ETV Bharat / city

Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભ તમામ ખેલાડીઓ માટે દિવાળીનો તહેવાર છે: હર્ષ સંઘવી

author img

By

Published : Feb 18, 2022, 10:04 AM IST

ગુજરાત ખેલ મહાકુંભ 2022નો (Khel Mahakumbh 2022) કર્ટેન રેઇઝર કાર્યક્રમ અમદાવવાદ ખાતે યોજાયો હતો. જે માટે રજીસ્ટ્રેશન પોર્ટલ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભ તમામ ખેલાડીઓ માટે દિવાળીનો તહેવાર છે: હર્ષ સંઘવી
Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભ તમામ ખેલાડીઓ માટે દિવાળીનો તહેવાર છે: હર્ષ સંઘવી

અમદાવવાદ: કોરોનાની ત્રીજી લહેર બાદ રાજ્ય સરકાર ખેલ મહાકુંભ 2022નું (Khel Mahakumbh 2022) આયોજન કરવા જઈ રહી છે. 2010માં ખેલ મહાકુંભમાં 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ખેલ મહાકુંભ-2019 માં 39.32 લાખ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ 2022માં 40 લાખ જેટલા રમતવીરો ભાગ લે તેવી આશા છે.

30 કરોડના ઇનામો

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ નિયમોના પાલન સાથે ખેલ મહાકુંભનું 2022 (Khel Mahakumbh 2022) આયોજન થશે. જેમાં 29 જેટલી રમતો હશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે 26 રમતો હશે. ચાર વયજૂથના ખેલાડીઓ તેમાં ભાગ લઇ શકશે. વિજેતા ખેલાડીઓ માટે રૂપિયા 30 કરોડના રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. દિવ્યાંગ વિજેતા ખેલાડીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer) દ્વારા RTGSના માધ્યમથી રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: ખેલ મહાકુંભ: ડાંગની બીલીઆંબા પ્રાથમિક શાળાએ સતત ત્રીજા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો

રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ ઇનામ

ખેલ મહાકુંભની 2022 (Gujarat Khel Mahakumbh 2022) રાજ્યકક્ષાની સ્પર્ધાના અંતે રાજ્યની પ્રથમ ત્રણ શ્રેષ્ઠ શાળાઓને અનુક્રમે 5, 3 અને 2 લાખના રોકડ પુરસ્કાર અપાશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ જિલ્લાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય શાળાઓને અનુક્રમે 1.5 અને 1 અને 0.75 લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એવી જ રીતે તાલુકા કક્ષાની વિજેતા પ્રથમ ત્રણ શાળાઓને અનુક્રમે 25, 15 અને 10 હજારના રોકડ પુરસ્કાર અપાશે.

Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભ તમામ ખેલાડીઓ માટે દિવાળીનો તહેવાર છે: હર્ષ સંઘવી

મહાકુંભએ સૌ પ્લેયર માટે દિવાળીનો તહેવાર : હર્ષ સંઘવી

આ પ્રસંગે રમત પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ એ (Khel Mahakumbh 2022) સૌ ખેલાડી માટે દિવાળીના તહેવાર જેવો તહેવાર છે. ગુજરાતના એક-એક ગામમાંથી યુવાઓને ખેલાડીઓ બનવાની પ્રેરણા મળવી જોઈએ. આ સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે. રાજ્યમાં નડીયાદની જેમ દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ માટે એક્સેલન્સ સેન્ટર (Excellence centers for sports in each district) બનશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં આજ સુધી ગરબા રમાતા હતા ત્યાં હવે સ્પોર્ટ્સ રમાશે. રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની ચૂક્યું છે હવે તેનો ઉપયોગ કરવાનો છે.

Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભએ સૌ પ્લેયર માટે દિવાળીનો તહેવાર : હર્ષ સંઘવી
Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભએ સૌ પ્લેયર માટે દિવાળીનો તહેવાર : હર્ષ સંઘવી

આ પણ વાંચો: ખેલ મહાકુંભ-2019: ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોને સન્માનિત કરાયા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનશે

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (Swarnim Gujarat Sports University) બનવા જઇ રહી છે. જેમાં ઇન્ટરનેશનલ લેવલની સુવિધાઓ ઉપલબ્ધ હશે. અર્જુનસિંહ તેના વાઇસ ચાન્સેલર હશે. 15 મેં સુધી તેનું ઉદ્ઘાટન કરવા પ્રયત્ન થઈ રહ્યા છે. ગુજરાતના સ્પોર્ટ્સમેનને પોલીસમાં સીધી નોકરી મળે તે માટે સરકાર પોલિસી લાવશે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે Khelmahakumbh.gujarat.gov.in સાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. ઉપરાંત ટોલ ફ્રી નંબર-18002746151 ડાયલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.