ETV Bharat / city

CM Kejriwal Gujarat Visit: 1લી મેના ગુજરાત આવશે અરવિંદ કેજરીવાલ, આ કાર્યક્રમમાં લેશે ભાગ

author img

By

Published : Apr 26, 2022, 3:49 PM IST

Updated : Apr 26, 2022, 4:15 PM IST

1લી મેના રોજ દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત (CM Kejriwal Gujarat Visit) આવશે. તેઓ ભરૂચમાં આદિવાસી મહાસંમેલનમાં શામેલ થશે. તેઓ દિલ્હીના શિક્ષણ મોડલને આદિવાસી વિસ્તાર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં લાગુ કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

1લી મેના ગુજરાત આવશે અરવિંદ કેજરીવાલ, આ કાર્યક્રમમાં લેશે ભાગ
1લી મેના ગુજરાત આવશે અરવિંદ કેજરીવાલ, આ કાર્યક્રમમાં લેશે ભાગ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આમ આદમી પાર્ટી અને BTP એકસાથે લડશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આગામી 1લી મેના રોજ ગુજરાત આવીને (CM Kejriwal Gujarat Visit) આ અંગેની સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (Bharatiya Tribal Party) એટલે કે BTP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. આગામી ચૂંટણી બંને પાર્ટીઓ સાથે મળીને લડશે.

1લી મેના દિવસે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મહાસંમેલનનું આયોજન.

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મહાસંમેલનનું આયોજન- 1લી મે ગુજરાત સ્થાપના દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત (Arvind Kejriwal In Gujarat) આવશે. તેઓ આમ આદમી પાર્ટી અને BTPના ગઠબંધન અંગેની જાહેરાત કરી શકે છે. ભરૂચ જિલ્લાના ચંદેરીયામાં આવેલા વ્હાઇટ હાઉસ (White House Bharuch) ખાતે 1લી મેના દિવસે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ (Aap Leaders Gujarat) હાજર રહેશે. BTPના છોટુ વસાવા સહિતના નેતાઓ પણ હાજર રહેશે.

આ પણ વાંચો: AAP and BTP alliance: ભાજપનો વિજય રથ રોકવા AAP-BTPનું ગઠબંધન, 1 મેએ યોજાશે મહાસંમેલન: છોટુ વસાવા

આગળની રણનીતિ જાહેર કરી શકે છે બંને પાર્ટી- કેજરીવાલ અને છોટુ વસાવા વચ્ચે મીટિંગ (Kejriwal Chhotu Vasava Meeting) થશે. છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ આદિવાસી સંમેલનને સંબોધશે. સંયુક્ત રીતે આદિવાસી સંમેલનના માધ્યમથી બંને પાર્ટીઓ પોતાની આગળની રણનીતિ જાહેર કરી શકે છે. આદિવાસી સંકલ્પ મહાસંમેલન (Adivasi Sankalp Maha Sammelan)માં અનુસૂચિત 5 અને 6 તેમજ પેસા એક્ટની જોગવાઈઓને આગામી સમયમાં એની અમલવારી માટે થઈને ચર્ચા વિચારણા થશે.

આ પણ વાંચો: AAP Mission 2022: શું ચૂંટણી ખરેખર વહેલી આવશે? સુરતમાં AAP નેતા ઈસુદાન ગઢવીનું ચોંકાવનારું નિવેદન

દિલ્હીના શિક્ષણ મોડલને લાગુ કરવા પર વિચારણા- દિલ્હીના શિક્ષણ મોડલ (Delhi's education model)ને આદિવાસી વિસ્તાર અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં લાગુ કરવા પર વિચારણા કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા જે 6 હજાર જેટલી સ્કૂલો (Schools In Gujarat) બંધ કરવામાં આવી છે એ તમામ સ્કૂલો અને જ્યાં સ્કૂલો નહીં હોય ત્યાં નવી સ્કૂલો ચાલુ કરાવવા મુદ્દે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે. ધોરણ 1થી લઇ ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક શાળાઓ તેમજ ઉચ્ચ માધ્યમિકથી લઇ કોલેજમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ સુધી અંગ્રેજી મીડિયમમાં શિક્ષણ આપવું તે તમામ વ્યવસ્થા કેવી રીતે ઉપલબ્ધ કરાવવી તેની ચર્ચા-વિચારણા કરવામાં આવી શકે છે.

Last Updated :Apr 26, 2022, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.