ETV Bharat / city

અમદાવાદના દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર, ડોક્ટર્સ આ તારીખે કરશે હડતાળ

author img

By

Published : May 13, 2022, 9:00 AM IST

Updated : May 13, 2022, 10:39 AM IST

અમદાવાદમાં આગામી 14 અને 15 મે એમ 2 દિવસ ખાનગી હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટર્સે હડતાળ કરવાનો નિર્ણય (Ahmedabad Doctors Strike) કર્યો છે. તેમનો આક્ષેપ છે કે, વારંવાર AMCમાં રજૂઆત છતાં કોઈ જવાબ ન મળતા તેમણે આ નિર્ણય (Doctors strike against AMC Decision) કર્યો છે.

અમદાવાદના દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર, ડોક્ટર્સ આ તારીખે કરશે હડતાળ
અમદાવાદના દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર, ડોક્ટર્સ આ તારીખે કરશે હડતાળ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા થોડા સમય અગાઉ ખાનગી હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન માટે જે C ફોર્મ (C Form for Nursing Home Registration) લેવામાં આવે છે. તેને રિન્યૂ કરવા માટેના નિયમોમાં એક નિયમ ઉંમેરી દેવામાં આવ્યો છે. જોકે, આ નિયમ મુજબ હવે C ફોર્મ રિન્યૂ કરવા માટે હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમને બીયુ પરમીશન આપવી પડશે.

14-15 મેએ ડોક્ટર્સ હડતાળ કરીને પોતાની રજૂઆત કરશે
14-15 મેએ ડોક્ટર્સ હડતાળ કરીને પોતાની રજૂઆત કરશે

ખાનગી હોસ્પિટલ્સના સંચાલકો-ડોક્ટર્સ કરી રહ્યા છે પ્રદર્શન - છેલ્લા ઘણા સમયથી આ નિયમના વિરોધમાં (Doctors strike against AMC Decision) ખાનગી હોસ્પિટલ્સના સંચાલકો અને ડોક્ટર્સ પ્રદર્શન કરી રહ્યા છે. વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉત્તર ન મળતા હવે તેમણે 14 અને 15 મે એમ 2 દિવસ હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Computer Sahasik Strike : જો આમની હડતાળ પડી તો હજારો ગામડાંઓમાં લોકોના કામ અટકી જશે, જાણો કેમ?

14-15 મેએ ડોક્ટર્સ હડતાળ કરીને પોતાની રજૂઆત કરશે - ડોક્ટર્સનું કહેવું છે કે, અવારનવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે અમે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર હડતાળ કરીશું. જે દર્દીઓને આ 2 દિવસ તકલીફ સહન કરવી પડશે તેમના માટે અમે દિલગીર છીએ. આ બે દિવસ મોટી સંખ્યામાં ડોક્ટર્સ રિવરફ્રન્ટ ઉપર એકત્રિત થઈને ધારણા પ્રદર્શન (Doctors strike against AMC Decision) કરીશું અને ફૂથપથ OPD જેવા કાર્યક્રમો કરીશું.

આ પણ વાંચોઃ Quarry Operators Strike: રાજ્યના કવોરી સંચાલકો ઊતર્યા હડતાળ પર, સરકાર પાસે કરી આ માગ

AMCએ કરવો જોઈએ પુનઃવિચાર - અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિએશનના (Ahmedabad Hospitals and Nursing Homes Association) પ્રમુખ ડૉ. ભારત ગઢવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 પહેલાં જે હોસ્પિટલ અથવા તો બિલ્ડીંગ બની તેની બીયુ પરમીશન (C Form for Nursing Home Registration) લેવામાં અત્યારે તકલીફ પડી રહી છે. નવા નિયમ મુજબ બીયુ પરમિશન વગર આમદવાદની 50 જેટલી હોસ્પિટલ્સ બંધ થઈ જશે. આ અંગે કોર્પોરેશન અને સરકારે પુનઃવિચાર કરવો જોઈએ. આ તમામ હોસ્પિટલમાં ફાયરસેફ્ટીના તમામ સાધનો છે. તેમ જ ફાયર NOC પણ છે. કોર્પોરેશન દ્વારા મોટી હોસ્પિટલ્સ માટે જે કાયદો લાગુ કરવામાં આવ્યો, તે જ નાની હોસ્પિટલ માટે કરવામાં આવ્યો છે. આ અંગે પુનઃવિચાર કરીને બધાને લાગુ પડે તેવો કોઈ કાયદો બનવો જોઈએ.

Last Updated :May 13, 2022, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.