ETV Bharat / state

Rajkot Students In Ukraine : યુક્રેનમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગી મદદ

author img

By

Published : Feb 25, 2022, 7:20 AM IST

રશિયા યુક્રેન વચ્ચે જંગને (Russia Ukraine war) લઈને જગત આખું ધ્રુજી ઉઠ્યું છે. ત્યારે યુક્રેનમાં રાજકોટના વિદ્યાર્થીઓએ (Rajkot Students In Ukraine)ભારત સરકાર પાસે વતનમાં પરત આવવાની મદદ માંગી છે.

Rajkot Students In Ukraine : યુક્રેનમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગી મદદ
Rajkot Students In Ukraine : યુક્રેનમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગી મદદ

રાજકોટ: હાલમાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ (Russia Ukraine war) લઈને વિશ્વભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે યુક્રેનમાં ગુજરાત સહિત ભારતભરના વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. એવામાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમના દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને ભારત (Rajkot Students In Ukraine) સરકાર પાસે મદદની ગુહાર લગાડવામાં આવી છે.

ભારત સરકાર અમારા માટે તાત્કાલિક કંઈક વિચારે

યુક્રેનમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગી મદદ

રાજકોટમાં રહેતા હર્ષ સોની નામના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, અમે મેડિકલના છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરીએ છીએ. જયારે અમારી પાસે ભારત આવવા માટેની ફ્લાઇટની (Flight to Ukraine) ટિકિટ પણ છે. પરંતુ ફ્લાઇટો બંધ હોવાના કારણે અમે ભારતમાં આવી શક્યા નથી. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. એવામાં ભારત સરકાર અમારા માટે તાત્કાલિક કંઈક વિચારે તેવી (Gujarat students in Ukraine) અમારી માંગણી છે.

આ પણ વાંચો: Russian Sadhvi in Junagadh: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ હિન્દુ ધર્મથી પ્રભાવિત થયેલ રશિયન સાધ્વી કરી રહી છે ભારત ભ્રમણ

અમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે

હર્ષે વધુમાં જણાવ્યું હતું કે, અમને ભારત સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે કે તેમના દ્વારા આ મામલે તાત્કાલિક પગલા લેવામાં આવશે. જ્યારે અમને ઘરે પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. હાલ અહીં જે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને ભારતીય વિદ્યાર્થીઓમાં ભયનો (Ukraine Russia War 2022) માહોલ સર્જાયો છે. ત્યારે ભારતમાં રહેતા વિદ્યાર્થીઓના પરિવારજનો પણ ખૂબ જ ચિંતિત બન્યા છે. જ્યારે આ વિદ્યાર્થીઓ પણ ઈચ્છી રહ્યા છે આ તમામ પરિસ્થિતિ (Russia Attacks Ukraine) બને એટલી વહેલી સુધરી જાય.

આ પણ વાંચો: Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.