ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીમાં 10 જૂનથી શરૂ થનારી લૉની પરીક્ષા મોકૂફ રખાઈ

author img

By

Published : Jun 5, 2021, 4:22 PM IST

ગુજરાત યુનિવર્સિટીની લૉ વિભાગની પરીક્ષા આગામી 10 જૂનથી શરૂ થવાની હતી. પરંતુ, કોરોનાને કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આગામી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી પરીક્ષા મોકૂફ રખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં 10 જૂનથી શરૂ થનારી લૉની પરીક્ષા મોકૂફ રખાઈ
ગુજરાત યુનિવર્સિટીમાં 10 જૂનથી શરૂ થનારી લૉની પરીક્ષા મોકૂફ રખાઈ

  • હાઇકોર્ટની ટકોર બાદ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
  • આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે
  • કોરોનાને કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય

અમદાવાદ: આગામી 10 જૂનથી ગુજરાત યુનિવર્સિટીની લૉ વિભાગની પરીક્ષા શરૂ થવાની હતી. પરંતુ, કોરોનાને કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આગામી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની લૉ વિભાગની ઓફલાઈન પરીક્ષા યોજાવવાની હતી. ઑફલાઈન પરીક્ષાને લઈને વિરોધ પણ થયો હતો. હાઇકોર્ટમાં અરજી પણ થઈ હતી. વિવાદ બાદ જાહેર કરાયેલી લૉની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને નોટિસ

ગુજરાતમાં હાલ કોરોના કેસમાં ઘટાડો થતા ગુજરાત યુનિવર્સિટીએ કાયદાના વિદ્યાર્થીઓની પરીક્ષા 10 જૂનથી લેવાનો નિર્ણય કર્યો હતો. આ પરીક્ષા ઓફલાઇન લેવાની જાહેરાત કરાતાં કાયદાના વિદ્યાર્થીઓએ ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે પિટિશન દાખલ કરી હતી. જેના પરિણામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવીને 7 જૂન સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારે, આજે શનિવારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લૉની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.