ETV Bharat / city

EXCLUSIVE : ઝાયકો-ડી વેક્સિનના રિસર્ચ અંગે ETV Bharat નો ખાસ અહેવાલ...

author img

By

Published : Aug 21, 2021, 5:45 PM IST

Updated : Aug 21, 2021, 8:00 PM IST

કોરોનાની મહામારીથી બચવા એક માત્ર એક માત્ર વેક્સિન જ રામબાણ ઈલાજ છે, ત્યારે ભારતમાં હાલ પાંચ પ્રકારની રસી ઉપલબ્ધ છે, પરંતુ આજ દિન સુધી 18 વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિ માટે રસી મળી ન હતી, પરંતુ હાલ અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ દ્વારા ઝાયકો-ડી ( Zycov-d ) નામની રસીને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ રસી 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને પણ આપવામાં આવી શકશે. આ બાબતે ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ (Data Safety Monitoring Board )ના સભ્ય સાથે ETV Bharat ની ખાસ વાતચીત...

ઝાયકો-ડી વેક્સિનના રિસર્ચ અંગે ETV Bharat ની ખાસ વાતચીત
ઝાયકો-ડી વેક્સિનના રિસર્ચ અંગે ETV Bharat ની ખાસ વાતચીત

  • ઝાયડસ વેક્સિનને મળી કેન્દ્ર સરકારની મંજૂરી
  • 12 થી વધુની ઉંમરના બાળકોને આપવામાં આવશે વેક્સિન
  • દેશની અલગ અલગ 10 જગ્યાએ કરવામાં આવ્યું હતું રિસર્ચ

ગાંધીનગર : કોરોનાની વૈશ્વિક મહામારીમાં એક પણ દેશ બચ્યો નથી, જ્યારે ભારતમાં કોરોનાથી બચવા માટે સ્વદેશી વેક્સિનમાં કોવિશિલ્ડ અને કો-વેક્સિન અત્યારે ઉપલબ્ધ છે, પરંતુ બાળકો માટે એક પણ વેક્સિન ઉપલબ્ધ નથી, ત્યારે ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ(Data Safety Monitoring Board ) દ્વારા આ ખાસ વેક્સિન ( Zycov-d ) તૈયાર કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સિન 12 વર્ષથી 18 વર્ષના બાળકો માટે પણ ઉપયોગી રહેશે.

આ પણ વાંચો: કોરોના સામેની લડાઈમાં વધુ એક વેક્સિન, ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી ને આપાતકાલીન ઉપયોગ માટે મળી મંજૂરી

દેશની 10થી વધુ જગ્યાઓએ કરાયું ટ્રાયલ

વેક્સિનના રિસર્ચ બાબતે ડેટા સેફટી મોનિટરિંગ બોર્ડના સભ્ય ડોક્ટર પ્રવિણ ગર્ગે ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોનાની નવી વેક્સિનનું ક્લિનીકલી ટ્રાયલ દેશના અલગ-અલગ રાજ્યોમાં 10થી વધુ જગ્યાઓ અને હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, જેમાં નાના બાળકો ઉપર પણ આ રસીની ટ્રાયલ કરવામાં આવી છે, ત્યારબાદ કોઈપણ પ્રકારની આડઅસર ન દેખાતા અંતે કેન્દ્ર સરકારે આ રસીને ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે.

દુઃખાવા અને નિડલ રહિત વેક્સિન

ડોક્ટર પ્રવીણ ગર્ગે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે વર્તમાન સમયમાં જે રસી આપવામાં આવે છે તે ઇંજેક્શન મારફતે આપવામાં આવી રહી છે, જ્યારે ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવી છે, જેમાં ઈન્જેક્ટર સિસ્ટમથી રસી આપવામાં આવશે, જેથી રસી આપતા સમયે રસી લેનારને કોઈ પણ પ્રકારનો દુખાવો થશે નથી. આ ઉપરાંત રસી લીધા બાદ અત્યારે જે રીતે હાથમાં દુખાવો થાય છે તેવી પણ ફરિયાદ આવશે નહિ. ઉલ્લેખનીય છે કે, આ રસી ઇન્જેક્ટર સિંગાપોરનું પ્રોડક્શન છે. પૂરતા પ્રમાણમાં ઇન્જેક્ટર ઉપલબ્ધ થશે, ત્યારે 3 અઠવાડિયામાં આ રસીનો સ્ટોક ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: ઝાયડસની કોરોના વેક્સિન ZyCoV-D અંગે જાણો... ETVBharatનો વિશેષ અહેવાલ

અત્યારે વેક્સિનનો ભાવ નક્કી નથી

હાલ વેક્સિનના એક ડોઝની કેટલી કિંમત થશે તે હજું સુધી જાહેર કરવામાં આવી નથી, આમ ઝાયડસ કંપની દ્વારા કાયદેસરની જાહેરાત કરીને વેક્સિનની કિંમત પણ જાહેર કરવામાં આવશે. આ વેક્સિનને ફક્ત કેન્દ્ર સરકાર દ્વારા વેચવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આવનારા ટૂંક સમયમાં જ કંપની દ્વારા વેક્સિનના ડોઝ પ્રમાણે કિંમતની જાહેરાત કરવામાં આવશે.

બાળકોની વેક્સિન, યુવાનો અને સિનિયર સિટીઝને થશે ઉપયોગી

દેશમાં હાલ કોવિશિલ્ડ, કો-વેક્સિન અને સ્પુટનિક, મોડર્ના, J અને J રસી ઉપલબ્ધ છે, પરંતુ આ રસીઓ 18 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને આપવામાં આવે છે અને 18 વર્ષથી નાના બાળકો માટે એક પણ રસી ન હોવાથી આ રસી બાળકો માટે શ્રેષ્ઠ સાબિત થશે. ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી રસી 12 વર્ષથી 18 વર્ષની ઉંમરના બાળકોને ઉપયોગી રહેશે. આ ઉપરાંત 18 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને પણ આ રસી આપી શકાશે.

અમદાવાદથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ.....

Last Updated : Aug 21, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.