અધ્યક્ષને પત્ર

આ પણ વાંચોઃ Jignesh Mevani Assam Case :આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી જાણો અતથી ઇતિ સુધી

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પ્રતિક્રિયા -તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે જિગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા ધરપકડ (Jignesh Mevani Arrested )કરવામાં આવી છે તેમાં કંઈક ગડબડ લાગી રહી છે. ત્યારે મારી સરકારને માત્ર એક જ ચેતવણી છે કે જિગ્નેશ મેવાણીને કંઈ પણ થયું તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. દેશમાં હવે ધારાસભ્યો પણ સુરક્ષિત રહ્યાં નથી. હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કરી જણાવ્યું કે ભાજપ નિયમોનું પણ ખંડન કરી રહી છે.

વકીલે શું કહ્યું - જિગ્નેશ મેવાણીની ધરપકડ મામલે તેના વકીલ પરેશ વાઘેલા સાથે ટેલિફોનિક ચર્ચા દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે જીગ્નેશ મેવાણીની ધરપકડ અંગે અધ્યક્ષને કોઇ જાણ કરવામાં આવી છે કે નહીં? ત્યારે તેઓએ જણાવ્યું કે ધારાસભ્યની ધરપકડ પહેલા અધ્યક્ષની પરમિશન લીધી હોવાની (What is the rule if police arrests any MLA) હાલ અમને કોઈ જાણ કરાઈ નથી. સામાન્ય માણસની પણ આ રીતે ધરપકડ ન થાય. સીઆરપીસીના નિયમો તદ્દન નેવે મૂકીને (Vadgam MLA Jignesh Mevani)કાર્યવાહી કરાઈ છે. જ્યારે ધરપકડ થાય ત્યારે જિલ્લાના એસપીને જાણ કરવાની હોય છે. જે કરી છે કે નહીં તે અમારા ધ્યાન પર નથી. કયા કારણોસર ધરપકડ (Jignesh Mevani Arrested )કરી તેની પણ માહિતી અમને હાલ આપવામાં આવી નથી.

આ પણ વાંચોઃ PM મોદી વિરુદ્ધ અનેક ટ્વીટ કરતા જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આસામના એક વ્યક્તિએ કરી ફરીયાદ

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ - ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે તેવામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ગતમોડી રાત્રે અચાનક આસામ પોલીસ દ્વારા ધરપકડ(Jignesh Mevani Arrested ) કરવામાં આવતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. જો.કે નિયમો અનુસાર જ્યારે પણ કોઈ ધારાસભ્યની અટકાયત અથવા તેની ધરપકડ કરવાની હોય તે પહેલા વિધાનસભા અધ્યક્ષને જાણ કરવાની (What is the rule if police arrests any MLA) હોય છે. જે અંગે થઈ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ અંગે થઈ જાણ કરવામાં આવી છે કે નહીં તે અંગે થઈ ETVBharatની ટીમ દ્વારા વહેલી સવારથી તેઓનો સતત ગાંધીનગર અને કચ્છમાં તેમના મતક્ષેત્રમાં સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેઓના નિવાસસ્થાને પણ તેઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં પણ તેઓ મળ્યાં ન હતાં.

ગુજરાત સરકાર કરશે જાણ - વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગતમોડી રાત્રે જિગ્નેશ મેવાણી ધરપકડ (Jignesh Mevani Arrested )કરવામાં આવી તેની જાણ વિધાનસભા અધ્યક્ષને આસામ પોલીસ દ્વારા કરવામાં આવી નથી. પરંતુ આ અંગે હાલ ETVBharat કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી, જો કે ગુજરાત સરકાર વિધાનસભા અધ્યક્ષને આ અંગે માહિતગાર કરશે. કારણકે ધારાસભ્ય સાથે કે સામે બનેલી ઘટના અંગે વિધાનસભા અધ્યક્ષને વાકેફ કરવાનો બંધારણીય નિયમ રહેલો છે. ત્યારે બંધારણીય જોગવાઇ મુજબ ધારાસભ્યની ધરપકડ અંગે વિધાનસભા અધ્યક્ષને જાણ કરવામાં આવી છે કે નહીં (What is the rule if police arrests any MLA) તે એક મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.