ETV Bharat / city

ગુજરાતમાં કોંગ્રેસ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી પ્રમુખ પદે નામ જાહેર: રઘુ શર્મા

author img

By

Published : Dec 3, 2021, 9:15 PM IST

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ (Gujarat congress new president) પદે જગદીશ ઠાકોરની નિમણૂક થયા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા (Raghu sharma in gujarat)એ જણાવ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જમીની સ્તર સાથે જોડાયેલા નેતાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી એક જૂથ થઈને મજબૂતી સાથે આવનારી વિધાનસભાની ચૂંટણી લડશે અને જેમાં અમને વિશ્વાસ છે કે, છેલ્લા 27 વર્ષથી સત્તામાં રહેલ ભાજપને ધ્વસ્ત કરીને ફરી કોંગ્રેસ સત્તામાં આવશે. (Congress will win in 2022)

ગુજરાતમાં કોંગ્રેસ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી પ્રમુખ પદે નામ જાહેર: રઘુ શર્મા
ગુજરાતમાં કોંગ્રેસ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી પ્રમુખ પદે નામ જાહેર: રઘુ શર્મા

  • કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા પ્રમુખ પદે જગદીશ ઠાકોરનું નામ જાહેર
  • 2022માં બહુમતી સાથે કોંગ્રેસ વિજય થશે: રઘુ શર્મા
  • વિપક્ષના નેતા પણ થોડીવારમાં થશે જાહેર

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ કર્યો છે કે આગામી 2022ની ચૂંટણી (Gujarat assembly election 2022)માં કોંગ્રેસ પક્ષ બહુમતિ સાથે વિજય થશે અને સરકાર બનાવશે તો બીજી તરફ ગુજરાતમાં ભાજપની સત્તા અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવશે. જે પરિણામોને આધારે આગામી 2024ની લોકસભાની ચૂંટણી (Parliament election 2024)ની રણનીતિ પણ તૈયાર કરી નાખવામાં આવશે. તો બીજી તરફ છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેઓએ રાજીનામું ધરી દીધું હતું.

ગુજરાતમાં કોંગ્રેસ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી પ્રમુખ પદે નામ જાહેર: રઘુ શર્મા

જગદીશ ઠાકોરનું નામ જાહેર થયું

કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતની સુકાન કોને સોંપવી તેના માટે થઈને મનોમંથન કરવામાં આવી રહ્યું હતું, જેના આધારે આજે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ (Gujarat congress new president)ની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જગદીશ ઠાકોરનું નામ જાહેર થયું છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે જગદીશ ઠાકોરની નિમણૂક થયા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા(Raghu sharma in gujarat)એ જણાવ્યું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જમીની સ્તર સાથે જોડાયેલા નેતાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી એક જૂથ થઈને મજબૂતી સાથે આવનારી વિધાનસભાની ચૂંટણી લડશે અને જેમાં અમને વિશ્વાસ છે કે, છેલ્લા 27 વર્ષથી સત્તામાં રહેલ ભાજપને ધ્વસ્ત કરીને ફરી કોંગ્રેસ સત્તામાં આવશે. (Congress will win in 2022)

આ પણ વાંચો: Gujarat Congress New President: જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ, હાઈ કમાન્ડે લગાવી મહોર

આ પણ વાંચો: ETV BHARAT Rubaru: વર્ષ 2022 નવા પ્રમુખની સાથે રહીને ચૂંટણી જીતીશુ, અમિત ચાવડા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.