ETV Bharat / city

Gujarati Students stucks in Ukraine: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે ETV Bharatએ કરી વાત, શું સ્થિતિ છે, જુઓ

author img

By

Published : Feb 25, 2022, 11:17 AM IST

યુક્રેનમાં (Russia Ukraine War) ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે ETV Bharatની ટીમે વાતચીત કરી હતી. તે દરમિયાન વિદ્યાર્થીઓએ યુક્રેનની સ્થિતિ અંગે જણાવ્યું હતું. આ સાથે જ ત્યાં પડતી મુશ્કેલીઓ અંગે પણ વિદ્યાર્થીઓએ (Gujarati Students stucks in Ukraine) વાત કરી હતી.

Gujarati Students stucks in Ukraine: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે ETV Bharatએ કરી વાત, શું સ્થિતિ છે, જુઓ
Gujarati Students stucks in Ukraine: યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે ETV Bharatએ કરી વાત, શું સ્થિતિ છે, જુઓ

અમદાવાદઃ યુક્રેનમાં સ્થિતિ વણસતા (Russia Ukraine War) ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. ત્યારે ETV Bharatની ટીમે અમદાવાદના ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે (Gujarati Students stucks in Ukraine ) વાતચીત કરી હતી. જોકે, આ વિદ્યાર્થીઓની ચિંતામાં તેમના પરિવારના સભ્યોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

વિદ્યાર્થીઓએ ભારતીય દૂતાવાસને કરી અપીલ

આ પણ વાંચોઃ Surat Students In Ukraine : યુક્રેનમાં સુરતના 200થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

વિદ્યાર્થીઓએ ભારતીય દૂતાવાસને કરી અપીલ

ETV Bharatની ટીમે અમદાવાદના વિદ્યાર્થી મૃણાલ પંડ્યા સાથે વાત કરી હતી. તે દરમિયાન તેણે જણાવ્યું હતું કે, હાલની યુક્રેનની પરિસ્થતિ ખૂબ જ ખરાબ (Bad situation in Ukraine) છે. ત્યારે અમને સરકારી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ઘરની બહાર ન નીકળવા માટે જણાવવામાં આવ્યું છે. જ્યારે તેમના ઘરની બહાર પણ આર્મી જોવા મળી રહી છે. આ ઉપરાંત અમે બધા ગુજરાતી વિદ્યાર્થીઓ એક સાથે રહીએ છીએ. જ્યારે 10 દિવસ ચાલે તેટલો અનાજનો સ્ટોક કર્યો છે. ત્યારે ભારત સરકાર પાસે અમે મદદની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારે ઈન્ડિયન એમ્બેન્સી (Indian Embassy Advisory) દ્વારા અમને ભારત પરત ફરવા માટે જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Navsari students in Ukraine : યુક્રેનના ઓડેસામાં નવસારીના 5 વિદ્યાર્થીઓ ફસાયા, સરકાર પાસે મદદની માંગ

સરકાર ઝડપથી મદદ કરે તેવી અપેક્ષા

વિદ્યાર્થી મૃણાલ પંડ્યાના પિતા નીતિન પંડ્યાએ જણાવ્યું હતું કે, મૃણાલ સાથે રોજ વાત થાય છે, પરંતુ આવા સમાચાર સંભળ્યા કે તરત જ ચિંતા થવા લાગી. ત્યારે મારો દિકરો સુરક્ષિત પાછો ફરે એ જ જોઈએ છે. ત્યારે સરકાર દ્વારા બને એટલી ઝડપી મદદ મળે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ. જ્યારે હાલમાં તો પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે મારો દીકરો મને હિંમત આપી રહ્યો છે કે પપ્પા મને કંઈ નહીં થાય.

ઘણા ભારતીયો મદદ માટે યુક્રેન એમ્બસી પહોંચ્યા

રશિયા અને યુક્રેન વચ્ચે હવે યુદ્ધ (Russia Ukraine War) શરૂ થઈ ગયું છે. આ તમામની વચ્ચે કીવ શહેરમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ પર અનેક ભારતીયો અટવાયા છે. યુક્રેન પર હુમલા બાદ ભારતીય એમ્બસી દ્વારા એડવાઇઝરી (Indian Embassy Advisory) જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવામાં આવ્યું છે કે, અત્યારે યુક્રેનમાં તણાવભરી સ્થિતિ છે. ભારતીય નાગરિકો પોતાની જગ્યા ન છોડે અને તેમ જ જે લોકો ઘરની બહાર છે. તે ઘરે પરત ફરે તમામ ભારતીયો સુરક્ષિત જગ્યાએ પહોંચે. બીજી તરફ સરકાર પણ ભારતીયોને પરત લાવવા પ્રયાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.