ETV Bharat / city

ભાજપ અને કૉંગ્રેસ ચૂંટણીના મનોમંથન માટે કરશે ચિંતન શિબિર

author img

By

Published : May 13, 2022, 7:49 AM IST

Updated : May 13, 2022, 11:04 AM IST

ભાજપ અને કૉંગ્રેસ ચૂંટણીના મનોમંથન માટે કરશે ચિંતન શિબિર
ભાજપ અને કૉંગ્રેસ ચૂંટણીના મનોમંથન માટે કરશે ચિંતન શિબિર

10:30 May 13

આ ડોક્ટર બન્યા માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા સૌરાષ્ટ્રીયન

દ્વારકા જિલ્લાના ડોક્ટર સોમત ચેતરિયાએ વિશ્વનો સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ પહેલા ભારતીય છે, જેમણે ઘરે બેઠા હાઈપોક્સિકની તાલીમ લીધી હતી. તેમણે ઘરે પોતાની જાતને અનુકૂળ બનાવી માત્ર 22 દિવસમાં સર કર્યો એવરેસ્ટ. આ સાથે જ માઉન્ટ એવરેસ્ટ સર કરનારા તેઓ સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ બન્યા છે.

07:47 May 13

કૉંગ્રેસ પણ આ તારીખે યોજશે ચિંતન શિબિર

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવા માટે હવે કૉંગ્રેસે પણ બાંયો ચડાવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં 14 અને 15 મે એમ 2 દિવસ ગુજરાત કૉંગ્રેસની ચિંતન શિબિર (Gujarat Congress Chintan Shibir 2022) યોજાશે, જેમાં ગુજરાત કૉંગ્રેસના 15 જેટલા નેતા ઉપસ્થિત રહેશે.

07:26 May 13

GUJARAT BREAKING NEWS LIVE 13 May

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની ચિંતન શિબિર (Gujarat BJP Chintan Shibir 2022 ) યોજાશે. 15 અને 16 મેએ યોજાનારી આ શિબિરમાં ભાજપ કોર કમિટીના સભ્યો , પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો, ભાજપ સંગઠન મહામંત્રીઓ સહિત 40 આગેવાનો બેઠક કરશે. તો કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

Last Updated :May 13, 2022, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.