ETV Bharat / city

AAP Mission 2022: શું ચૂંટણી ખરેખર વહેલી આવશે? સુરતમાં AAP નેતા ઈસુદાન ગઢવીનું ચોંકાવનારું નિવેદન

author img

By

Published : Apr 23, 2022, 8:44 AM IST

Updated : Apr 23, 2022, 1:48 PM IST

સુરતમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તે દરમિયાન તેમણે ભાજપ સરકાર પર વિવિધ આક્ષેપ કર્યા હતા. સાથે જ તેમણે વહેલી ચૂંટણી (AAP Mission 2022) અંગે અને અન્ય મુદ્દા પર શું કહ્યું આવો જાણીએ.

AAP Mission 2022: શું ચૂંટણી ખરેખર વહેલી આવશે? સુરતમાં AAP નેતા ઈસુદાન ગઢવીનું ચોંકાવનારું નિવેદન
AAP Mission 2022: શું ચૂંટણી ખરેખર વહેલી આવશે? સુરતમાં AAP નેતા ઈસુદાન ગઢવીનું ચોંકાવનારું નિવેદન

સુરતઃ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર પેપરફોડ અને પેપરચોર સરકાર (AAP Leader Isudan Gadhvi attack on BJP) છે. વિદ્યાથીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. ભાજપ સરકાર (AAP Leader Isudan Gadhvi attack on BJP ) આમ આદમી પાર્ટીના વધતા વ્યાપ, પ્રભાવ અને ડરથી ભાજપ વહેલા ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજી શકે છે.

હવે તો શાળાઓ પણ સુરક્ષિત નથીઃ AAP

વારંવાર પેપર ફૂટે તે દુઃખદ ઘટનાઃ AAP - આપના નેતાએ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર પેપર ફોડની જે ઘટનાઓ બની રહી છે. અત્યાર સુધી એવું બની રહ્યું હતું કે, આ સરકારી ભરતી પરીક્ષાઓ અને કોલેજોની પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતી હતી. ગુરુવારે રાત્રે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી ધોરણ 7નું પેપર ફૂટી ગયું. દુઃખદ વાત એ છે કે, અત્યાર સુધી પેપર ફૂટતા હતા. આ તો એનાથી આગળની ઘટના બની કે, પેપર ફૂટવાની સાથે પેપર ચોરાઈ પણ ગયું એટલે કે, એક ચોરની હિંમત છે કે, શાળામાં આવ્યા સૌપ્રથમ અને દરવાજો ક્રોસ કર્યો. ઓફિસનો દરવાજો તોડ્યો કબાટ તોડ્યું છે અને એમાંથી પર્ટિક્યૂલર 7મા ધોરણના 2 વિષયોના પેપરોની ચોરી કરી.

હવે તો શાળાઓ પણ સુરક્ષિત નથીઃ AAP - આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ (AAP Leader Isudan Gadhvi attack on BJP) વધુમાં ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટી આ મુદ્દે સખત આવાજ ઉઠાવતી રહી છે. ગંભીરતા આ ઘટનાની એ છે કે, સમગ્ર શાળામાં એક પણ CCTV કેમેરા નથી અને કોઈ સિક્યોરિટી પણ નથી. દુઃખની વાત તો એ છે કે, હવે તો શાળાઓ સુરક્ષિત પણ નથી, એટલે જ આ ધોરણ સાત નુ પેપર ફૂટી ગયું છે.આ ઘટનાથી પ્રેરાઈને જાણવા મળે છે કે આમ આદમી પાર્ટી છેલ્લા એક વર્ષથી શાળાઓ માટે આંદોલન કરે છે કે શાળાઓની અંદર CCTV કેમેરા હોવા જોઈએ અને સિક્યોરિટી હોવી જોઈએ

આ પણ વાંચો- AAP Letter To Gujarat CM: શિક્ષણ વ્યવસ્થાને લઈ AAPએ લખ્યો CMને પત્ર, ભાજપે હાર્દિકને આપેલા આમંત્રણ પર ઇટાલિયાનો કટાક્ષ

ભાજપ વાલીઓ સાથે રમત રમી રહી છેઃ AAP - AAPના નેતાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે જે ઘટના બની તેના કરતા કોઈ કોઈ ગંભીર ઘટના બની હોત કે, કદાચ કોઈ સ્કૂલ મહત્ત્વના દસ્તાવેજ ચોરાઈ ગયા (AAP Leader Isudan Gadhvi attack on BJP) હોત. ચોરીની ઘટના પછી શાળાએ પરીક્ષાના બંને પેપર રદ કરી અને પાછળની તારીખ આપી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીની એટલી જ રજૂઆત છે કે, ગુજરાત સરકાર જે રીતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે રમત રમી રહી છે. એ રમત બહુ ખોટી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફક્ત ગુજરાતી ભાષાનું 7મા ધોરણનું પેપર રદ કરવામાં આવ્યું અને કાલે પણ લેવાશે. તો અન્ય માધ્યમો જેવા કે, મરાઠી, હિન્દી અને અગ્રેજી તેમના પણ અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક અને પ્રશ્નો પેપર સવાલો ગુજરાતની માધ્યમને મળતા જ આવે છે. તો એ અન્ય માધ્યમોની પરીક્ષાનું શું?

આ પણ વાંચો- Junagadh AAP protest: જૂનાગઢમાં AAP દ્વારા કથળતી શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષણની અનિયમિતતાને લઈને વિરોધ કર્યો

AAP ભાજપને ખૂલ્લી પાડી રહી છે - ગુજરાતનાં વહેલી ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે કે નહીં તે અંગે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભુતકાળમાં ગુજરાતમાં ક્યારેય ચૂંટણી વહેલી નથી યોજાઈ, પણ જે રીતે ગુજરાતમાં આમ આદમી પાટીઁનો વ્યાપ અને પ્રભાવ વધી રહ્યો છે. તેમ જ જે રીતે AAP ભાજપને (AAP Leader Isudan Gadhvi attack on BJP) તમામ મોરચે ઘેરીને ભાજપને ખૂલ્લી પાડી રહી છે. તેનાથી સમગ્ર ભાજપમાં ડરનો માહોલ ઊભો થયો છે. ને ભાજપ વહેલી ચૂંટણી (Gujarat Assembly Election 2022) લાવવાના પ્રયાસ કરી રહી છે. એટલે આમ આદમી પાટીઁને તૈયારી કરવાનો સમય ઓછો મળે.

જનતા ભાજપના નેતાઓને હરાવવા થનગની રહી છેઃ AAP - ગુજરાતની જનતા ભાજપ ગમે ત્યારે ચૂંટણી લાવે ભષ્ટ અને અહંકારી ભાજપના નેતાઓને હરાવવા થનગની (AAP Leader Isudan Gadhvi attack on BJP) રહી છે. કારણે કે, આ વખતની ચૂંટણી ગુજરાતના આમ આદમીઓ અને ભાજપના અહંકારી ખાસ આદમીઓ વચ્ચે લડાવાની જેમાં ગુજરાતના આમ આદમીનો વિજય સુનિશ્વિત છે.

Last Updated :Apr 23, 2022, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.