ETV Bharat / city

Mahatma Gandhi Death Anniversary : વડાપ્રધાને મહાત્માના વિચારોને કર્યા સાકાર : અમિત શાહ

author img

By

Published : Jan 30, 2022, 3:59 PM IST

Updated : Jan 30, 2022, 5:12 PM IST

મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ(Mahatma Gandhi Death Anniversary) પર અમદાવાદ ખાતે આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિતશાહ ઉપસ્થિત રહ્યા હતા અને રિવરફ્રન્ટ હાઉસ ખાતે મહાત્માનું મ્યુરલનું અનાવરણ(Unveiling of Mahatma's mural) કરાવામાં આવ્યું હતું.

Mahatma Gandhi Death Anniversary
Mahatma Gandhi Death Anniversary

અમદાવાદ : મહાત્મા ગાંધીના 74માં નિર્વાણદિને(Mahatma Gandhi Death Anniversary) આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે મહાત્માના મ્યુરલનું અનાવરણ(Unveiling of Mahatma's mural) કર્યું હતું, તેમની સાથે કેન્દ્રીય MSME સેક્ટરના પ્રધાન નારાયણ રાણે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર, સંસદ કિરીટ સોલંકી, મેયર કિરીટ પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.

Mahatma Gandhi Death Anniversary

મહાત્માનું મ્યુરલનું કરાયું અનાવરણ

ખાદી ઇન્ડિયા દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દેશના ખૂણે-ખૂણેથી આવેલા 75 જેટલા કુંભાર દ્વારા 2,975 કુલડીઓ દ્વારા 100 સ્ક્વેર મીટરનું મહાત્માનું મ્યુરલ બનાવવામાં આવ્યું હતું. ખરાબ વાતાવરણમાં પણ આ મ્યુરલ 50 વર્ષ સુધી ટકી શકે છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાને પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના 200 જેટલા લોકોને ઇલેટ્રીક ચાક અને 200 જેટલા પરિવારને મધમાખી ઉછેર બોક્સનું વિતરણ કર્યું હતું.

Mahatma Gandhi Death Anniversary
Mahatma Gandhi Death Anniversary

આ પણ વાંચો : Amit Shah Visit Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાને કર્યું મહાત્મા ગાંધીના મ્યુરલનું અનાવરણ

અમિત શાહ રહ્યા કાર્યક્રમમાં હાજર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, 1857થી 1947 સુધીના શહીદોને આજે શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. સાબરમતી નદીના કિનારે આજે આ આત્મનિર્ભરતાનું મ્યુરલ મુકાયું છે. આઝાદીનું આ 75 મું વર્ષ ચાલી રહ્યુ છે. દેશ આઝાદીનો 'અમૃત મહોત્સવ' ઉજવી રહ્યો છે, ત્યારે આઝાદીના 100 વર્ષ પછી ભારત ક્યાં હશે તે લક્ષ્ય નક્કી કરવાનો આ સમય છે. સાબરમતીની જે આજે આહલાદક લાગી રહી છે, તે વખતે બાપુએ કેવી રીતે અહીં આઝાદીનુ સંકલ્પ બળ મેળવ્યું હશે? જો સદીમાં શ્રેષ્ઠ વ્યક્તિને એવોર્ડ આપવાની સ્પર્ધા થાય તો બાપુ જ નિર્વિવાદ પણે જીતે.

આ પણ વાંચો : Mahatma Gandhi Death Anniversary: મહાત્મા ગાંધીના આદર્શોને વધુ લોકપ્રિય બનાવવાનો અમારો સામૂહિક પ્રયાસ: વડાપ્રધાન મોદી

નરેન્દ્ર મોદીએ મહાત્માના વિચારોને સાકાર કર્યા : અમિત શાહ

અમિત શાહે વધુમાં જણાવું હતું કે, અનેક વર્ષો સુધી બાપુના નામનો ઉપયોગ થયો પણ સ્વદેશીની વાત ભુલાઈ ગઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને આગળ લાવ્યા. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ જેવા કાર્યક્રમ મહાત્માના જ વિચાર છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે જ તેમને ખાદીને આગળ લાવવા પ્રયત્ન શરૂ કર્યા હતા. વડાપ્રધાન રાષ્ટ્રીય ભાષાને આગળ લાવવા હમેંશા હિન્દીમા જ ભાષણ આપે છે.

Mahatma Gandhi Death Anniversary
Mahatma Gandhi Death Anniversary

ખાદી ખરીદવા લોકોને અપીલ કરાઇ

અમિત શાહે આ પ્રસંગે લોકોને ખાદી ખરીદવા અપીલ કરી હતી, તેમને જણાવ્યું હતું કે, ખાદીનું બજાર 95,000 કરોડના ટર્ન ઓવરે પહોંચ્યું છે. ખાદીની ખરીદીથી ગરીબનું ઘર ચાલે છે, ખાદીના ચાદર અને રૂમાલ ખરીદીને પણ તેમને મદદ કરી શકાય. વિદેશી કપડાના બહિષ્કારનો વિચાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે.

ગુજરાતે ભારતને સપૂત આપ્યા : નારાયણ રાણે

કેન્દ્રીય MSME સેકટર પ્રધાન નારાયણ રાણેએ જણાવ્યું હતું કે, હું ગુજરાતની માટીનો આભારી છુ. ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભારતને આપ્યા છે. જેઓ ગાંધી વિચારને આગળ લઈ જાય છે. મહાત્માએ કહ્યું હતું કે, ખાદી વસ્ત્ર નહીં વિચાર છે. તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્ય કરી રહ્યા છે. ભાજપના કાર્યકરો મહાત્માના વિચારોને લોકો સુધી પહોંચાડે.

Last Updated : Jan 30, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.