ETV Bharat / city

Gujarat High Court offended : સુનાવણી દરમિયાન PI પીણું પીતાં દેખાયાં, કોર્ટે કાર્યવાહીનો આદેશ કર્યો

author img

By

Published : Feb 15, 2022, 8:47 PM IST

Gujarat High Court offended : સુનાવણી દરમિયાન PI પીણું પીતાં દેખાયાં, કોર્ટે કાર્યવાહીનો આદેશ કર્યો
Gujarat High Court offended : સુનાવણી દરમિયાન PI પીણું પીતાં દેખાયાં, કોર્ટે કાર્યવાહીનો આદેશ કર્યો

હાઈકોર્ટ સમક્ષ પીણું પી રહેલા PIના વર્તન પ્રત્યે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. પીઆઈના વર્તન બદલ (Gujarat High Court offended ) હાઇકોર્ટ શું પગલું ભરવા જઇ રહી છે એ જાણો આ અહેવાલમાં.

અમદાવાદઃ બે મહિલાને માર મારવાના કેસ મામલે હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ એસજી હાઈવે ટ્રાફિક પોલીસના PI સહિત બે પોલીસ કોન્સ્ટેબલ વર્ચ્યુઅલ કોર્ટમાં હાજર રહ્યા હતાં. જે સુનાવણી દરમિયાન કંઇક કોકો કોલા જેવું પીણું પી (PI appeared drinking during hearing ) રહ્યા હોય એવું ચીફ જસ્ટિસના ધ્યાનમાં આવ્યું હતું. જેની સામે મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ સંતોષ શાસ્ત્રીની ખંડપીઠે પોલીસ અધિકારીના વર્તન પ્રત્યે (Gujarat High Court offended ) નારાજગી દર્શાવી છે.

શું કહ્યું ચીફ જસ્ટિસે?

ચીફ જસ્ટિસે કહ્યું કે જો કોર્ટ પ્રત્યક્ષ રીતે ચાલુ હોય તો તે શું કોકોકોલા લઈને આવ્યા હોય (PI appeared drinking during hearing ) તો તેમના ઉપરી અધિકારી હાજર છે. તેમ છતાં તેઓ જાણે કે તે ન હોય એ રીતે વર્તન કરી રહ્યા છે. જે યોગ્ય બાબત (Gujarat High Court offended ) નથી.

સરકારી વકીલે માફી માગી

આ સમગ્ર મામલે ચીફ જસ્ટિસે સરકારી વકીલ પાસે પૂછપરછ કરી એ બાદ અધિક સરકારી વકીલ તરફથી તેમના વતી માફી પણ માંગી. સરકારી વકીલે કહ્યું કે આમ પણ તેઓ ચિંતામાં છે. જેની સામે ચીફ જસ્ટિસે જવાબ આપતા કહ્યું હતું કે હવે તેઓ વધુ મુશ્કેલીમાં મુકાશે. તેઓ અધિકારીને છોડશે (Gujarat High Court offended ) નહીં.

આ પણ વાંચોઃ Mundra heroin Case: અદાણી પોર્ટના વર્તનથી NDPS કોર્ટ નારાજ

પીઆઈએ કરવું પડશે પીણાંનું વિતરણ

કોર્ટે બાદમાં પોલીસ અધિકારીના (PI appeared drinking during hearing )આ વર્તન બદલ ટકોર (Gujarat High Court offended ) કરતાં કહ્યું કે તેઓ બાર એસોસિએશનમાં કોકો કોલા કે અમૂલ મિલ્કના જ્યુસનું વિતરણ કરે અને છેલ્લે સરકારી વકીલની ઓફિસમાં પહોંચાડે. માત્ર એટલું જ નહીં પરંતુ વકીલ પાસે ટીન પહોંચ્યા છે કે નહીં એ અંગે ખાતરી પણ કરવામાં આવે.

આ પણ વાંચોઃ SC On Corona Gujarat : કોરોનાથી મૃત્યુ પામતા લોકોના પરિવારોને વળતર અંગે સુપ્રીમે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

કોર્ટ ચીફ સેક્રેટરીને આ બાબતે શિસ્તભંગના પગલાં (Gujarat High Court offended ) લેવા પણ કહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.