ETV Bharat / city

Faisal Patel Dissident : અહેમદ પટેલના પુત્રનો કોંગ્રેસથી મોહભંગ ? જવાબદારી ન સોંપાતી હોવાનો બળાપો ટ્વીટથી વ્યકત કર્યો

author img

By

Published : Apr 5, 2022, 3:07 PM IST

Updated : Apr 5, 2022, 3:58 PM IST

Faisal Patel Dissident : અહેમદ પટેલના પુત્રનો કૉંગ્રેસથી મોહભંગ ? કેોંગ્રેસની પ્રતિક્રિયા કંઇ જુદું કહે છે
Faisal Patel Dissident : અહેમદ પટેલના પુત્રનો કૉંગ્રેસથી મોહભંગ ? કેોંગ્રેસની પ્રતિક્રિયા કંઇ જુદું કહે છે

અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે પોતાને પક્ષ તરફથી પ્રોત્સાહન ન મળતું હોવાની અસંતુષ્ટિ (Faisal Patel Dissident) ટ્વીટ દ્વારા વ્યક્ત કરી છે. ફૈસલ પટેલને કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ દ્વારા મહત્ત્વની જવાબદારી અપાતી ન હોવાનું સ્પષ્ટપણે આ ટ્વીટમાં કહેવાયું છે. જેના જવાબમાં કોંગ્રેસે શું કહ્યું તે પણ જૂઓ આ અહેવાલમાં.

અમદાવાદઃ કોંગ્રેસના આલાકમાન્ડની ખૂબ નજીક રહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા જન્નતનશીન અહેમદ પટેલના પુત્રની (Ahmed Patel son Faisal Patel ) પક્ષ માટેની નારાજગી (Faisal Patel Dissident) સામે આવી છે. ફૈસલ પટેલ અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસમાં જોડાયેલાં રહ્યાં છે. ત્યારે ફૈસલે પહેલાં પણ ઇશારા ઇશારામાં પોતાને મહત્ત્વનું સ્થાન મળે તેવી પરોક્ષ અપેક્ષા પણ વ્યક્ત કરતાં રહ્યાં હતાં.ફૈસલ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ દ્વારા મહત્ત્વપૂર્ણ કામ સોંપાય તેની લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે.

અહેમદ પટેલના પુત્ર ફૈસલની નારાજગી
અહેમદ પટેલના પુત્ર ફૈસલની નારાજગી

શું હતું ટ્વીટ - ફૈસલ પટેલે ટ્વીટ (Faisal Patel Dissident) કર્યું હતું કે આસપાસ રહીને હું થાકી ગયો છું. ઉચ્ચ પદાધિકારીઓ તરફથી કોઈ પ્રોત્સાહન નથી. મારા વિકલ્પો ખુલ્લા રાખ્યાં છે. તેવું ટ્વીટ કરવામાં આવ્યું હતું.

ફૈસલની નારાજગીના ટ્વીટ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા રહી ચૂકેલા અને થોડાસમય પહેલાં ભારે રોષ વ્યક્ત કરી ગુજરાત કોંગ્રેસને રામરામ કરનાર જયરાજસિંહ પરમારનું ટ્વીટ પણ સામે આવ્યું છે. જેમાં તેમણે કોંગ્રેસ નેતાઓને કોઇ ફરક નહીં પડે તેમ જણાવ્યું છે.

  • પાંચ પચીસ જાય તો ભલે જાય કોઈ ફેર ના પડે ...એમાં ફૈઝલ અહેમદ પટેલનો પણ સમાવેશ ખરો ...?

    — Jayrajsinh Parmar (@JayrajKuvar) April 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિધાનસભા ચૂંટણી નજીક છે - ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વચ્ચે પક્ષમાં થતી હલચલમાં તેમની ઉપેક્ષા વચ્ચે ફૈસલ પટેલનું નારાજગીભર્યું ટ્વીટ સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે તેઓ અહેમદ પટેલની જેમ જ પોતાના વિસ્તાર ભરુચમાં સેવાકીય કાર્યોને લઇને લોકો વચ્ચે રહ્યાં છે.તેઓ પીરામણ જેવા આદિવાસી વિસ્તારમાં વારંવાર મુલાકાત લે છે અને લોકોને આશ્વસ્ત કરે છે કે તેઓ અહેમદ પટેલની જેમ જ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે.

