ETV Bharat / state

પોરબંદર: ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને પુરસ્કારથી સન્માનિત કરાયા

author img

By

Published : Dec 14, 2019, 7:29 PM IST

પોરબંદર: જિલ્લાકક્ષાએ 14 ડિસેમ્બરના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય ગ્રામ ઉદ્યોગ બજાર નિગમના અધ્યક્ષ મેઘજીભાઇ કણઝારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં 3035 ખેલાડીઓને રૂપિયા 52.92 લાખની ધનરાશીના પુરસ્કાર વિતરણ કરાયા હતા.

porbandar
પોરબંદર

સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે યોજાયેલ પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં મેઘજીભાઇએ કહ્યુ કે, લોકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારીરિક તંદુરસ્તી જળવાઇ રહે અને રમત ગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી સતત નવ વર્ષથી ખેલ મહાકુંભ યોજાય છે. જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમનાં રાજ્યભરના વિજેતા ખેલાડીઓને અંદાજીત 40 કરોડના રોકડ પુરસ્કાર સીધા તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

પોરબંદરમાં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓનો પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકારનાં રમત ગમત વિભાગની સારી નીતિ તથા યોજનાના કારણે ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારૂ પ્રદર્શન કરીને ગરવી ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

આ પ્રસંગે પ્રમાણપત્ર લેવા ઉપસ્થિત રહેલી DLSS સાંદીપનિ ગુરૂકુળની ધોરણ-10ની વિદ્યાર્થિની અને જિલ્લાકક્ષાએ 100 અને 200 મીટર દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા આંબલીયા માલીએ હર્ષની લાગણી સાથે કહ્યું કે, મારો આદર્શ એસ યુસેન બોલ્ટ છે. હું તેમની જેમ ભવિષ્યમાં દોડવા ઇચ્છું છું. આ માટે દરરોજ 3 કિલોમીટર જેટલુ દોડુ છું. તે માટે મારા કોચ કૌશિકભાઇ સિંઘવ તથા મનીષભાઇ જીલડીયાનું સતત માર્ગદર્શન મળતું રહે છે.

78 વર્ષીય કાન્તાબેન રૈયારેલાએ ચેસની રમતમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, પગની પીડા અનુભવતા કહ્યુ કે, માણસે નિવૃતિના સમયે પણ પ્રવૃતિ કરતુ રહેવું જોઇએ. 35 વર્ષ પહેલા મારા પતિ પાસેથી ચેસ રમવાની પ્રેરણા મળેલી અમે દંપતિ ત્યારે દરરોજ ચેસ રમતા હાલ છેલ્લા સાત વર્ષથી ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ હું ગોલ્ડ મેડલ મેળવું છું. આ રમતનો વારસો પરિવારમાં જળવાઇ રહે તે માટે મારા સંતાનોને પણ ચેસની રમત શીખવું છું.

ઓપન એઈઝ ગૃપ કબડ્ડીમા જે.વી.ગોઢાણીયા કોલેજ ટીમની બહેનોએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કોચ ડો. હરિભાઇ કરગથરાના માર્ગદર્શન હેઠળ તૈયારી કરતી ટીમની ખેલાડી કોરીયા શ્યામલે કહ્યું કે, ગુજરાત સરકાર દ્રારા યોજાતો ખેલ મહાકુંભ ખુબ જ સરસ કાર્યક્રમ છે. જેના થકી યુવાનોને ખેલકુદમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. કબડ્ડીમાં અંડર 14 અને અંડર 17માં ગોલ્ડ મેડલ મેળવનાર કે.જી.બીવી મહિયારીની બે ટીમનાં કોચ બારડ કવિબહેને કહ્યું કે, બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ ખેલમહાકુંભમાં જોડાઇ પોતાનામાં રહેલી પ્રતિભા બહાર લાવવાનો પ્રયાસ કરે છે. તેના માટે ગુજરાત સરકાર પ્લેટફોર્મ પુરૂ પાડે છે.

કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર રાણા હેરિકે કહ્યુ કે, ખેલ મહાકુંભ કાર્યક્રમ થકી મારામાં રહેલી શક્તિને હું ઉજાગર કરી શક્યો છું. આ માટે મારા કોચ યોગેશભાઇ રાણાનું સતત માર્ગદર્શન મળતુ રહે છે.

કાર્યક્રમમાં પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, તાલુકા પંચાયતના પ્રમુખ આવળાભાઇ ઓડેદરા, કલેકટર ડી.એન.મોદી, રમત ગમત વિભાગના ઉપસચિવ બીપીનભાઇ જાદવ, પ્રાંત અધિકારી કે.વી.બાટી, સિનિયર કોચ ડો.મનીષભાઇ જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી બી.જે.રાવલીયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, ખેલ મહાકુંભમાં જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓ તેમના કોચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Intro:પોરબંદર જિલ્લાકક્ષાએ ખેલમહાકુંભમાં વિજેતા ૩૦૫૦ ખેલાડીઓને રૂા.૫૨.૯૨ લાખની ધનરાશીના પુરસ્કાર તથા પ્રમાણપત્ર વિતરણ કરાયા



પોરબંદર તા.૧૪, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા આયોજીત ખેલમહાકુંભમાં પોરબંદર જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય ગ્રામ ઉદ્યોગ બજાર નિગમનાં અધ્યક્ષ મેઘજીભાઇ કણઝારીયાનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ૩૦૫૦ ખેલાડીઓને રૂા.૫૨.૯૨ લાખની ધનરાશીના પુરસ્કાર વિતરણ કરાયા હતા.

