ETV Bharat / city

બાબાસાહેબ આંબેડકર પર કિશોર મકવાણા લિખિત પુસ્તકોનું વડાપ્રધાનના હસ્તે ઇ-વિમોચન

author img

By

Published : Apr 14, 2021, 4:15 PM IST

Updated : Apr 14, 2021, 5:40 PM IST

મંગળવારે ભારતના બંધારણના ઘડવૈયા ડો ભીમરાવ આંબેડકરની 130મી જન્મ જંયતી સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. અમદાવાદના કિશોર મકવાણાએ બાબા સાહેબ આંબેડકરના જીવન પર આધારીત 4 પુસ્તકો લખી છે, જેનુ વિમોચમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ રીતે કર્યું હતું.

pm
બાબાસાહેબ આંબેડકર પર કિશોર મકવાણા લિખિત પુસ્તકોનું વડાપ્રધાનના હસ્તે ઇ-વિમોચન

  • બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ
  • રાષ્ટ્ર અને સંવિધાન નિર્માતા બાબાસાહેબ આંબેડકર
  • અમદાવાદના કિશોર મકવાણાએ બાબાસાહેબ પર ચાર પુસ્તક લખ્યા

અમદાવાદ: 14 એપ્રિલના રોજ બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી છે. તેમનો જન્મ 1891માં મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. જે આજે તેમના માનમાં આંબેડકર નગર તરીકે ઓળખાય છે. તેમના પિતાનું નામ રામજી અને માતાનું નામ ભીમાબાઈ હતું. બાબાસાહેબ ભારતના બંધારણના રચયિતા તરીકે જાણીતા છે. તેઓ પાર્લામેન્ટના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ ભારતના પહેલા કાયદા પ્રધાન પણ હતા. તેમણે યુનિવર્સિટી ઓફ મુંબઈ, કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરીને ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. 1990 માં તેમને ભારતરત્ન એનાયત થયો હતો.

બાબા સાહેબના જીવન પર લખાયા ચાર પુસ્તક

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડો.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં તેમના જીવન આધારિત ચાર પુસ્તકોનું વિમોચન કર્યું હતું. જેમાં બાબા સાહેબનું 'વ્યક્તિ દર્શન', 'આયામ દર્શન', 'જીવન દર્શન' અને 'સૌરાષ્ટ્ર દર્શન' નો સમાવેશ થાય છે. આ ચાર પુસ્તકો અમદાવાદના બાબાસાહેબ આંબેડકરની ઓપન યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર કિશોર મકવાણા દ્વારા લખાયેલા છે.

બાબાસાહેબ આંબેડકર પર કિશોર મકવાણા લિખિત પુસ્તકોનું વડાપ્રધાનના હસ્તે ઇ-વિમોચન

આ પણ વાંચો : ડો.બી આર આંબેડકરની 130મી જન્મ જયંતીની જૂનાગઢમાં સાદાઈથી ઉજવણી


યુનિવર્સિટી અને શાળાઓમાં પહોંચે આ પુસ્તક : કિશોર મકવાણા

બાબાસાહેબના જીવન પર અધ્યયન કરીને આ ચાર પુસ્તકો લખનાર લેખક કિશોર મકવાણાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પુસ્તકો બાબાસાહેબના જીવન કાર્ય અને વિચારોને પ્રદર્શિત કરે છે. વડાપ્રધાન દ્વારા આ પુસ્તકોનું લોકાર્પણ કરાયું છે. યુવા પેઢી બાબાસાહેબના વિચારોથી પ્રભાવિત થાય, યુનિવર્સિટી અને શાળાઓમાં પુસ્તક પહોંચે તેવો હેતુ આ પુસ્તકની રચનાનો છે. ભારતમાં બંધુત્વ અને સમરસતા જળવાય તે માટે બાબાસાહેબના વિચારો ખૂબ જ મહત્વના છે. વડાપ્રધાને આ પુસ્તકની વિષયવસ્તુ પર વાત કરી હતી.


ડો. આંબેડકરની પાણીનીતિ અને ઉર્જાનીતિ

કિશોર મકવાણાએ જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરની કેટલીક વાતોથી લોકો અજાણ છે. બાબાસાહેબ આંબેડકરે રાષ્ટ્રને 'પાણી નીતિ' અને 'ઊર્જા નીતિ' આપી હતી. જે અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ અને ઉપયોગ કરીને સિંચાઈ કરવી, નદીઓ ઉપર ડેમ બનાવવા જેવી બાબતનો સમાવેશ થાય છે. ઉદ્યોગો અને ખેતીને સસ્તી વીજળી મળી રહે તે માટે ઊર્જા નીતિ પણ બાબાસાહેબે આપી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, રામનાથ કોવિંદે ટ્વિટ કરી બાબાસાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


મહિલા અને શ્રમિકોના અધિકારની વાત બાબસાહેબે કરી

સંવિધાનની રચનામાં બાબા સાહેબને કઈ દુવિધાઓ પડી. કયા કાયદાઓનો તેમને અભ્યાસ કર્યો. મહિલા અધિકાર અને શ્રમિકોના અધિકારની વાત બાબા સાહેબે કરી. ગુજરાતમાં વડોદરામાં આવીને તેમણે અભ્યાસ કર્યો. 23 વર્ષની ઉંમરે મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રધાનમંડળમાં વિધાનસભ્ય તરીકે નિયુક્ત થયા. 'રાષ્ટ્ર પ્રથમ' બાબાસાહેબનું સૂત્ર હતું.

Last Updated : Apr 14, 2021, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.