અહેમદ પટેલનો રાજકીય વારસો - ઉલ્લેખનીય છે કે ફૈસલ પટેલના પિતા અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસ જ નહીં, રાષ્ટ્રીય કોંગ્રેસના મહત્ત્વપૂર્ણ પદો પર તેમ જ ગાંધી પરિવારના આજીવન વિશ્વાસુ નેતા બની રહ્યાં હતાં. જેના પગલે ગુજરાત કોંગ્રેસમાં પણ તેમની મંજૂરી વિના કોઇ અગત્યની કામગીરી થતી ન હતી એવો દબદબો હતો જે ફૈસલે ઘણો નિકટથી જોયો અને જાણેલો છે. એવામાં અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસ તેમના માટે લાલ જાજમ બિછાવશે તેવી અપેક્ષા ફળીભૂત ન થતાં ફૈસલ પટેલની ધીરજ ખૂટી રહી હોય તેમ જણાય છે. ટ્વીટમાં તેમણે ગર્ભિત ઇશારો પણ કર્યો છે કે મારા ઓપ્શન્સ ખુલ્લાં રાખ્યાં છે.

ફૈસલની નારાજગી સામે કોંગ્રેસની પ્રતિક્રિયા -જ્યારે ફૈસલ પટેલના ટ્વિટના જવાબમાં કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું કે અહેમદ પટેલ કોંગ્રેસ માટે બહુ કામ કર્યું છે. ફૈસલ પટેલ પણ ભરૂચમાં જનતા માટે સતત કામ કરી રહ્યા છે. અહેમદ પટેલના અવસાન બાદ કોઈ કામગીરી ન મળતા ફૈસલે કૉંગ્રેસ પક્ષ સામે નારાજગી (Ahmed Patel's son Faisal Patel expressed dissatisfaction via tweet) વ્યક્ત કરી છે.

ફૈસલ પટેલના ટ્વીટને લઇને કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા

આ પણ વાંચોઃ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલે રાજકારણમાં એન્ટ્રી અંગે સંકેત આપતા કહ્યું, હાઈકમાન્ડ નક્કી કરે તો કંઈ પણ થઈ શકે..

ફૈઝલ પટેલ પ્રજાલક્ષી કામો કરી રહ્યા છે - કોંગ્રેસ -કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જણાવ્યું હતું કે અહેમદ પટેલે કૉંગ્રેસ પક્ષ માટે હંમેશા નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને હંમેશા તેમના કામો બિરદાવી રહ્યાં છે. ત્યારે ફૈસલ પટેલના ટ્વીટની (Faisal Patel Dissident) વાત કરવામાં આવે તો ફૈસલ પટેલ અને ભરૂચમાં હંમેશા પ્રજાના કામો કરી રહ્યા છે. શિક્ષણલક્ષી હોય કે પછી આરોગ્યલક્ષી કામો તેઓ હંમેશા કામો કરી રહ્યા છે. ફૈસલ પટેલ કૉંગ્રેસમાં જ છે તેવી આશા વ્યક્ત કરતાં કહ્યું કે અહેમદ પટેલનો કૉંગ્રેસ પક્ષ માટે મહત્વનો ફાળો રહ્યો છે અને હંમેશા કૉંગ્રેસ પક્ષ તેમના પરિવાર સાથે જ છે. અમને આશા છે કે ફૈસલ પણ કૉંગ્રેસ સાથે જ છે.

આ પણ વાંચોઃ અહેમદ પટેલની જગ્યાએ તેમનો પુત્ર ફૈઝલ રાજનીતિમાં આવશે આપ્યા સંકેત

Last Updated :Apr 5, 2022, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.