સરદાર પટેલ રમત સંકુલ પોરબંદર ખાતે યોજાયેલ પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં મેઘજીભાઇએ કહ્યુ કે, લોકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય, શારીરિક તંદુરસ્તી જળવાઇ રહે અને રમત ગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી સતત નવ વર્ષથી ખેલમહાકુંભ યોજાય છે. જીલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમનાં રાજ્યભરના વિજેતા ખેલાડીઓને અંદાજીત રૂા.૪૦ કરોડનાં રોકડ પુરસ્કાર સીધા તેના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

રાજ્ય સરકારનાં રમત ગમત વિભાગની સારી નીતિ તથા યોજનાના કારણે ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીયકક્ષાએ સારૂ પ્રદર્શન કરી ને ગરવી ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે.

આ પ્રસંગે પ્રમાણપત્ર લેવા ઉપસ્થિત રહેલી DLSS સાંદીપનિ ગુરૂકુળની ધો.૧૦ની વિદ્યાર્થિની અને જિલ્લાકક્ષાએ ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા આંબલીયા માલીએ હર્ષની લાગણી સાથે કહ્યુ કે, મારો આદર્શ એસ હુસેન બોલ્ટ છે. હું તેમની જેમ ભવિષ્યમાં દોડવા ઇચ્છું છું. આ માટે દરરોજ ૩ કિલોમીટર જેટલુ દોડુ છું. તે માટે મારા કોચ કૌશિકભાઇ સિંઘવ તથા મનીષભાઇ જીલડીયાનું સતત માર્ગદર્શન મળતું રહે છે.

૭૮ વર્ષિય કાન્તાબેન રૈયારેલાએ ચેસની રમતમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, પગની પીડા અનુભવતા કાન્તાબેને કહ્યુ કે, માણસે નિવૃતિનાં સમયે પણ પ્રવૃતિ કરતુ રહેવું જોઇએ. ૩૫ વર્ષ પહેલા મારા પતિ પાસેથી ચેસ રમવાની પ્રેરણા મળેલી અમે દંપતિ ત્યારે દરરોજ ચેસ રમતા. હાલ છેલ્લા સાત વર્ષથી ખેલમહાકુંભમાં જિલ્લાકક્ષાએ હું ગોલ્ડ મેડલ મેળવું છું. આ રમતનો વારસો પરિવારમાં જળવાઇ રહે તે માટે મારા સંતાનોને પણ ચેસની રમત શીખવું છું.

ઓપન એઈઝ ગૃપ કબડ્ડીમા જે.વી.ગોઢાણીયા કોલેજ ટીમની બહેનોએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કોચ ડો. હરિભાઇ કરગથરાના માર્ગદર્શન હેઠળ તૈયારી કરતી ટીમની ખેલાડી કોરીયા શ્યામલે કહ્યુ કે, ગુજરાત સરકાર દ્રારા યોજાતો ખેલમહાકુંભ ખુબ જ સરસ કાર્યક્રમ છે. જેના થકી યુવાનોને ખેલકુદમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. કબડ્ડીમાં અંડર ૧૪, અને અંડર ૧૭માં ગોલ્ડ મેડલ મેળવનાર કે.જી.બી.વી મહિયારીની બે ટીમનાં કોચ બારડ કવિબહેને કહ્યુ કે, બાળકો, યુવાનો અને વૃધ્ધો પણ ખેલમહાકુંભમાં જોડાઇ પોતાનામાં રહેલી પ્રતિભા બહાર લાવવાનો પ્રયાસ કરે છે અને તેના માટે ગુજરાત સરકાર પ્લેટફોર્મ પુરૂ પાડે છે.

કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર રાણા હેરિકે કહ્યુ કે, ખેલ મહાકુંભ કાર્યક્રમ થકી મારામાં રહેલી શક્તિને હું ઉજાગર કરી શક્યો છું. આ માટે મારા કોચ યોગેશભાઇ રાણાનું સતત માર્ગદર્શન મળતુ રહે છે.

કાર્યક્રમમાં પોરબંદરનાં ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, પોરબંદર નગરપાલીકાના પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, તાલુકા પંચાયતના પ્રમુખ આવળાભાઇ ઓડેદરા, કલેકટર ડી.એન.મોદી, રમત ગમત વિભાગનાં ઉપસચિવ બીપીનભાઇ જાદવ, પ્રાંત અધિકારી કે.વી.બાટી, સિનિયર કોચ ડો.મનીષભાઇ જીલડીયા, જિલ્લા રમતગમત અધિકારી બી.જે.રાવલીયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, ખેલમહાકુંભમાં જિલ્લાકક્ષાએ વિજેતા ખેલાડીઓ તેમના કોચ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.