ETV Bharat / city

Gujarat Board Exam 2022: ધોરણ 10નું પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી

author img

By

Published : Mar 28, 2022, 4:27 PM IST

ધોરણ 10 અને 12ની પરીક્ષા (Gujarat Board Exam 2022) શરૂ થઈ ગઈ છે, ત્યારે પ્રથમ ભાષાનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી, ત્યારે આ વર્ષે પેપર સરળ પુછાતા અમે ખુશ છીએ.

Gujarat Board Exam 2022: ધોરણ 10નુ પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી
Gujarat Board Exam 2022: ધોરણ 10નુ પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી

અમદાવાદ: ધોરણ 10 અને 12ની પરીક્ષા (Gujarat Board Exam 2022) શરૂ થઈ ગઈ છે. ધોરણ 10નુ પ્રથમ પેપર પૂર્ણ પણ થઈ ગયુ છે. ત્યારે પ્રથમ ભાષા (SSC first exam paper)નું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. પેપર પૂર્ણ થતા સ્કૂલની બહાર પોતાના સંતાનને લેવા માટે વાલીઓનો જમાવડો પણ જોવા મળ્યો હતો.

Gujarat Board Exam 2022: ધોરણ 10નુ પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી

વાલીઓમાં પણ ખુશી: વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પેપર સરળ નીકળતા ખુશી જોવા મળી હતી. જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી, ત્યારે આ વર્ષે પેપર સરળ પુછાતા અમે ખુશ છીએ. બધા પેપર આવા જ પુછાય તેવી આશા વ્યક્ત કરીએ છીએ.

આ પણ વાંચો: ધોરણ 10-12 બોર્ડના વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો શુભેચ્છા સંદેશ

ગુજરાતીનું પેપર સરળ હતું: જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ગુજરાતીનું પેપર સરળ હતું પણ લેંધી હતું. જે રીતે મેહનત કરી છે, એ પ્રમાણે પેપર પુછાયું છે. ગુજરાતીના પેપરમાં આ વર્ષે કોઈ પણ વિવાદિત પ્રશ્ન પુછાયો નથી. જ્યારે પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને હસતા મોઢે બહાર આવ્યા હતા.

આ પણ વાંચો: આજથી બોર્ડની પરીક્ષા શરૂ: રાજ્યમાં કુલ 14,98,430 પરીક્ષાર્થીઓ પ્રથમ વાર પરીક્ષા આપશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.