ETV Bharat / city

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત

author img

By

Published : Jun 14, 2021, 3:00 PM IST

કોરોનાના કેસમાં ઘટાડો થતા જ રાજકારણીઓ પોતાના કામે લાગી ગયા છે. ત્યારે, ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીઓને લક્ષમાં રાખીને દિલ્હીના મુખ્યપ્રધાન અને પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આજે સોમવારે અમદાવાદ શહેરના પ્રવાસે છે. જે દરમિયાન, ગુજરાતની એક ખાનગી ન્યુઝ ચેનલના પૂર્વ એડિટર પણ પાર્ટીમાં જોડાયા હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત

  • દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી સુપ્રીમોનો ગુજરાત પ્રવાસ
  • અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત
  • અરવિંદ કેજરીવાલે વલ્લભ સદન ખાતે કર્યું પ્રેસ કોન્ફરન્સને સંબોધન

અમદાવાદ: દેશમાં કોરોનાની લહેર મંદ પડતાં જ ફરીથી સદાબહાર ચૂંટણીની સિઝન શરૂ થઇ છે. રાજકારણીઓ ફરીથી પોતપોતાના કામે લાગી ચૂક્યા છે. ત્યારે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના માળખાને મજબુત કરવા અને આગામી ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીઓને લક્ષમાં રાખીને દિલ્હીના મુખ્યપ્રધાન અને પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદ શહેરના પ્રવાસે છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત

આ પણ વાંચો: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન

સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલની પાર્ટી અગ્રણીઓ સાથે બેઠક

અરવિંદ કેજરીવાલ સોમવારે સવારે 10:15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં હતા. જ્યાં, પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત થયું હતું. ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત મોટા પાયે આમ આદમી પાર્ટીના કાર્યકરો કેજરીવાલના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ, અરવિંદ કેજરીવાલ ત્યાંથી એરપોર્ટ નજીક આવેલા સર્કિટ હાઉસ ખાતે ગયા હતા. જ્યાં તેમણે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામને જોતા આમ આદમી પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત

વલ્લભ સદન ખાતે પ્રેસ કોન્ફરન્સનું સંબોધન

ઉલ્લેખનીય છે કે, સર્કિટ હાઉસ ખાતે ગુજરાતની એક ખાનગી ન્યુઝ ચેનલના પૂર્વ એડિટર પણ પાર્ટીમાં જોડાયા હતા અને 2022ની ચૂંટણીને લક્ષમાં રાખીને લોકો માટે કામ કરવાની વાત કરી હતી. અરવિંદ કેજરીવાલે અમદાવાદના આશ્રમરોડ પર આવેલા વલ્લભ સદન ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. ત્યારબાદ, તેઓ પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલનું કર્યું ભવ્ય સ્વાગત

આ પણ વાંચો: કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ

કોરોના નિયમોના ધજાગરા

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઈવેન્ટ દરમિયાન ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. જોકે, પાર્ટીના મોટા ભાગના કાર્યકર્તાઓએ માસ્ક પહેર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.