ETV Bharat / city

અમદાવાદના શિવાનંદ આશ્રમમાં દિવાળીએ ઉજવાયો શાકંભરી ઉત્સવ

author img

By

Published : Nov 15, 2020, 12:42 PM IST

Updated : Nov 15, 2020, 3:02 PM IST

દિવાળીના પર્વે સમગ્ર ભારતના મંદિરોમાં દેવી-દેવતાઓની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. વિવિધ પ્રકારના મિષ્ટાન તેમજ ફળ-ફળાદી ધરાવવામાં આવે છે. અમદાવાદમાં આવેલા શિવાનંદ આશ્રમમાં પણ દર વર્ષે દિવાળીએ વિવિધ પ્રકરની મીઠાઈઓ અને ફરસાણ દ્વારા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે છે. ત્યારબાદ આ મીઠાઈ અને ફરસાણ નવા વર્ષે ગરીબોને વહેંચી દેવામાં આવે છે.

અમદાવાદના શિવાનંદ આશ્રમમાં દિવાળીએ ઉજવાયો શાકંભરી ઉત્સવ
અમદાવાદના શિવાનંદ આશ્રમમાં દિવાળીએ ઉજવાયો શાકંભરી ઉત્સવ

● દિવાળીના પર્વે અમદાવાદના અષ્ટલક્ષ્મી મંદિરે ઉજવાયો શાકંભરી ઉત્સવ
● 2500 કિલો કરતા વધુ ફળ અને શાક દેવીને અર્પણ કરાયા
● ગરીબોમાં વહેંચાશે આ સામગ્રી

અમદાવાદ: દિવાળીના પર્વે સમગ્ર ભારતના મંદિરોમાં દેવી-દેવતાઓની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. મંદિરને રોશનીથી શણગારવામાં આવે છે. વિવિધ પ્રકારના મિષ્ટાન તેમજ ફળ-ફળાદી ધરાવવામાં આવે છે. અમદાવાદમાં આવેલા શિવાનંદ આશ્રમમાં પણ દર વર્ષે દિવાળીએ વિવિધ પ્રકરની મીઠાઈઓ અને ફરસાણ દ્વારા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે છે. ત્યારબાદ આ મીઠાઈ અને ફરસાણ નવા વર્ષે ગરીબોને વહેંચી દેવામાં આવે છે.

અમદાવાદના શિવાનંદ આશ્રમમાં દિવાળીએ ઉજવાયો શાકંભરી ઉત્સવ
દેવીનું એક રૂપ શાકંભરીઆ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા લોકો સુધી સ્વાસ્થ્યવર્ધક ખોરાક પહોંચે તે માટે લક્ષ્મીજીને 2,500 કિલોથી વધુ ફળફળાદી અને શાકભાજી અર્પણ કરવામાં આવ્યા હતા. દેવીનું એક રૂપ શાકંભરી છે. લક્ષ્મીના રૂપોમાં ધાન્ય લક્ષ્મીનો સમાવેશ થાય છે. એક સમયે જ્યારે પૃથ્વી પર આહારના અભાવે માનવ જીવન મુશ્કેલ બન્યું હતું, ત્યારે દેવીએ લોકોને ધાન્ય અને શાક પૂરા પાડીને શાકંભરીનું રૂપ ધારણ કર્યું હતું. એટલે આ દિવાળી દેવીના શાકંભરી રૂપનુ પૂજન કરવામાં આવ્યું હતું.13થી વધુ પ્રકારના ફાળો અને શાકભાજી દેવીને અર્પણદિવાળીએ દેવીને વિશિષ્ટ શણગારની સાથે 13થી વધુ પ્રકારના શાકભાજી અને ફળો ધરાવવામાં આવ્યા હતા. જે દિવાળીના બીજા દિવસે અમદાવાદના રસ્તા પર રહેતા નિરાધાર અને ગરીબ લોકોને વહેંચી દેવામાં આવશે. આ વિશિષ્ટ દર્શનનો લાભ લેવા મોટાપાયે ભક્તો મંદિરમાં આવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દેવીના વિશિષ્ટ રૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. કોરોનાની ગાઈડલાઈનનું કરાયું પાલનમંદિરના સ્વામી અધ્યાત્માનંદજીએ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરતા માસ્ક અને ફેસ શિલ્ડ પહેરીને દેવીની પૂજા, આરતી કરી હતી. તો ભક્તોએ પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને આરતીમાં ભાગ લીધો હતો.
Last Updated : Nov 15, 2020, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.